•૩ દિવસથી હતો ઘરેથી ગાયબ
•અગમ્ય કારણોસર કરી આત્મહત્યા
અંકલેશ્વરના ગડખોલ ખાતે રાજપીપળા રોડ પર આવેલ વસંત વિહાર સોસાયટીમાં રહેતા એક ૨૨ વર્ષીય યુવાને કોઇ અગમ્ય કારણોસર નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેવાની ઘટનાના પગલે ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વરના ગડખોલ ખાતે રાજપીપળા રોડ પરની વસંત વિહાર સોસાયટીમાં પરિવાર સાથે રહેતા ૨૨ વર્ષીય મોહિત ચંન્દ્રશેખર કારપી છેલ્લા ૩ દિવસથી ઘરેથી કોઇ કારણોસર ગાયબ હતો. જે અંગે પરિવારે અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી મોહિતની શોધખોળ આરંભી હતી. આજે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે આવેલ કોવિડ સ્મશાન તરફના કિનારે એક પાણીમાં તરતી લાશ મળી હતી. જેના કપડા અને નીશાનના આધારે આ લાસ મોહિતની હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાની જાણ અંકલેશ્વર શહેર પોલીસને થતાં પોલીસે મૃતક મોહિતની લાશને પી.એમ. અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આશસ્પદ યુવાન મોહિતે હાલમાં જ એનવાયરમેન્ટ એન્જીનયરીંગ પૂર્ણ કરી બરોડા ખાતે એમ.ટેક કરવા એડીમીશન લીધું હતું. તેણે કયા કારણોસર આત્મહત્યા કરી તે કારણ હજુ અકબંધ રહેતા અંકલેશ્વર પંથકમાં અનેક તર્ક વિતર્કો સર્જાવા પામ્યા છે.