The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 241

5 નવેમ્બરથી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ સર્વિસ શરૂ

હજીરા-ઘોઘા રો રો પેક્સ શરૂ થયા બાદ 7 મહિના પછી મુંબઇ મેડેન 5 નવેમ્બરથી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ કરી રહી છે. જેમાં બિયર, વ્હિસ્કી, વાઇન અને વોડકા સહિતના લિકર પણ મળશે. ક્રૂઝમાં કસિનો, નાઇટ ક્લબ , રેસ્ટોરન્ટ અને હોટલ જેવી પણ સુવિધા હશે. મુંબઇ મેડેનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, 31 માર્ચ, 2020થી આ ક્રૂઝ શરૂ થઈ હતી. પણ એપ્રિલથી કોરોના વધતા બંધ કરાઈ હતી. સુરત-દીવના VIP લોન્જના 3000, પ્રિમિયન સિંગલ-કેબિનના 5000 પ્રિમિયમ ડબલ કેબિનના 7000 છે. હજીરા-દીવ-હજીરાનું વિઆઇપી લોન્ચનું 6000, પ્રિમિયમ સિંગલનું 8500, ડબલનું 12,000 છે.

મુંબઈમાં એનસીબીની ક્રૂઝ પર રેઇડ બાદ મુંબઇ મેડેને સૂચના જાહેર કરી છે કે ડ્રગ્સ જેવા પદાર્થ સાથે કોઇ પકડાશે તો ક્રૂઝની સિક્યુરિટી તેને પકડીને પોલીસને હવાલે કરશે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ક્રૂઝના ફેરમાં પણ વધારો કરાયો

ક્રૂઝ પહેલા હાલ
હજીરા-દીવ 900 1200
હજીરા-દીવ-સુરત 1700 2400
હજીરા-હાઇ સી-હજીરા 900 1000
દીવ-હાઇ સી-દીવ 900 1000
​​​​​​​

ભરૂચમાં ડ્રાઈવરની હત્યા કરી પી.ટી.ઈ પાઉડર ભરેલી ટ્રક લઈ હત્યારા ફરાર

ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર રોડની સાઈટમાં કાંસમાં ચાદર ઓઢાડેલો મૃતદેહ રવિવારે મળી આવ્યો હતો. આ મૃતદેહ દહેજથી સેલવાસ પી.ટી.ઈ પાઉડરની ડીલીવરી કરવા નીકળેલા ટ્રકના ડ્રાઈવર મુકેશ યાદવનો હતો. તેની ટ્રક કીમ પાસેથી મળી આવી હતી. જેની કેબીનમાં લોહીના ડાઘા અને ટ્રકમાં રાખેલો પાઉડર ગાયબ છે. જેથી નબીપુર પોલીસે લૂંટ વીથ મર્ડરનો ગુનો દાખલ કર્યો છે. મુકેશ સાથે જ ટ્રકમાં નીકળેલા બે શખ્સો સંપર્કથી દુર છે. તેમનો કોઈ પતો ન હોવાથી ઘટનાને આ બે શખ્સોએ જ અંજામ આપ્યો હોવાની શંકા સેવાઈ રહી છે.

લૂંટ વિથ મર્ડરના આ ચકચારી બનાવ અંગે મૃતક મુકેશ યાદવનાં ભત્રીજા નવલ કિશોર યાદવે ફરીયાદ નોંધાવી છે. બંને કાકા-ભત્રીજા મૂળ બિહારના રહેવાસી અને હાલમાં સુરત હજીરામાં આવેલી એમ.આર.શાહ લોજીસ્ટીક ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરતાં હતાં. નવલના કહ્યા મુજબ 27મી તારીખે તેના કાકાનો ફોન આવ્યો હતો કે, તે દહેજથી જી.જે 12 ઝેડ 3365 લઈને રાત્રે દોઢ વાગ્યે સેલવાસ જવા રવાના થયા છે.બીજા દિવસે સવારે જ્યારે તેણે કાકાને ફોન કર્યો તો તેમણે ઉપાડ્યો નહીં. પછી સતત ફોન કરવા છતાં વાત થઈ નહોતી. બપોરે સુપરવાઈઝરે કહ્યુ કે તારા કાકા અને તેમની સાથે નીકળેલા નુરૂલહોદા ઉસ્માનહોદા અને અબ્દુલ અજીજ નુરઆલજી ત્રણેયના ફોન બંધ આવે છે અને ગાડી હજુ સુધી સેલવાસ પહોંચી નથી. જેથી અમે અમારા કાકાની શોધખોળ ચાલુ કરી હતી.29 ઓક્ટોબરે આ ટ્રક કીમ પાસેથી મળી આવ્યો હતો. જેની કેબીનમાં લોહીના નિશાન હતા અને ગાડીમાં રહેલો પી.ટી.ઈ પાઉડરનો જથ્થો ગાયબ હતો. જેથી કોઈ અઘટીત ઘટના બની હોવાનું સ્પષ્ટ થઈ ગયુ હતું. ત્યારપછી સુરતથી -ભરૂચ વચ્ચે હાઈવેની બંને સાઈટ પર તપાસ કરી હતી. આ દરમિયાન રવિવારે નેશનલ હાઈવે નંબર 48 ભરૂચ નજીક વગુસણા ગામના પાટિયા પાસે ગુરૂદ્વારાની સામે રોડની સાઈટમાં કાંસમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. જેને ચાદર ઓઢાડેલી હતી અને મૃતદેહ વિકૃત હાલમાં હતો. જે મારા મામાનો જ હતો. જેથી અમે આ અંગેની ફરિયાદ નજીકના નબીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

નબીપુર પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે. મુકેશ સાથે ટ્રકમાં બેઠેલા બંને શખ્સો ગાયબ છે. ટ્રકમાં પાઉડરના જથ્થાની બિલ્ટી પણ નથી, બંનેનો સંપર્ક થઈ શકતો નથી. જેથી લૂંટ અને હત્યા આ બંને એ જ કરી હોવાની પ્રબળ સંભાવના છે. જેથી પોલીસે બંને સામે ખુન અને લૂંટનો ગુનો દાખલ કરી બનેને પકડવાની કવાયત હાથ ધરી છે.આ કેસની તપાસ કરતાં નબીપૂર પોલીસ મથકના પોલીસ સબ ઈન્સપેક્ટ જે.એમ.જાડેજાએ જણાવ્યુ હતું કે, આ પી.ટી.ઈ પાઉડર કાપડ બનાવવા માટે ઉપયોગમાં લેવાઈ છે. ટ્રકમાં 25 લાખની કિંમતનો પાઉડરનો જથ્થો છે. હત્યારાઓ સેલવાસ રહે છે. મૃતક અને હત્યારાઓ એક જ ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરે છે. જો કે, મૃતકને આ કંપનીમાં 7-8 વર્ષ થઈ ગયા છે. જ્યારે હત્યારાઓ નવા નવા લાગ્યા હતાં. બંને ઉત્તર પ્રદેશના છે. બંને ને પકડી પાડવા ટીમ બનાવી છે.

ભરૂચ: પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના અને NFS યોજનાના લાભાર્થીઓને કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો

આઝાદીનો અમૃત મહોત્સવ ” અંતર્ગત અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ૧૪૬ જન્મ જ્યંતી પ્રસંગે જન આરોગ્ય યોજના ” પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત ” યોજના અને NFS યોજનાના લાભાર્થીઓને કાર્ડ વિતરણનો કાર્યક્રમ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ભરૂચના સિધ્ધિ વિનાયક મંદિર, મકતમપુર ખાતે યોજાયેલ નગરપાલિકાના વોર્ડ નંબરઃ ૬ના લાભાર્થીઓ માટે રાખવામાં આવેલ કાર્યક્રમમાં ૨૫૧ લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરાયું હતું.
આ વેળાએ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મડજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીના ઉપલક્ષમાં જણાવ્યું હતું કે, સરદાર સાહેબે દેશને આઝાદી મળ્યા પછી દેશના ૫૬૨ રજવાડાઓને એક કરીને દેશમાં એકતાની મિશાલ સ્થા પી હતી જેના પરિણામે સમગ્ર વિશ્વમાં આજે ભારત દેશની આટલી મજબૂત લોકશાહી જીવંત રહી છે. તેમણે ગુજરાત રાજયમાં પણ છેવાડાના માનવીને તેમના લાભો તેમના સુધી પહોંચે તે માટે રાજય સરકાર કટિબધ્ધા હોવાનું જણાવ્યું હતું. આ વેળાએ નગરપાલિકાના પ્રમુખ અમીતભાઇ ચાવડા, નગરપાલિકાના વોર્ડના સદસ્યો, નગરજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

ભરૂચ: વિવિધ સંગઠનો દ્વારા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની ઉજવાઇ જન્મ જયંતિ

અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની ઉજવણી અંતર્ગત સરદાર પટેલ ગ્રુપ દ્વારા ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ પાછળ આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.ત્યારબાદ સેવાશ્રમ હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું, સરદાર પટેલના જન્મ જ્યંતી ની ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં સરદારના રાષ્ટ્રભકત ચાહકોએ હાજર રહી લોહપુરુષ સરદાર વલ્લભાઈ પટેલને નમન કર્યા હતા.
આજરોજ ભરૂચના સમસ્ત પાટીદાર સમાજ ,ઝાડેશ્વર ગ્રુપ દ્વારા સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે ભરૂચના સોનેરી મહેલ ,સ્ટેચ્યુ પાકૅ ,સેવાશ્રમમાં આવેલ સરદાર પટેલની પ્રતિમાને ફુલ-હાર પહેરાવીને સરદાર પટેલ અમર રહો ના નારાલગાવીને સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કયૉ હતા, આ પ્રસંગે ઝાડેશ્ચરના આગેવાન કૌશિક પટેલ,એસ.પી.જી ગ્રુપ,તથા ખોડલધામની યુવા ટીમ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ અને ઈન્દિરા ગાંધીને પુષ્પાંજલી અર્પણ કરાઇ

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને ઈન્દિરા ગાંધીની પુણ્યતિથી નીમીત્તે પુષ્પાજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
ભારતાના શિલ્પી સ્વ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ તેમજ એકતા અને અખંડિતતા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ ઈન્દીરા ગાંધીની પુર્ણય તીથી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણાના અધ્યક્ષ સ્થાને યોજાવામાં આવ્યો હતો.જેમાં સ્વ સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ ઈન્દીરા ગાંધીની છબીને કોંગ્રેસી કાર્યકરો દ્વારા સુતરની આંટી તેમજ પૂષ્પ માળા અર્પણ કરી એમના કાર્યોને યાદ કર્યા હતા.
આ પ્રસંગે અરવિંદ દોરાવાલા,શહેર પ્રમુખ વિકી શોખી ,વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા સહિત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.

એકતા અને અખંડિતતાના શપથ ગ્રહણ કરાવવા સાથે ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાએ સંભાળ્યો ચાર્જ

ભરૂચ જિલ્લા નવનિયુક્ત કલેકટર તરીકે તુષાર સુમેરાએ શનિવારે પદગ્રહણ કરવા સાથે જ જિલ્લાના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રીય એકતા તેમજ અખંડિતતાના શપથ લેવડાવ્યા હતા. 31 ઓક્ટોબર સરદાર જ્યંતી રાષ્ટ્રીય એકતા દિવસના ઉપલક્ષમાં સમહર્તાના અધ્યક્ષ સ્થાને એકતા શપથનો કાર્યક્રમ યોજાયો હતો.

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત ભરૂચ કલેકટર કચેરી ખાતે અધિકારી – કર્મચારીઓ શપથ લઇ કટિબધ્ધ થયા હતા. રાષ્ટ્રની એકતા , અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા અંગેના શપથ લીધા હતા. નવનિયુકત કલેકટરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ ખાતે નવ નિયુકત કલેકટર તરીકે તુષાર સુમેરાની નિમણૂંક થતાં તેઓએ પોતાનો ચાર્જ આજ રોજ સંભાળી લીધો છે. 2012 ની બેચના ડાયરેકટ IAS તરીકે નિમણૂંક થતાં આસીસ્ટન્ટ કલેકટર- મોરબી , ડીડીઓ નવસારી , રીજીયનલ કમિશ્નર , મ્યુનિસિપાલિટી- ભાવનગર , મ્યુનિસિપલ કમિશ્નર જુનાગઢ અને છેલ્લે કલેકટર- બોટાદ તરીકે પોતાની ફરજો બજાવી હતી.
ચાર્જ સંભાળતાની સાથે જ રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી નિમિત્તે એકતા શપથ કાર્યક્રમનું આયોજન કલેકટર કચેરી ભરૂચના સભાખંડમાં નવનિયુકત કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યું હતું. એક ભારત- શ્રેષ્ઠ ભારતના સ્વપ્નદ્રષ્ટા લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ 31 ઓકટોબરે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
જેના અનુસંધાને કલેકટર કચેરી સભાખંડમાં રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં અધિકારી- કર્મચારીઓ ધ્વારા રાષ્ટ્રની એકતા , અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા , દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા , દેશ માટે પોતાનું યોગદાન આપવાના શપથ લીધા હતા. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકતા શપથ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ , પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ સહિત કલેકટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં આવેલા સરકારી કચેરીઓમાં અધિકારી કર્મચારીઓ ધ્વારા એકતા શપથ લેવામાં આવ્યા હતા.

ભરૂચના ગૂગલ બોય તરીકે જાણીતા અનય સિંગે 7 વર્ષમાં બનાવ્યા 5 વર્લ્ડ રેકોર્ડ

ભરૂચમાં રહેતા સાત વર્ષના બાળક અનય સિંગે ખૂબ જ નાની ઉમરમાં અનેક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી પ્રવીણ સિંગ અને તેમના પત્ની ચારૂલતા સિંગ વ્યવસાય અર્થે ઘણા વર્ષોથી ભરૂચમાં સ્થાયો થયા છે. તેઓ ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલ નર્મદા બંગ્લોઝ ખાતે રહે છે. પ્રવીણ સિંગ ખાનગી કંપનીમાં નોકરી કરે છે તેમનો 7 વર્ષીય બાળક અનય સિંગ કમાલની યાદ શક્તિ ધરાવે છે.
અનયને બાળપણથી જ નાની નાની વસ્તુઓ જાણવાનો શોખ હતો આ શોખ અંગે તેના પિતા પ્રવીણ સિંગને જાણ થયા બાદ તેમણે તેમણે સામાન્ય જ્ઞાન આપવાનું શરૂ કર્યું. બાદમાં તેઓને ખબર પડી હતી કે અનય અન્ય બાળકો કરતા કઈક અલગ જ યાદશકિત ધરાવે છે. અનય સિંગ જનરલ નોલેજના સવાલોના જવાબ સેકંડોમાં જ આપે છે. અનય સિંગે પહેલો વર્લ્ડ રેકોર્ડ સાડા ત્રણ વર્ષની વયે નોધાવ્યો હતો જેમાં તે ૪૭ સેકંડમાં ભારત દેશના રાજ્યો અને તેના કેપિટલનાં નામ બોલી ગયો હતો.
અનય સિંગે માત્ર 7 વર્ષની વયે 5 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. જે અંગેની માહિતી આપવા ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી. જેમાં માતા પિતાએ અનયની સિધ્ધિ વર્ણવી હતી. આ પ્રસંગે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ગૂગલ બોય અનયનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને તે ભવિષ્યમાં આ રીતે જ પ્રગતિ કરે એવી શુભકામના પાઠવવામાં આવી હતી.

ભરૂચ:તાડીયા વિસ્તારમાંથી રૂપિયા ૫ લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે તાડીયા વિસ્તારમાં એક બોલેરો પીકઅપ તથા ફરાસખાનાના ગોડાઉનમાં વેચાણ કરવાના ઇરાદે વિદેશી દારૂનો જથ્થો સંતાડાયેલ છે.
જેથી ભરૂચ એલ.સી.બી.ની એક ટીમે બાતમી આધારે ભરૂચ શહેરમાં આવેલ તાડીયા વિસ્તારમાં છાપામારી કરતા બોલેરો પીક-અપ નં. MH-15- GV- 2355 માંથી તથા ફરાસખાના ગોડાઉનમાંથી વિદેશી દારૂ, સહીત કુલ મુદ્દામાલ કિં.રૂ. ૮.૬૯,૩૦૦/- સાથે પરેશભાઇ જયંતીભાઇ મીસ્ત્રી રહે.તાડીયા ભાથીજી મંદીર પાસે તા.જી.ભરૂચને ઝડપી પાડયો હતો.
ભરૂચ એલ.સી.બી.ની એક ટીમે વિદેશી દારૂ બોટલ નંગ-૩૫૭૬ કિં.રૂ. ૫,૬૫,૮૦૦/-,મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ. ૩૫૦૦/-,એક બોલેરો પીક-અપ જેનો રજી નં.MH-15- GV- 2355 કિં.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૮,૬૯,૩૦૦/-લ નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ આરોપી પરેશ જયંતી મીસ્ત્રીની અટક કરી તેની સામે કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે ભરૂચ શહેર “બી” ડીવીઝન પોલીસ મથકે સોંપ્યો હતો.કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે ભરૂચ શહેર “બી” ડીવી. પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.

વાગરા: ચાંચવેલ ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની અનાવરણવિધિ સંપન્ન

ઓ.એન.જી.સી-અંકલેશ્વર એસેટ તથા ઓલ ઈન્ડિયા એસસી/એસટી ઓમ્પ્લોઈઝ વેલ્ફેર એસોસીએસનના ઉપક્રમે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની CPF ગંધાર – ચાંચવેલ ખાતે મહિલા, બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજયકક્ષાના મંત્રી મનીષાબેન વકીલના વરદ હસ્તે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની અનાવરણવિધિ સંપન્ન થઇ હતી.
આ વેળાએ એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે, પ્રેસિડન્ટ અંજલિ ગોખલે, જનરલ સેક્રેટરી સીડબલ્યુસી રોહિતકુમાર એમ. પટેલ તેમજ ઓ.એન.જી.સી એસેટના ઉચ્ચ અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા.
આ વેળાએ યોજાયેલા કાર્યક્રમનું દિપ પ્રજજવલન કરી રાજયકક્ષાનામંત્રી મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે રાષ્ટ્રનિર્માણ માટે બાબાસાહેબ આંબેડકરનું યોગદાન અવિસ્મરણીય છે. બાબાસાહેબે શ્રમિકોનું શોષણ થતું અટકે એ માટે માનવીય અધિકારથી આઠ કલાક કામ કરવાનો હક મળે એ માટે અથાગ પ્રયાસો કર્યા હતા. વિવાહિતા મહિલાના પણ પિતાની સંપતિમાં પૂત્ર સમાન હક મળવો જોઇએ એ અંગે પણ જનજાગૃતિ લાવ્યા હતા. બાબાસાહેબ માત્ર દલિતોના નેતા નહિ પરંતુ જનનેતા હતા. વિશ્વ માનવ હતા. તેમના વ્યકિતત્વને સીમિત ક્ષેત્રોમાં ન જોતાં ભવિષ્યની પેઢીઓના વિચારોને ઉન્નત કરવામાં પ્રેરણા મેળવવી જોઇએ એમ તેમણે ભારપૂર્વક કહયું હતું.
મંત્રી મનીષાબેન વધુમાં જણાવ્યું હતું કે ઓ.એન.જી.સીમાં અનેકવિધ રાજયોમાંથી આવેલા ભિન્ન ભિન્ન સંસ્કૃતિના કર્મચારીઓથી વિવિધતામાં એકતા જોવા મળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ બાબાસાહેબના રાષ્ટ્રનિર્માણ અને જનકલ્યાણના વિચારોને મૂર્તિમંત કરવામાં મૂલ્યવાન કાર્ય કરી રહયા છે. લોકકાર્યોમાં રાજય અને કેન્દ્ર સરકારે બાબાસાહેબના લોકહિત અને સમાનતાના વિચારોથી પ્રેરિત થઇને ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ, નર્મદામૈયાના પાણીને રાજયભરમાં પહોંચાડવું જેવા અનેકવિધ યોજનાકીય કામો સાકાર થયાં છે તેમ જણાવ્યું હતું.
મંત્રી મનીષાબેન વકીલના વરદહસ્તે શ્રધ્ધા નિકેતન સંસ્થાના ટેનરોને સીવણ મશીન, નાહિયેર પ્રાથમિક શાળાના બાળકોને કીટ તેમજ બાબાસાહેબની પ્રતિમા બનાવના એજન્સીને એસોસિએસન તરફથી ચેક એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા.
આ વેળા અન્ય મહાનુભાવો ધ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઓ.એન.જી.સી એસેટના ઉચ્ચ અધિકારીગણ, અન્ય અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

નેત્રંગ : કેલ્વીકુવા સીમના ખેતરના ભોયરામાં સંતાડાયેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

નેત્રંગ પોલીસ પેટ્રોલિંગમા હતી દરમિયાન બાતમી મળેલ કે કેલીકુવા ગામનો લીસ્ટેડ બુટલેગર શૈલેષભાઇ અમરસીંગભાઇ વસાવાએ કેલ્વીકુવા ગામની સીમમાં આવેલ તેના ખેતરમાં પાકી ઓરડી બનાવેલ છે અને ઓરડીની પાછળનાં ભાગે એક અંન્ડર ગ્રાઉન્ડ ભોયરામાં વિદેશી દારૂનો જથ્થો સાંતાડેલ છે.
જે બાતમી આધારે નેત્રંગ પોલીસ ટીમે છાપો મારી તપાસ કરતા અંન્ડર ગ્રાઉન્ડ ભોયરામાં સંતાડાયેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી ૪૭૦ બોટલો તથા બીયર ટીન નાંગ-૯૬ મળી કુલ ૫૬૬ નંગ બોટલ કીંમત રૂપિયા ૬૩,૮૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જયારે આ ગુનામાં પોલીસે આરોપી શૈલેષ અમરસીંગ વસાવા રહે.કેલ્વીકુવા, નવીવસાહત, તા.નેત્રંગને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.

error: Content is protected !!