The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 209

ભરૂચ : રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ બે દિવસ સુધી રહેશે હડતાળ પર

દેશભરમાં બેંક કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ સુધી હડતાળની જાહેરાત કરી છે. ત્યારે ભરૂચ જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાયા હતા. જેને લઈ સવારથી જિલ્લાની બેંકો બંધ રહી હતી. બેંક બહાર પોસ્ટર અને નોટિસ બોડ પર બે દિવસ બેંકો બંધ છે તેવા બોડ પણ લગાવાયા હતા.

સરકાર દ્વારા બેંકોના ખાનગીકરણનો ખરડો લાવવા જઇ રહી છે, તેના વિરોધમાં બેંક કર્મચારીઓની આજથી 2 દિવસીય દેશવ્યાપી હડતાળમાં ભરૂચ જિલ્લા સહિત ગુજરાતની તમામ રાષ્ટ્રીયકૃત બેંકોની 256 થી વધુ શાખાઓના 2800થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. જેને લઈ ભરૂચ, અંકલેશ્વર, વાલિયા સહિત તાલુકાની રાષ્ટ્રીયકૃત બેંક બહાર પોસ્ટર અને નોટિસ બોડ પર બે દિવસ બેંકો બંધ રહશે તેવા બોડ લગાવવામાં આવ્યાં હતા. બેંકના કર્મચારીઓ બેંકના ખાનગીકરણના મુદ્દે કામગીરીથી અલિપ્ત રહી બેંકોમાં હડતાળ પાળી હતી. બેંકની તમામ યુનિયાનો એક સાથે હડતાળ ઉપર ઉતરતા બેંકના ગ્રાહકોના બેંકના કામો અટવાયા હતા. બેંકના ગ્રાહકોને ધક્કો પડ્યો હતો.જોકે હડતાળના કારણે બે દિવસ બેંકોનું કામકાજ બંધ રહેવાથી ભરૂચ જિલ્લામાં કરોડો રૂપિયાના ટ્રાંજેક્સન પણ અટવાશે.

અંકલેશ્વર: પોદાર જમ્બો સ્કૂલના વિદ્યાર્થીઓએ જવાનોનું સન્માન કર્યું

વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર પોદાર જમ્બો સ્કૂલ, યુકેસ પ્રિ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર આવેલી સી.આઈ.એસ.એફ કેમ્પ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં સ્કૂલના બાળકો અને શિક્ષકો દ્વારા સી.આઈ. એસ.એફ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ચિત્રો જવાનોને આપી તેઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય તેમજ બાળકો અને સી.આઈ.એસ.એફના કમાન્ડન્ટ સહિત જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ : પ્રી-વાઈબ્રન્ટ ગુજરાત સમીટ ૨૦૨૧ નેશનલ કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ કાર્યક્રમની કરાઇ ઉજવણી

ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કૃષિ પ્રિ – વાઇબ્રન્ટ સમિત યોજવામાં આવી છે. જેના ઉપક્રમે આજે નેશનલ ફાર્મિંગ અંગેના નેશનલ કોન્કલેવનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વરચ્યુલ ઉપસ્થિતિમાં આણંદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રિ-વાયબ્રન્ટ હેઠળ નેશનલ ફાર્મિંગ અંગેના નેશનલ કોન્કલેવ અંતર્ગત ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ વેળાએ જિલ્લા કલેકટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, નગરપાલિકાના પ્રમુખ અમિતભાઇ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોની આવકમાં વધારો કરવા અને તેમના વિકાસ થકી જ સમાજના દરેક વર્ગનો વિકાસ જોડાયેલો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી પદના કાર્યક્રમ દરમિયાન રાજ્યના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે રાજ્યભરમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવીને ખેતીક્ષેત્રે આમુલ પરિવર્તન આવ્યું છે. તેમણે ખેડૂતોને ખેત ઉત્પાદનમાં બિનજરૂરી ખાતરો, દવાઓ, બિયારણોનો વધુ પડતો ઉપયોગ ટાળીને પ્રાકૃત્તિક ખેત પદ્ધતિ અપનાવવાનો અનુરોધ કર્યો હતો.

આ કોન્કલેવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વરચ્યુલી દેશના તમામ ખેડૂતોને સંબોધન કર્યું હતું અને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું તથા માન.રાજ્યપાલ, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી તથા રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતમાં રાજ્યકક્ષાનું કાર્યક્રમ યોજાયો હતો અને પ્રાકૃત્તિક ખેતી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રવિણ રાંકે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી અને પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદા વિશે ઉપસ્થિત ખેડૂતોને માહિતગાર કર્યા હતી. જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં ખેતીવાડી ખાતાના વિવિધ વિભાગના અધિકારીગણ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ: કાંકરીયા ગામે ધર્મ પરિવર્તનના મુદ્દે વધુ ૬ આરોપીઓની થઈ ધરપકડ

આમોદ પોલીસ સ્ટેશનમાં કાંકરીયા ગામમાં આદિવાસી સમાજના લોકોનું લોભ અને લાલય આપી ધર્માતરણ કરી દેવાયું હોવાની પોલીસ કરિયાદ નોંધાઇ હતી.

આ મામલામાં પોલીસે અગાઉ 4 આરોપીઓ અબ્દુલ અજીજ પટેલ (અજીતભાઇ છગનભાઇ વસાવા),યુસુફભાઇ જીવણભાઇ પટેલ (મહેન્દ્રભાઇ જીવણભાઇ વસાવા),ઐયુબ બરકત પટેલ (રમણભાઇ બરકતભાઇ વસાવા),ઇબ્રાહીમ પુના પટેલ (જીતુભાઇ પુનાભાઇ વસાવા) તમામ રહે-કાંકરીયા, તા.આમોદ, જિ.ભરૂચ. ની ધરપકડ કરી હતી.

જે આરોપીઓની વધુ પુછપરછ દરમિયાન આ મામલે વધુ ૬ આરોપીઓના નામો ખુલતા પોલીસે આ મામલામાં યાકુબ ઈબ્રાહીમ શંકર રહે-પાંજરાપોળ ઓફિસની પાસે માલીનો ટેકરો સમી તા.સમી જિ.પાટણ ,રીઝવાન મહેબુબભાઈ પટેલ રહે-ધનજીશા જીન પાલેજ જિ.ભરૂચ,ઠાકોરભાઈ ગીરધરભાઈ વસાવા રહે-પુરસા નવી નગરીની સામે સીફા રેસીડેન્સી તા.આમોદ જિ.ભરૂચ,સાજીદભાઈ અહમદભાઈ પટેલ રહે-અમીજી સ્ટ્રીટ આછોદ તા.આમોદ જિ.ભરૂચ,યુસુફ વલી હસન પટેલ રહે-બચ્ચોકા ઘર ચાર રસ્તા તા.આમોદ જિ.ભરૂચ,ઐયુબ બસીરભાઈ પટેલ રહે-૧૦,નુરાની સોસાયટી જંબુસર એસ.ટી. ડેપો કાવી રીંગ રોડ તા.જંબુસર જિ.ભરૂચ ની ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડનો આંક કુલ 10 પર પહોંચ્યો છે.

આ ઘર્માંતરણ મામલામાં આરોપીઓ દ્વારા એકત્ર કરેલ અંદાજીત ફંડ રૂ.૧૪,૦૦,૦૦૦/- ની રકમ પૈકીની રૂ.૭,૦૦,૦૦૦/- જેટલી રકમ રીજવાન દ્વારા બહેરીન (વિદેશ) ખાતેના ઈસ્માઈલ નામના ઈસમ પાસેથી બેંક ટુ બેંક રકમ મેળવવામાં આવી છે તથા અન્ય રકમ અલગ-અલગ મુસ્લિમ સંપ્રદાયના નાગરીકો પાસેથી જકાતના ભાગરૂપે મેળવેલી છે.

જેમાં મુખ્ય આરોપી પૈકીના અઝીઝે 14 લાખના ખર્ચે ઇબાદતગાહ બનાવ્યું હતું. આ ઇબાદતગાહ સરકારી પરવાનગી વગર બેહરિન અને સ્થાનિક ફાળા દ્વારા બનાવવામાં આવ્યું હતું. કુલ 14.5 લાખ ૩પિયા મેળવી રકમનો ઉપયોગ ઇબાદ્તગાહ સાથે ધર્માતરણની લાલચ માટે કરાયો હતો. આ તરક જંબુસરની મસ્જિદમાં નમાઝ પઢાવનાર એયુબ નામના શખ્શની ધરપકડ કરવામાં આવી છે.આરોપી દ્વારા લાલય આપી નમાઝ પઢાવવામાં આવતી હતી.

તો વડોદરાના આફમી ચેરીટેબલ ટ્રસ્ટ માંથી ગેરકાયદેસર રકમ મેળવાય હોવાનો ખુલાસો થયો છે. હાલમાં તો પોલીસે પાલેજના રિઝવાન પટેલ, પાટણના સમી તાલુકાના યાકુબ, કોન્ટ્રકટર ઇમરાન, જંબુસરના ઐયુબ પટેલ, આછોદના બૈતુલમાલ ટ્રસ્ટના હોદ્દેદારોમાં બે ટ્રસ્ટીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાલિયામાં સુખનો પ્રસંગ દુ:ખમાં પરિણમ્યો પણ 3 પુત્રીઓએ કરી પિતાની અંતિમ ઇચ્છા પૂર્ણ

•પિતાનું અવસાન થતાં ત્રણવ પુત્રીઓએ મુખાગ્નિ આપી દીકરાની ગરજ સારી હતી.

•નાની દીકરીના લગ્નની સુખની ઘડીએ પિતાનું દુઃખદ અવસાન થયું .

વાલિયા તાલુકાના ગીઝરમ ગામના વતની જશવંતસિંહ માંગરોલાનું લાંબી નાદુરસ્ત તબિયતના કારણે મૃત્યુ થતાં તેની ત્રણ પુત્રીઓએ સ્મશાન વિધિમાં ભાગ લઈ બાપની લાડકી દીકરીઓએ અંતિમ સંસ્કાર વિધિમાં જોડાય મુખાગ્ની આપી પુત્રની ગરજ સારી હતી અને સાથે સમાજમાં એક ઉદાહરણ રૂપ ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.

વાલિયાના જેસપોર હાઈસ્કૂલના નિવૃત આચાર્ય જશવંતસિંહ માંગરોલાને સંતાનમાં ત્રણ દીકરીઓ કોમલ,રોશની અને ડો. શિવાની છે .જેમાં ડો.શિવાનીના લગ્ન બારડોલી નિવાસી ડો.વૈભવસિંહ બળવંતસિંહ પરમાર સાથે તારીખ 14.12.2021 ના રોજ નિર્ધાર્યા હતા. આ સુખનાં પ્રસંગે પિતા જસવંતસિંહની નાંદુરસ્ત તબિયત હોય દીકરી શિવાનીના લગ્નની વિદાય પહેલા પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો હતો પરંતુ પિતાની ઇચ્છા હતી કે મારું મૃત્યુ થાય તો પણ લગ્ન મોકૂફ રાખશો નહીં.
સગાવહાલા અને સ્નેહીઓ મક્કમ મને સવારે દીકરીના લગ્ન ટૂંકમાં આટોપ્યા હતા .ત્યારબાદ લાડલી દીકરી સાસરે ગઈ અને તરત જ પિતાને અગ્નિદાહ આપવા પરત ફરી ત્રણેવ દીકરીઓએ ભેગા થઈ અગ્નિદાહ આપી પિતાને સાચા અર્થમાં શ્રધ્ધાંજલી આપી હતી.આ શિક્ષિત કુટુંબ રાજપૂત સમાજમાં પ્રેરણારૂપ છે. જેમાં એકબાજુ આનંદનો અવસર હતો બીજી બાજુ દુઃખની ઘડી હતી જેનું રાજપૂત સમાજ ગૌરવ અનુભવે છે.

ઉલ્લેખનીય છે કે, વાલીયા તાલુકાના ગીઝરમ ગામના વતની જશવંતસિંહ માંગરોલા જેસપોર નવચેતન હાઇસ્કુલ ખાતે આચાર્ય દસ વર્ષ રહ્યા બાદ નિવૃત્ત થયા હતા ત્યારબાદ નિવૃત્ત જીવન ગાળતા હતા છેલ્લા ઘણા સમયથી તબિયત નાદુરસ્ત હતી જેથી સૌથી નાની દીકરી ડોક્ટર શિવાનીના લગ્ન ત્વરિત લેવામાં આવ્યા હતા લગ્નના દિવસે જ પિતાનું અવસાન થતા કીમ નદીના કિનારે મેરા ગામના સ્મશાન ખાતે ત્રણેય દીકરીઓએ પિતાની અંતિમવિધિમાં રહી મુખાગ્નિ આપી હતી.

•અતુલ પટેલ,ન્યુઝલાઇન, વાલિયા.

સરકારી ભરતીની પરીક્ષાઓમાં પારદર્શીતા જાળવાની અપીલ સાથે ભરૂચ આપ યુથ વિંગ દ્વારા અપાયું આવેદન

ભરૂચ આપ યુથ વિંગના પ્રમુખ અભિલેશ ગોહિલ અને આપ યુથ વિંગના કાર્યકર્તા હોદ્દેદારો દ્વારા આજે જિલ્લા કલેકટરને હેડ કલાર્કની પરીક્ષામાં થયેલ ગેરરીતીના કસુરવારોને સજા તેમજ આગામી પરીક્ષાઓમાં સુચારૂ આયોજન અને પારદર્શીતા જાળવવાની અપીલ સાથે એક આવેદન પાઠવાયું હતું.

ભરૂચ આપ યુથ વિંગ દ્વારા અપાયેલ આવેદનમાં ઉલ્લેખાયું છે કે, ગુજરાત સરકારમાં ખાલી પડલી વિવિધ જગ્યાઓ પર સરકાર દ્વારા સમયાંતરે પરીક્ષાઓ લઈને વિવિધ ભરતીઓ થાય છે. આ પરીક્ષાઓ સાથે ગુજરાતના ૧૦ થી ૧૫ લાખ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો જોડાયેલા છે. ત્યારે આ પરીક્ષામાં પારદર્શકતા જળવાય એ ખુબ જ જરૂરી છે.

તાજેતરમાં તા:- ૧ર/૧૧/ર૧ ના રોજ લેવાયેલ હેડક્લાર્કની પરીક્ષામાં પણ અગાઉની પરીક્ષાની માફક પેપર લીક થયું હતું. હિંમતનગરના એક ફાર્મ હાઉસમાં ૧૬ જેટલા વિદ્યાર્થીઓ અને ત્યાંથી સોશ્યિલ મીડિયા દ્વારા ભાવનગર,વડોદરા,કચ્છ વગેરે સ્થળોએ પરીક્ષાના બે કલાક અગાઉ પેપર પહોંચ્યું હતું. પેપર લીક થવાની આ પરંપરા ગુજરાતના વિદ્યાર્થીઓ સાથ હળાહળ અન્યાય છે. હજારો રૂપિયા કલાસીસમાં બગાડી અને પોતાનો અમૂલ્ય સમય બગાડીને પોતાનું જીવન સજાવવા માટે મથી રહેલા ગાંધીજીના ગજરાતમાં વિદ્યાર્થીઓ દર પરીક્ષા વખતે એક માનસિક આઘાત અનુભવે છે. આ એક પ્રકાર ની હીંસા જ છે.

હિંમતનગરમાં બનેલી આ ઘટનાની આધારો સાથે રજૂઆત કરવામાં આવી છે. ત્યારે દોષીતો સામે કાર્યવાહી થાય અને અન્ય આવા લોકોને બોધપાઠ મળે તેવી રીતે સરકાર દ્વારા આવા લાકા સામે કાર્યવાહી થાય, દોષીતોને પરીક્ષામાંથી બાકાત કરવામાં આવે અને આ કૌભાંડ સાથે સંકળાયેલા દરેક લોકોની સામે યોગ્ય કાર્યવાહી કરાય તેમજ ભવિષ્યમાં લેવાનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની ગોપીનીયતા જળવાય તેવા પ્રકારે આયોજન થાય તેવું ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે.

તાજેતરની પેપર લિકની ઘટનાને જો ગંભીરતાથી નહીં લવાય અને વિધાર્થીઓને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયમાં વિધાર્થીઓએ તેયારી છોડી મેદાનમાં આવવાની ફરજ પડશે. જેની નોંધ લઇ આને સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓની વેદના સમજી હાલની ઘટના પર અને ભવિષ્યની પરીક્ષોઓને લઈને યોગ્ય કરવા જણાવાયું હતું.સાથે જો તેમ નહીં કરાય તો આપ યુથ વિંગ વિદ્યાર્થીઓને પડખે રહી જરૂર પડ્યે ઉગ્ર આંદોલન પણ કરશેની ચીમકી પણ ઉચ્ચારાઇ હતી.

અંકલેશ્વર બાદ ભરૂચ અને નેત્રંગમાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા

•વર્લી મટકાના અડ્ડા પર દરોડા પાડી 1.10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

•19000 રોકડા, મોબાઈલ ફોન અને 50 લાખનો વધારાનો મુદ્દામાલ ₹ 1.10 રિક્ષા કબજે કરી હતી.

અંકલેશ્વર શહેરમાં સ્ટેટ વિજીલન્સ દ્વારા વરલી મટકા અડ્ડા પર પાડેલા દરોડામાં 4 જુગારીઓ ઝડપાયા હતા જ્યારે મહિલા સંચાલક સહિત 4 અન્ય લોકો ફરાર થઈ ગયા હતા. પોલીસે રૂ. 19,000 રોકડા, પાંચ મોબાઇલ અને એક રિક્ષા મળી રૂ. 1.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

નેત્રંગ બાદ હવે સ્ટેટ વિજીલન્સની ટીમ અંકલેશ્વર ખાતે હતી. અંકલેશ્વર શહેરની મધ્યમાં આવેલી નવીનગરી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વરલી મટકાના આંક ફરક જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. વિશાલ ઠાકોર વસાવા, ચિરાગ ફુલસિંહ વસાવા, અબ્બાસ ગફાર શેખ અને ઈશ્વર બલરામ નાયક પોલીસના હાથે રંગે હાથે ઝડપાઈ ગયા હતા.

પોલીસે રૂ. 19,630 રોકડા, રૂ. 66,000ની કિંમતના પાંચ મોબાઇલ, રૂ. 25,000ની કિંમતની એક રિક્ષા અને રૂ. 1,10,784ની કિંમતની સ્લીપ બુક, એક બોલપોઇન્ટ પેન અને અન્ય સાધનો જપ્ત કર્યા હતા. પોલીસના દરોડા દરમિયાન ભાગેડુ સંચાલક ભારતી જયંતિ વસાવા સહિત પિયુ વસાવા, સુનીતા વસાવા અને મંગુ ગોવર્ધન વસાવાને વોન્ટેડ જાહેર કરાયા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલના ઉપેન્દ્રસિંહે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા શહેર પોલીસે તપાસ શરૂ કરી હતી.

ભરૂચ જિલ્લાને એપી સેન્ટર બનાવીને સ્ટેટ મોનિટરિંગ સેલની વિજિલન્સ ટીમ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં વિવિધ સ્થળોએ દારૂ અને જુગારના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. જે સ્થાનિક પોલીસ સામે સવાલો ઉભા કરે છે.

ભરૂચ: વમલેશ્વર ગામે ૨૦૦૦ જેટલા પરિક્રમાવાસીઓ ઉમટતાં સર્જાઈ સમસ્યા

નર્મદા નદીની પરિક્રમા હાલ મધ્યકાલે છે. ત્યારે છેલ્લા 5 દિવસથી ચર્ચામાં આવેલ નર્મદા પરિક્રમા પુનઃ એકવાર ચર્ચામાં આવી છે. દશેરાથી વિશ્વની એક માત્ર નદી એવી માં નર્મદાની પરિક્રમા શરૂ થાય છે. જે નિરંતર ચાર મહિના ચાલતી હોય છે. પરંપરા અનુસાર માટે પગપાળા થતી આ પરિક્રમા હવે આધુનિક બની છે. હવે પરિક્રમા વાસી ઓ બસ, મોટર કાર, બાઇક સાઇકલ લઇ ને પણ પરિક્રમા કરી રહ્યા છે.

ગત 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઇ યાત્રા સ્થગિત કરી હતી. જે બાદ બે દિવસ ભારે ધુમ્મસને કારણે હોડી ઘાટ બંધ રહ્યો હતો. આ 5 દિવસ બંધ રહેલા હોડી ઘાટની અસર જોવા મળી રહી છે. વમલેશ્વર ખાતે પરિક્રમાવાસીઓનો જમાવડો થયો છે. ખુદ કલેક્ટર દ્વારા દરમિયાનગીરી કરી વધુ હોડી અને પરિક્રમા વાસીઓ માટે રહેવા માટે મંડપ, ભોજન સહિતની વ્યવસ્થા કરવી પડી હતી.

વમલેશ્વર ખાતે અત્યાર સુધી માત્ર 3 હોડીની વ્યવસ્થા હતી. અચાનક છેલ્લા 5 દિવસથી સંખ્યા 10 ઘણી વધી જતા સમસ્યા ઉદભવી છે. જેને લઇ હાંસોટ, ભાડભૂત, તરીયા, ભરૂચ સહિત અનેક સ્થળેથી માછીમારોની નાવડીની મદદ વડે હાલ 28 નાવડી વડે રોજના 1300થી વધુ પરિક્રમાવાસીઓને નદી પાર લઇ જવામાં આવી રહ્યા છે.

અંકલેશ્વર જીઆઇડીસીના સેવાભાવી ઉદ્યોગકારો અને જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેકટર દ્વારા કરાયેલી અપીલને સ્વીકારી છે. અત્યાર સુધી 7 હજાર ની વધુ ફૂડ પેકેટ મોકલવા આવ્યા છે . જેમ જેમ વ્યવસ્થા થાય છે તેમ તેમ પહોંચાડવામાં આવી રહ્યા છે.
નર્મદા પરિક્રમા માટે પગપાળા જેટલા પરિક્રમા વાસી આવી રહ્યા છે તેના થી બમણા બસ, ફોર વ્હીલ, અને અન્ય વાહન લઇ આવી રહ્યા છે. રોજ ની 6 થી વધુ બસ આવી રહી છે. તો 20 થી વધુ અન્ય વાહનો આવાગમન કરી રહ્યા છે.

ભરૂચમાં મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિની કરાઇ ઉજવણી

તારીખ ૧૪-૧૨-૨૦૨૧ ના મંગળવારના રોજ મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિ હોય ભરૂચ પાંજરાપોળ ખાતે ગીતા જયંતિના લક્ષ માં રાખી ભરૂચ ના સંત સ્વામી મુક્તાનંદજી “આધુનિક સમય માં મહાગ્રંથ ગીતા નું મહત્વ ” એ વિષય પર પ્રવચન આપ્યું હતું. સાથે ગૌ પૂજન અને ગૌ સેવા ગૌ દર્શન નો કાર્યક્રમ પણ રખાયો હતો.

આ કાર્યક્રમ માં ભરૂચ પાંજરાપોળ ના મુખ્ય ટ્રસ્ટી બિપીનભાઈ ભટ્ટ,મહેન્દ્ર પંડયા, કૌશિક મહારાજ, નિરંજનભાઈ ભાટિયા, પંડ્યા સાહેબ,હેમંતભાઈ જાદવ અને શ્રીમતી વૈશાલીબેન જાદવ તથા મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.

ભરૂચ : મુન્શી વિદ્યાધામ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ ગ્રામપંચાયત ચૂંટણી-2021 યોજાયો

ભરૂચ જિલ્લામાં તા.19/12/21 ને રવિવારના રોજ કુલ 483 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે.આ ચૂંટણી માં તમામ મતદારો 100% મતદાન કરે એવા પ્રયાસોને ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી તુષારભાઈ ડી.સુમેરાના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મેહતા અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દિવ્યેશ પરમાર દ્વારા મતદાન જાગૃતિ સંદર્ભે તા.14/12/2021 ને મંગળવારના રોજ મુન્શી વિદ્યાધામ ,દહેજ બાય પાસ રોડ ભરૂચ માં શ્રેણીબદ્ધ કાર્યક્રમો જેવા કે રંગોળી,નાટકો અને વિદ્યાર્થી દ્વારા મતદાન જાગૃતિ લક્ષી પ્રવચન આપવામાં આવ્યા હતા.

પ્રોગ્રામની શરૂઆતમાં મુન્શી ટ્રસ્ટના ટ્રસ્ટી યુનુસભાઈએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પુષ્પગુચ્છ થી સૌનું સ્વાગત કર્યું હતું.”સુરક્ષિત મતદાન શુદ્ધ લોકતંત્ર” કોઈ પણ મતદાર મતદાન માં રહી ન જાય એ વાક્યને ચરિતાર્થ કરવાના હેતુથી કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા ના શિક્ષણાધિકારી દ્વારા ભરૂચ જિલ્લાના તમામ મતદારો ને મતદાન કરવા માટે,”મતદાન કરવું એ આપણી સામાજિક જવાબદારી છે” જેથી કોઈ પણ મતદાર રહી ન જાય તે માટે અપીલ કરવામાં આવી.

કાર્યક્રમના અંતમાં DEO દ્વારા જણાવા યુંકે દરેક બાળક પોતાના ગ્રામ માં નિષ્પક્ષ અને 100% મતદાન કરાવે અને આવનાર વર્ષો માં સફળ નેતૃત્વ કરે એવી આશા રાખું છું .પ્રોગ્રામના અંતમાં સીરાજભાઇએ આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં મુન્શી ટ્રસ્ટ ના ટ્રસ્ટી,કારોબારી સભ્યો ,સ્ટાફ અને 200 થી વધુ 18 વર્ષથી વધુની ઉંમરના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

error: Content is protected !!