ભરૂચ અંકલેશ્વર રોડ ઉપર ગડખોલ પાટીયા અને આર.એમ.પી સ્કુલ વચ્ચે આજે સવારે અંકલેશ્વર તરફ જતી બાઇકને પુરઝડપે આવતી એસ.ટી. બસના ચાલકે પાછળથી ટક્કર મારતા બાઇક પર નોકરીએ જતા ૨ ઇસમો ઘાયલ થયા હતા.
આજે સવારે 9.30 ની આસપાસ ભરૂચ અંકલેશ્વર રોડ ઉપર આર.એમ.પી સ્કૂલ અને ગડખોલ પાટીયા વચ્ચે એક એસ.ટી. બસના ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક સવાર અશ્વિન હરિશંકર શ્રીગૌડ ઉ.43 રહે.એકતા નગર મામલતદાર કચેરી પાસે,ભરૂચ અને સંજય દીલીપભાઇ રાણા ઉ.35 રહે. શ્રીરામ નગર,ભરૂચ.ને ગંભીર ઇજાઓ થતા તેમને ખીલખીલાટ એમ્બ્યુલન્સમાં સિવિલ લવાયા હતા.અક્સ્માત સર્જી એસ.ટી. બસ ચાલક બસ લઈ ભાગી છુટ્યો હતો. આ અંગે ભરૂચ સિવિલ હોસ્પીટલમાંથી વર્ધી જતા અંકલેશ્વર શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.