રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના લખપતથી શરૂ થયેલી બાઇક રેલી આજે સોમવારે ભરૂચ જિલ્લામાં પ્રવેશી હતી. જ્યાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે રાજ્યના પોલીસ જવાનો દ્વારા લખપતથી કેવડીયા સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બાઇક રેલીમાં 25 બાઈક સવાર સાથે કુલ 75 પોલીસ કર્મીઓ જોડાયા છે. આ રેલી આજે સોમવારે ભરૂચના પાલેજ ખાતેથી પ્રવેશી હતી. જ્યાં તેનું સ્વાગત કાર્ય બાદ ભરૂચ શહેરમાં આવી પહોંચી હતી. ઝાડેશ્વર ખાતે સાઈ બાબાના મંદિર ખાતે ભવ્ય સ્વાગત બાદ આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. જ્યાં પોલીસ જવાનોઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલીમાં જોડાયેલા જવાનો દ્વારા સ્ટેચ્યૂ પાર્ક ખાતે પણ તમામ પ્રતિમાઓને ફૂલહાર કરી સુતરની આંટી પહેરાવી હતી.
પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે એક સંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં નાયબ દંડક દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ઇન્ચાર્જ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરી ભાજપના જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઇન્ચાર્જ પોલીસ વડા વિકાસ સુંડા, કમાન્ડન્ટ હેતલ પટેલ, ડી.વાયા.એસ.પી. એમ.પી.ભોજાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ આ રેલી અંકલેશ્વર ખાતે રવાના થઇ હતી.
[breaking-news]
Date: