નર્મદા નદીની પરિક્રમા હાલ મધ્યકાલે છે. ત્યારે છેલ્લા 5 દિવસથી ચર્ચામાં આવેલ નર્મદા પરિક્રમા પુનઃ એકવાર ચર્ચામાં આવી છે. દશેરાથી વિશ્વની એક માત્ર નદી એવી માં નર્મદાની પરિક્રમા શરૂ થાય છે. જે નિરંતર ચાર મહિના ચાલતી હોય છે. પરંપરા અનુસાર માટે પગપાળા થતી આ પરિક્રમા હવે આધુનિક બની છે. હવે પરિક્રમા વાસી ઓ બસ, મોટર કાર, બાઇક સાઇકલ લઇ ને પણ પરિક્રમા કરી રહ્યા છે.
ગત 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઇ યાત્રા સ્થગિત કરી હતી. જે બાદ બે દિવસ ભારે ધુમ્મસને કારણે હોડી ઘાટ બંધ રહ્યો હતો. આ 5 દિવસ બંધ રહેલા હોડી ઘાટની અસર જોવા મળી રહી છે. વમલેશ્વર ખાતે પરિક્રમાવાસીઓનો જમાવડો થયો છે. ખુદ કલેક્ટર દ્વારા દરમિયાનગીરી કરી વધુ હોડી અને પરિક્રમા વાસીઓ માટે રહેવા માટે મંડપ, ભોજન સહિતની વ્યવસ્થા કરવી પડી હતી.
વમલેશ્વર ખાતે અત્યાર સુધી માત્ર 3 હોડીની વ્યવસ્થા હતી. અચાનક છેલ્લા 5 દિવસથી સંખ્યા 10 ઘણી વધી જતા સમસ્યા ઉદભવી છે. જેને લઇ હાંસોટ, ભાડભૂત, તરીયા, ભરૂચ સહિત અનેક સ્થળેથી માછીમારોની નાવડીની મદદ વડે હાલ 28 નાવડી વડે રોજના 1300થી વધુ પરિક્રમાવાસીઓને નદી પાર લઇ જવામાં આવી રહ્યા છે.
અંકલેશ્વર જીઆઇડીસીના સેવાભાવી ઉદ્યોગકારો અને જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેકટર દ્વારા કરાયેલી અપીલને સ્વીકારી છે. અત્યાર સુધી 7 હજાર ની વધુ ફૂડ પેકેટ મોકલવા આવ્યા છે . જેમ જેમ વ્યવસ્થા થાય છે તેમ તેમ પહોંચાડવામાં આવી રહ્યા છે.
નર્મદા પરિક્રમા માટે પગપાળા જેટલા પરિક્રમા વાસી આવી રહ્યા છે તેના થી બમણા બસ, ફોર વ્હીલ, અને અન્ય વાહન લઇ આવી રહ્યા છે. રોજ ની 6 થી વધુ બસ આવી રહી છે. તો 20 થી વધુ અન્ય વાહનો આવાગમન કરી રહ્યા છે.