સુરતના રહેવાસી રિટાયર્ડ ડી.વાય.એસ.પી જે.એમ.પટેલે પૌત્રીમાં સંસ્કારનું સિંચન થાય અને તે પણ તેમની જેમ સમાજ સેવા થકી નામ ઉજગર કરે એ ઉમદા હેતુસર ડી.વાય. એસ.પી. જે.એમ.પટેલ તેમના ધર્મપત્નિ, અને દીકરા ડૉ. ધવલ પટેલ તેમજ દિશા પટેલની લાડકવાયી દીકરી શ્રીવા પટેલના જન્મદિવસના દિને હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં અભ્યાસ કરતાં તમામ બાળકોને વોટરબેગ અને ચોકલેટની ભેટ આપી એક ઉમદા સમાજસેવા કરી બાળકોનાં ચેહરા પર સ્મિત પ્રસરાવ્યું હતું.

આ પ્રસંગે સાહોલ શાળાના આચાર્ય પારસબેન પટેલ, શિક્ષકગણ નિલેશકુમાર સોલંકી, તેજસકુમાર પટેલ,નિતેશકુમાર ટંડેલ, ઈલાવ ગામના તલાટી નિકુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં અને સમાજસેવા કરનાર પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here