આમોદ પોલીસ સ્ટેશનમાં કાંકરીયા ગામમાં આદિવાસી સમાજના લોકોનું લોભ અને લાલય આપી ધર્માતરણ કરી દેવાયું હોવાની પોલીસ કરિયાદ નોંધાઇ હતી.
આ મામલામાં પોલીસે અગાઉ 4 આરોપીઓ અબ્દુલ અજીજ પટેલ (અજીતભાઇ છગનભાઇ વસાવા),યુસુફભાઇ જીવણભાઇ પટેલ (મહેન્દ્રભાઇ જીવણભાઇ વસાવા),ઐયુબ બરકત પટેલ (રમણભાઇ બરકતભાઇ વસાવા),ઇબ્રાહીમ પુના પટેલ (જીતુભાઇ પુનાભાઇ વસાવા) તમામ રહે-કાંકરીયા, તા.આમોદ, જિ.ભરૂચ. ની ધરપકડ કરી હતી.
જે આરોપીઓની વધુ પુછપરછ દરમિયાન આ મામલે વધુ ૬ આરોપીઓના નામો ખુલતા પોલીસે આ મામલામાં યાકુબ ઈબ્રાહીમ શંકર રહે-પાંજરાપોળ ઓફિસની પાસે માલીનો ટેકરો સમી તા.સમી જિ.પાટણ ,રીઝવાન મહેબુબભાઈ પટેલ રહે-ધનજીશા જીન પાલેજ જિ.ભરૂચ,ઠાકોરભાઈ ગીરધરભાઈ વસાવા રહે-પુરસા નવી નગરીની સામે સીફા રેસીડેન્સી તા.આમોદ જિ.ભરૂચ,સાજીદભાઈ અહમદભાઈ પટેલ રહે-અમીજી સ્ટ્રીટ આછોદ તા.આમોદ જિ.ભરૂચ,યુસુફ વલી હસન પટેલ રહે-બચ્ચોકા ઘર ચાર રસ્તા તા.આમોદ જિ.ભરૂચ,ઐયુબ બસીરભાઈ પટેલ રહે-૧૦,નુરાની સોસાયટી જંબુસર એસ.ટી. ડેપો કાવી રીંગ રોડ તા.જંબુસર જિ.ભરૂચ ની ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડનો આંક કુલ 10 પર પહોંચ્યો છે.
આ ઘર્માંતરણ મામલામાં આરોપીઓ દ્વારા એકત્ર કરેલ અંદાજીત ફંડ રૂ.૧૪,૦૦,૦૦૦/- ની રકમ પૈકીની રૂ.૭,૦૦,૦૦૦/- જેટલી રકમ રીજવાન દ્વારા બહેરીન (વિદેશ) ખાતેના ઈસ્માઈલ નામના ઈસમ પાસેથી બેંક ટુ બેંક રકમ મેળવવામાં આવી છે તથા અન્ય રકમ અલગ-અલગ મુસ્લિમ સંપ્રદાયના નાગરીકો પાસેથી જકાતના ભાગરૂપે મેળવેલી છે.
જેમાં મુખ્ય આરોપી પૈકીના અઝીઝે 14 લાખના ખર્ચે ઇબાદતગાહ બનાવ્યું હતું. આ ઇબાદતગાહ સરકારી પરવાનગી વગર બેહરિન અને સ્થાનિક ફાળા દ્વારા બનાવવામાં આવ્યું હતું. કુલ 14.5 લાખ ૩પિયા મેળવી રકમનો ઉપયોગ ઇબાદ્તગાહ સાથે ધર્માતરણની લાલચ માટે કરાયો હતો. આ તરક જંબુસરની મસ્જિદમાં નમાઝ પઢાવનાર એયુબ નામના શખ્શની ધરપકડ કરવામાં આવી છે.આરોપી દ્વારા લાલય આપી નમાઝ પઢાવવામાં આવતી હતી.
તો વડોદરાના આફમી ચેરીટેબલ ટ્રસ્ટ માંથી ગેરકાયદેસર રકમ મેળવાય હોવાનો ખુલાસો થયો છે. હાલમાં તો પોલીસે પાલેજના રિઝવાન પટેલ, પાટણના સમી તાલુકાના યાકુબ, કોન્ટ્રકટર ઇમરાન, જંબુસરના ઐયુબ પટેલ, આછોદના બૈતુલમાલ ટ્રસ્ટના હોદ્દેદારોમાં બે ટ્રસ્ટીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.