ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત વિશ્વ ગાયત્રી મંદિર અલખધામના શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી શ્રી અલખગીરીજીએ ૮૪ વર્ષની જૈફ વયે દેહ ત્યાગ કરી સામાધી લેતાં ભકત સમુહદાય શોકાતુર બન્યો હતો.
ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરના સ્થાપક અને ભારત સહિત વિદેશમાં પણ 8 થી વધુ આશ્રમોની સ્થાપના કરનાર 1008 મહામંડલેશ્વર સ્વામી અલખ ગીરીજી મહારાજનું આજે વહેલી સવારે 84 વર્ષની વયે નિધન થતાં સમગ્ર અન્યાયો અને ગાયત્રી પરિવારમાં શોકનું મોજુ.
નર્મદા જયંતીના પ્રેરક અલખગીરી મહારાજ છેલ્લા 24 વર્ષથી ધામધૂમથી મા નર્મદા જયંતિની ઉજવણી કરી રહ્યા હતા. જેમાં 108 નૌકા વિહાર 1008 માતાજીને ચુંદડી અર્પણ, દૂધ અભિષેક સહિત વિવિધ કાર્યક્રમો કરી સંત સંમેલન સહિતના વિવિધ કાર્યક્રમો કરી માં નર્મદાજીની જયંતિ ભવ્ય થી ભવ્ય રીતે ઉજવણી છેલ્લા 24 વર્ષથી જેવો કરી રહ્યા હતા.નર્મદા જયંતિ ઉજવણી કરવાનું તેઓનું એક જ લક્ષ હતું કે સમગ્ર ભારતના લોકો ક્યારે પાણી વગર તરસ્યા ના રહે. પશુ પંખી પણ ક્યારે પાણી વગર તરસાના રહે અને ભારતનો ખેડૂત સદા માં નર્મદાના નીરથી તેઓની ખેતી પકવતા રહે. તેવા હેતુથી છેલ્લા 24 વર્ષથી જેવો માં નર્મદાજીની નર્મદા જયંતીની ઉજવણી કરી રહ્યા હતા.
અલખગીરીજી મહારાજ દ્વારા ભારત તથા ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ તેઓ દ્વારા આશ્રમની સ્થાપના કરાઈ છે. ગુજરાતમાં કાસોદ ભરૂચ, વડોદરા, સાવલી, કનોડા, સીમડી, ખંભાત અને યુએસમાં, મીલેશિયન શ્રેણીમાં જેઓએ આમ 8 આશ્રમોની સ્થાપના કરી છે. બાવાજી રામ મહારાજ તથા સુરજબાના કુખે સદગુરુ ખોડારામજી મહારાજના આશીર્વાદથી અલખગીરીજી મહારાજનું પ્રાગટ્ય આનંદ જિલ્લામાં કાસોદ ગામ કાસોદ મુકામે થયો. માત્ર સાત 7 વર્ષનીજ ઉંમરે 750 કૃષ્ણ ભજનની રચના કરી ત્યાર બાદ ગિરનાર સ્થિત કમાન્ડલ કુંડના સ્થાપક મહંત સદગુરુ અમૃત ગીરીજી મહારાજના તેવો માત્ર 8 વર્ષની ઉંમરે શિષ્ય બન્યા. તેઓના આદેશથી આઠ વર્ષની ઉંમરે કૈલાસ સ્થિત માનસરોવર મુકામે મા ગાયત્રીના અગોર તપસ્યાના અંતે માતાજીના સંસ્કાર કર્યો નંદવરસ શ્રી સર્વેશ્વરાનંદ બાબા દ્વારા અલગ ગીરીજીની પદવી પ્રાપ્ત કરી.