શુક્લતીર્થ શ્રીમાળી બ્રાહમણ સમાજ સમસ્ત કારોબારી દ્વારા સરપંચ શ્રીમતિ મંજુલાબેન ચંદુભાઈ વસાવાનું સમસ્ત ગામ શુકલતીર્થ અને ભરૂચ જિલ્લાનું કોરાના કાળ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી બદલ અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રીમાળી બ્રાહમણ સમાજ વડોદરાના પ્રમુખ દુષ્યંત ઓઝા અને મંત્રી વિજયભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, શુકલતીર્થ – ભરૂચ જિલ્લાનું અહોભાગ્ય છે કે, સરપંચ શ્રીમતિ મંજુલાબેન ચંદુભાઈ વસાવાએ સમસ્ત ગામ શુકલતીર્થ અને ભરૂચ જિલ્લાનું કોરાના કાળ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી ગુજરાત સરકારની સુચના પ્રમાણે કરીને પ્રશસ્તિ બહુમાન મુખ્યમંત્રી દ્વારા મેળવ્યું છે. તે બદલ બરકાલ -શુક્લતીર્થ શ્રીમાળી બ્રાહમણ સમાજ તેમજ સમસ્ત કારોબારી દ્વારા હર્ષોલ્લસાથી એમનું અભિવાદન કરીએ છીએ.
સરપંચ શ્રીમતિ મંજુલાબેન ચંદુભાઈ વસાવાનું સંસ્કારી અને ચેતા ભેખધારી પરીવારનું યોગદાન શુકલતીર્થ માટે અનન્ય રહયું છે. તે અમે ન બિરદાવીએ તો નગુણા કહેવાઈએ. સ્વ.શ્રી ચંદુભાઈ વસાવા દેશપ્રેમી હતા અને અમે સૌ એમની શહાદતને બિરદાવીએ છીએ. શુક્લતીર્થ આપનું આ રૂણ અવશ્ય સ્વીકારે છે. પ્રભુ આપને વધુ સક્ષમતા અર્પે એવી ભાવના પ્રગટ કરી હતી.
આ અભિવાદનમાં કમલેશભાઈ જયંતીલાલ ઘ્યાની શુકલતીર્થ અને દત્તુભાઈ ઓઝા, બરકાલ આપની સેવાની ખૂબ પ્રસંસા કરી અને તેમને ભાવિ સુખાકારી અને સેવા કૃપા પ્રાપ્ત થાય તેવી કામના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here