The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 195

ઝઘડીયાના આમલઝર ગામના ખેતરમાંથી ૧૦ ફુટ લાંબો અજગર ઝડપાયો

  • ઝઘડીયા વનવિભાગના માર્ગદર્શન હેઠળ સેવ અનિમલની ટીમે અજગરને ઝડપી લીધો

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના આમલઝર ગામના ખેતરમાંથી અંદાજે ૧૦ ફુટ લાંબો અને અંદાજે ૨૫ કીલો વજન ધરાવતો અજગર ઝડપાયો હતો ઝઘડીયા વનવિભાગના માર્ગદર્શન હેઠળ સેવ અનિમલની ટીમના સભ્યોએ અજગરને સલામત રીતે ઝડપી પાડી ઝઘડીયા વનવિભાગને સુપરત કર્યો હતો સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના આમલઝર ગામે એક ખેતરમાં અજગરે દેખા દેતા ગામના જાગૃત નાગરીકે ઝઘડીયા વનવિભાગને જાણ કરી હતી.

ઝઘડીયા વનવિભાગના આર.એફ.ઓ.મિનાબેને તાત્કાલિક સેવ એનિમલ ટીમના સભ્યોને માર્ગદર્શન આપી અજગરને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી ઝઘડીયા વનવિભાગની ટીમ તેમજ રાજપારડીના સેવ એનિમલ ટીમના રવિન્દ્ર વસાવા તેમના સહયોગી આકાશ વસાવા અને નરેન્દ્ર વસાવા સાથે ઘટના સ્થળે પહોચ્યા હતા અને અજગરને સલામત રીતે પકડી પાડ્યો હતો ઝડપાયેલ અજગર અંદાજે ૧૦ ફુટ લાંબો અને ૨૫ કીલો વજન ધરાવતો હોવાનુ પ્રાથમિક અનુમાન લગાવાય રહ્યુછે.ઝઘડીયા વનવિભાગ દ્વારા ઝડપાયેલ અજગરને વન્ય વિસ્તારમાં ખોરાક પાણી મળી રહે તેવા વિસ્તારમાં સલામત રીતે મુક્ત કરવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.

  • ફારૂક ખત્રી,ન્યુઝલાઇન, રાજપારડી

 

ભરૂચ : બાળકો દ્વારા તરછોડાયેલ વૃધ્ધ મહિલાને આશીર્વાદ માનવ મંદિરમાં સ્થાન અપાવતું સખી વન સ્ટોપ સેન્ટર

તા.૧૮/૦૧/૨૦૨૨ ના રોજ “૧૮૧” મહિલા હેલ્પલાઇન દ્વારા રાત્રે ઝાડેશ્વર ચોકડીથી અરજદાર બહેનને રેસ્ક્યુ કર્યા બાદ જીલ્લા મહિલા અને બાળ અધિકારી અને જીલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષક અધિકારી ના માગૅદશૅન હેઠળ તેમજ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા સંચાલિત  “સખી” વન સ્ટોપ સેન્ટર, ભરૂચને રિફર કરતાં બહેનનું OSC ની ટીમ દ્વારા વારંવાર કાઉન્સેલિંગ કરતાં બહેને પોતે U.P. ના ફતેપુરા ના હોવાનું જણાવતા હતા.તેથી ફતેપુરા OSC નો સંપકૅ કરીને બહેનના વાલી વારસ વિશે તપાસ કરાવેલ પરંતુ ત્યાંથી કોઈ માહિતી મળેલ નહીં. તેથી સદર કેસમાં OSC ની ટીમ દ્વારા બહેન બાબતે A – ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ.

 

ત્યારબાદ મહિલા અને બાળ અધિકાર શ્રીમતિ હસીનાબેનના માગૅદશૅનથી તથા સેવા યજ્ઞ સમિતિની મદદથી કેન્દ્ર સંચાલક શ્રીમતી જાહ્નવીબેન અને મલ્ટી પરપઝ વકૅર શ્રીમતી પ્રિયંકાબેન દ્વારા બહેનને માનવ સેવા ટ્રસ્ટ, સુરત ખાતે આશ્રય તથા વધુ સારસંભાળ માટે રિફર કરેલ. સેન્ટર દ્વારા મહિલાને તબીબી સહાય, પરામર્શ, વિડીયો કોન્ફરન્સ, અને આશ્રય સેવા આપવામાં પણ આવી હતી.

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે રાષ્ટ્રિય મતદાતા દિવસની ભવ્ય ઉજવણી કરાઇ

ભારતની આઝાદીના ૭૫ વષ પૂર્ણ થતા દેશ પ્રત્યેની મહત્વકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા  દેશવાસીઓનાં આઝાદીનાં બલીદાનને ઉજાગર કરવા “આઝાદીકા અમૃત મહોત્સવ” પુરા વર્ષ દરમ્યાન ઉજવવાનું સુચવેલ સૂચનને ધ્યાનમાં રાખી આ સંસ્થા દ્વારા યોજેલ ૨૭ કાર્યક્રમો બાદ આજરોજ રાષ્ટ્રિય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી.

સમાજનાં જનસમુદાયમાં મતદાન આપણો અધિકાર છે. સમાજનાં દરેક મતદાન લાયક મહિલા, પુરૂષોએ અવશ્ય મતદાન કરવું જોઇએ તેવો અભિગમ દાખવવાની નેમ સાથે આજે મતદાતા દિવસની ઉજવણી જે.એસ.એસના મધ્યસ્થ ખંડ ખાતે કરવામાં આવી હતી.

કાર્યક્રમની શુભ શરૂઆત જે.એસ.એસની તાલીમાર્થી બહેનો દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી.ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત સ્ટાફગણ દ્વારા કરવામાં આવ્યું. સ્વાગત પ્રવચન આપતા નિયામક ઝયનુલ સૈયદે આ સંસ્થામાં ચાલતી કૌશલ્ય લક્ષી તાલીમ દ્વારા થનાર પ્લેસમેન્ટ ધ્વારા સામાન્ય લોકોને લાભાન્વીત કરવામાં આવે છે.

“ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ સુગમ અને સહભાગી બનાવીએ” એ થીમ સાથે ગીતાબેન સોલંકી, ક્રિષ્ણાબેન કઠોલીયા, શિતલબેન ભરૂચા દ્વારા કવીઝ કોમ્પીટીશન રાખવામાં આવી, જેમાં સાચો જવાબ રજુ કરનાર સ્પધકોને ઇનામ અર્પણ કરાયા હતા. ત્યારબાદ અચૂક મતદાન અંગે સૌ હાજર જનોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. સ્થાનીક કાર્યક્રમ પૂણ થયા બાદ ગુજરાત નિવાંચન આયોગ ગાંધીનગર દ્વારા આયોજીત વરચ્યુઅલ કાયક્રમનું જીવંત પ્રસારણ રજુ કરેલ તે નિહાળી બુથ કક્ષાએ, જિલ્લાકક્ષાએ અને રાજય કક્ષાએ મતદારોની શું શું ફરજો અને અધિકારો છે. તેની જાણકારી મેળવી હતી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં ચૂંટણી પ્રક્રિયાની સમજ વરચ્યુઅલ ઓનલાઇન જીવંત પ્રસારણ થકી પ્રાપ્ત કરી હતી. ભારત સરકારનાં મુખ્ય નિવાચન અધિકારી શુશીલ ચંન્દ્રા દ્વારા જે વકતવ્ય આપ્યુ તેને સાંભળી ધન્યતા અનુભવી હતી. તેમજ રાજય ચૂંટણી કમિશ્નર સંજય પ્રસાદ તથા રાજય મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ આનંદ ધ્વારા રાજયનાં એવોર્ડ વિજેતા ચૂંટણી અધિકારીઓ અને બુથ લેવલ અધિકારીઓનાં નામોની ઘોષણા કરવામાં આવી હતી.અંતે જેએસએસનાં નિયામક દ્વારા સૌનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન હેતલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

અંક્લેશ્વર :ધાડ/લુંટ ના ગુનામા છેલ્લા છ માસથી નાસતા-ફરતો આરોપી ઝડપાયો

  • ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનું સફળ ઓપરેશન

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લાના નાસતા-ફરતા આરોપીઓ ઝડપી પાડવા અસરકારક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામા આવેલ.

દરમ્યાન તા-૨૪/૦૧/૨૦૨૨ ના રોજ ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી ની ટીમ અંક્લેશ્વર વિસ્તારમા પટ્રોલીંગમા હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, અંક્લેશ્વરના ધાડ તથા લુંટના ગુનામા સંડોવાયેલ એક આરોપી પ્રવિણભાઇ મનહરભાઇ વસાવા છેલ્લા છ માસથી પકડાયેલ નથી અને નાસતો-ફરતો છે જેની ધરપકડ કરવા નામદાર અંક્લેશ્વર કોર્ટ તરફથી વોરંટ ઇસ્યુ કરવામા આવેલ

આરોપી પ્રવિણભાઇ મનહરભાઇ વસાવા નાસતો-ફરતો આરોપી મુલદ ચોકડી ખાતે હોવાની મળેલ હકીકત આધારે એલ.સી.બી ટીમે વોચમા રહી નાસતા-ફરતા આરોપી પ્રવિણભાઇ મનહરભાઇ વસાવા રહે- મુલદ નવી વસાહત તા-ઝઘડીયા જી-ભરૂચ ને મુલદ ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ પુછપરછ અર્થે અંક્લેશ્વર ખાતે લઇ આવી ખાત્રી કરી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે હસ્તગત કરી અંક્લેશ્વર શહેર પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.

નેત્રંગ : ફોકડી ગ્રુપ ગ્રામ પંચાયતના માજી મહિલા સરપંચે ધાબળા વિતરણ કર્યા

નેત્રંગ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા ગરીબ આદિવાસી દર્દીઓ માટે ફોકડી ગુપ ગ્રામપંચાયત ના માજી મહિલા સરપંચે ધાબળા નુ દાન કરતા હોસ્પિટલ પરીવાર સહિત દર્દીઓમા આનંદ ની લાગણી ફરી વળી છે.

નેત્રંગ રાજપારડી રોડ આવેલ ઉડી ગામ મા રહેતા ઉર્મિલાબેન દલુભાઇ વસાવા કે જેઓ ફોકડી ગુપ ગ્રામપંચાયત ના માજી સરપંચ તરીકે સેવા આપી છે.ઉર્મિલાબેન વસાવા નેત્રંગ પંથક મા એક આદિવાસી સમાજ ના  અગ્રણી સામાજીક કાર્યકર હોઇ. કોરોના કાળ દરમ્યાન તેઓ થકી ગ્રામ્ય વિસ્તારો મા અનાજ ની કીટ નુ વિતરણ કરવામા આવેલ તેમજ આદિવાસી વિધવા મહિલાઓને સાડીઓનુ વિતરણ કરવામા આવ્યુ છે. તાલુકા ની કેટલીક શાળાઓમા બાળકો માટે પુસ્તકો નોટોનુ પણ વિતરણ કરવામા આવ્યુ છે. તાજેતર મા પોલીસ ભરતી મા આદિવાસી બાળકો ને મફત ટેનીગ આપવા કલાસ શરૂ કયો હતો. ત્યારે નેત્રંગ રેફરલ હોસ્પિટલ મા સારવાર લેવા આવતા ગરીબ દર્દીઓ માટે શીયાળાની કાતિલ ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે તેઓ થકી ૫૦ નંગ ગરમ ધાબળા આપવામા આવતા રેફરલ હોસ્પિટલ પરીવાર સહિત દર્દીઓ મા આનંદ ની લાગણી ફરી વળી છે.

  • દિવ્યાંગ મિસ્ત્રી.ન્યુઝલાઇન,નેત્રંગ

ભરૂચ કલેક્ટર કચેરી ખાતે વર્ચ્યુઅલ માધ્યમથી રાષ્ટ્રીય મતદાતા દિવસ – ૨૦૨૨ની જિલ્લાકક્ષાની ઉજવણી કરાઈ

ભરૂચ કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ભોગાયતા, પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિની ઉપસ્થિતિમાં “ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ”ની થીમ પર રાષ્ટ્રીય મતદાતા દિવસ – ૨૦૨૨ ની વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લાકક્ષાની ઉજવણી કરાઈ હતી.

ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમ બાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, ભારતની લોકશાહી દેશના તમામ નાગરિકો માટે ગર્વ લેવા જેવી બાબત છે. લોકશાહીને મજબૂત અને સુદ્રઢ બનાવીએ એ આપણી ફરજ છે. મતદાર એ લોકશાહીને મજબૂત બનાવવા માટેનો પાયો છે તેમ જણાવી ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય તેવા તમામ યુવા નાગરિકો મતદાર યાદીમાં નોંધણી કરાવી મતદાન માટે લાયક બને તેમ જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, મતદારોએ લોભ લાલચથી દુર રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મજબૂત રાષ્ટ્રના નિર્માણ કરવા સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. તેમણે જિલ્લામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા.

પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિએ, રાષ્ટ્રીય મતદાતા ઉજવણીનો ઉદ્દેશ સમજાવ્યો હતો. તેમણે બારમા રાષ્ટ્રીય મતદાતા દિવસમાં “ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ સુગમ અને સહભાગી બનાવીએ”ને અનુરૂપ ભારતીય ચૂંટણીપંચનો મહત્વપૂર્ણ હેતુ સાકાર કરવાની દિશામાં સૌને કટિબધ્ધ બનવા જણાવ્યું હતું. પ્રારંભમાં નાયબ ચૂંટણી અધિકારી ભોગાયતાએ સ્વાગત પ્રવચનમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની રૂપરેખા આપી જિલ્લાની ચૂંટણી મતદાર નોંધણી કામગીરી અંગેની વિગતો આપી હતી. અંતમા આભારવિધિ ચૂંટણીશાખાના મામલતદારે કરી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરના હસ્તે શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ, શ્રેષ્ઠ મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે એચ.ડી.બિલડીયા – મામલતદાર અંકલેશ્વર અને શ્રેષ્ઠ નાયબ મામલતદાર(મતદાર યાદી) તરીકે જીગર વી. વસાવા, શ્રેષ્ઠ બી.એલ.ઓ. સુપરવાઈઝર મયુદીન જી. ડેરીવાલા, મકસૂદ અલી ખોટા, છગનભાઈ મયુરભાઈ બોરીછા, શ્રેષ્ઠ બી.એલ.ઓ. તરીકે નરેન્દ્રભાઈ એસ. વસાવા, સિરાજ અહમદ ઈસા પટેલ, મલેક મહીયુદીન મોહમ્મદ તથા શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડર તરીકે સાલેહા ઈલ્યાસ પટેલ(જે.પી.સાયન્સ એન્ડ આર્ટસ કોલેજ), દિગ્વીજયસિંહ એન. કોસાડા(દીપ જ્યોતિ ઓફ કોમર્સ), જૈમિની જીતેન્દ્રભાઈ સુરતી(સરકારી એન્જીનિયરીંગ કોલેજ)ને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ વેળાએ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરા સહિત ઉપસ્થિત સૌ કોઈએ રાષ્ટ્રીય મતદાતા દિવસના સામૂહિક સંકલ્પ લીધા હતા. આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા

ભરૂચ : પ્રેમીએ બે બાળકોની માતાને ગર્ભવતી બનાવી તરછોડી દેતા ભરૂચ 181 મહિલા અભિયમ આવી મદદે

ભરૂચના એક ગામના બે બાળકોની માતાને એક યુવાને લગ્નની લાલચ આપી શારીરિક સબંધ રાખ્યા હતા. જે બાદ બે બાળકોની માતા ગર્ભવતી થતા તેને યુવાને તરછોડતા તે મુશ્કેલીમાં મુકાઇ ગઈ હતી.આ પિડિત મહિલાએ અભયમ 181 મહિલા હેલ્પ લાઇનમા કોલ કરી પોતાની વ્યથા રજૂ કરી હતી. જેથી ભરૂચ અભયમ રેસ્ક્યુ ટીમએ બને ને સાથે રાખી અસરકારક કાઉન્સિલિંગ કરતા યુવકે લગ્ન કરવાનું સ્વીકારતા મહીલાને રાહત પહોંચી છે.

આ ઘટનામાં ભરૂચ પાસેના ગામની બે બાળકોની માતાને તેના પતિએ તરછોડી હતી. મહિલા બે બાળકોની જવાબદારી લઇ ભરૂચ ખાતે છેલ્લા ૧૦ વર્ષથી એકલી રહેતી હતી.જ્યાં તેની એક યુવક સાથે મિત્રતા થઈ હતી. સમય જતા યુવકે પ્રેમિકા અને બે બાળકોની માતાની હકિકત જાણી તેના બાળકો સહિત તેને અપનાવશે અને લગ્ન પણ કરશે આમ જણાવતા બંન્નેવ પતિ પત્નીની જેમ રહેતા હતા. બાદમાં પ્રેમિકા મહિલા ગર્ભવતી થતા જ હવે યુવક સાથે રહેતો નથી અને લગ્ન કરવાની પણ ના પાડે છે. જેથી તેણી મુશ્કેલી મા મુકાતા અભ્યમની મદદ માગી હતી.

અભયમ ટીમે તેઓને કાયદાકીય માહિતી આપતા જણાવ્યું હતુ કે, હયાત પતિ હોય તો બીજા લગ્ન ના કરી શકાય આ માટે તમારે કાયદેસર છૂટાછેડા લેવા પડે. આ ઉપરાંત બે બાળકની માતા સાથે અપરણિત યુવક લગ્ન કરવા નહિ પરંતુ શારીરિક સબંધ માટે મિત્રતા કેળવતા હોય આ તમારે ધ્યાનમા રાખવું જોઇએ. મહિલાએ પોતાની ભૂલ કબૂલી હતી અને આવી મુશ્કેલ પરિસ્થિતિ માથી બહાર કાઢવા મદદ માટે વિનંતી કરી હતી.

અભયમ ટીમે યુવક ને જણાવેલ કે લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરવું તે ગુનો બને છે. જેથી તારી સામે કાયદેસર કાર્યવાહી થશે. યુવકે લેખિતમા આ ભૂલ બદલ માફી માગી હતી અને તે મહિલાને અપનાવશે તેવી ખાતરી આપી હતી. આથી મહીલા દ્વારા આગળ કોઈ કાયૅવાહી ના કરવી હોય બંને વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું.

ભરૂચ: ભારત નો સ્વતંત્રતા સંગ્રામ અને સમકાલીન પડકારો વિષયે રસપ્રદ વેબિનાર યોજાયો

  • ભારતીય વિચાર મંચ ગુજરાત દ્વારા થયેલું આયોજન

ભારતીય વિચાર મંચ, ગુજરાત દ્વારા “ભારતનો સ્વાતંત્રતા સંગ્રામ અને સમકાલીન પડકારો” વિષય પર રસપ્રદ વેબીનારનું  આયોજન આજે  કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય વક્તા તરીકે ઓર્ગેનાઈનઝર વિકલીના સંપાદક પ્રફુલ કેતકરે પોતાનું મનનીય વક્તવ્ય આપ્યું હતું.

કેતકરે વક્તવ્યના પ્રારંભે નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી  જન્મજયંતિ “પરાક્રમ દિવસ” પર શ્રદ્ધાંજલી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતે સ્વતંત્રતા સંગ્રામની લડાઈ માં પોતાની ઓળખાણ ગુમાવી નહી.ભારતને રાષ્ટ્રીયતા આપવાનો ખોટો દાવો અંગ્રેજો વર્ષો સુધી કરતા હતા.

ભારત વર્ષો થી એક રાષ્ટ્ર જ હતું. ડાબેરી વિચારધારાના લોકો પણ અંગ્રેજોના સુર માં સુર મિલાવી ભારતને એક રાષ્ટ્ર તરીકે ગણતા ના હતા. કેતકરે જણાવ્યુ હતુ કે ભારતની સ્વતંત્રતા માટેની લડાઈ કોઈ એક રાજકીય પક્ષ દ્વારા લડાઈ રહી હતી તેવી છબી ઉભી કરવામાં આવી હતી જ્યારે આ લડાઈ ભારતના વિભિન્ન સ્થળે, વિભિન્ન લોકો,સમુદાયો દ્વારા પણ લડાઈ રહી હતી.

તેમણે જણાવ્યું કે ભારતની બ્રિટિશ શાસન સામે થયેલી બહુઆયામી સ્વાંત્રતાની લડાઈનો આપણે નવા સમયમાં પુનઃ અભ્યાસ કરવાની આવશ્યકતા છે.અંગ્રેજોએ ભારતના *સ્વ* ને મીટાવવાના અનેક પ્રયાસ કર્યા. ભારતના જનજાતિ સમાજને ભારતના અન્ય સમાજથી અલગ કરવાના અનેક પ્રયાસ કર્યા જેમકે ફોરેસ્ટ એક્ટ લાગુ કર્યો, અનેક હત્યાઓ કરી જનજાતિ સમાજને હાંસિયામાં ધકેલવાનો પ્રયાસ કર્યો જેમાં અંગ્રેજોનો પરાજય થયો.

પ્રફુલ કેતકરના ઉત્કૃષ્ટ વક્તવ્ય બાદ ઝૂમ અને યુ ટ્યુબ ચેનલ પર દેશ વિદેશથી જોડાયેલા પ્રબુદ્ધજનો સાથે વિચાર વિમર્શ થયો હતો.ભારતના સ્વતંત્રતા સંગ્રામ વિશે પૂછાયેલા તમામ પ્રશ્નોનો સમાધાનકારક જવાબો તેમણે આપ્યા હતા.સમગ્ર વેબિનારનું સંચાલન શ્રી જવનિલએ કર્યું હતું.આભારવિધિ ડૉ શિરીષ કાશીકરે કરી હતી.

આ વેબીનારમાં ભારતના અનેક શહેરના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, સામાજિક સંસ્થાના અગ્રણીઓ અને શહેરના  પ્રબુદ્ધજનો બહોળી સંખ્યામાં  ઉપસ્થિત રહ્યા હતા.

દહેજ : પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ દ્વારા જીલ્લામાં દારૂ/જુગારની પ્રવૃતી અટકાવવા તથા આવા દારૂ/ જુગારના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલ સુચના આધારે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.

દરમ્યાન ભરૂચ એલ.સી.બી. ટીમને મળેલ ચોક્કસ બાતમી આધારે દહેજ મરીન પોલીસ સ્ટેશનના ગુનાના કામે છેલ્લા પાંચ માસથી નાસતા ફરતાની યાદીમાં સામેલ આરોપી મહંમદ સમીરભાઈ રણજીતસિંહ રાણા (ગરાસીયા) રહેવાસી. પહાજ ગામ તા.વાગરા જી.ભરૂચને વાગરા તાલુકાના આંકોટ ગામના પાટીયા પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વાગરા પો.સ્ટે.માં સોપવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે આ આરોપી અગાઉ ભરૂચ જીલ્લાના દહેજ, વાગરા તથા નવસારી જીલ્લાના ચીખલી પોલીસ મથકમાં પ્રોહિબીશનના ગુનામાં પકડાયેલ છે.

ઝઘડીયા દારૂની હેરાફેરી ગુનામા છેલ્લા આઠ માસથી નાસતા-ફરતો આરોપી ઝડપાયો

  • ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનું સફળ ઓપરેશન

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિહ ચુડાસમા તરફથી જીલ્લાના નાસતા-ફરતા આરોપીઓ ઝડપી પાડવા અસરકારક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા પ્રયત્નો હાથ ધરવામા આવ્યા છે.

દરમ્યાન તા-૨૪/૦૧/૨૦૨૨ ના રોજ ભરૂચ એલ.સી.બીની ટીમ ઝઘડીયા-રાજપારડી વિસ્તારમા પટ્રોલીંગમા હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, ઝઘડીયા પોલીસ મથકમા ગત તા-૦૪/૦૫/૨૦૨૧ ના રોજ ગેરકાયદેસર રીતે દારૂની હેરા-ફેરી અંગેનો ગુનો નોંધવામાં આવેલ જે ગુનામા સંડોવાયેલ આરોપી અજીત ઉર્ફે લાલો મગનભાઇ વસાવા છેલ્લા આઠ માસથી નાસતો-ફરતો આરોપી રાજપારડી ચોકડી ખાતે હોવાની મળેલ હકીકત આધારે એલ.સી.બી ટીમે વોચમા રહી નાસતા-ફરતા આરોપી અજીત ઉર્ફે લાલો મગનભાઇ વસાવા રહે- જુના માલજીપુરા તા-ઝઘડીયા જી-ભરૂચ ને રાજપારડી ખાતેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી તેને રાજપારડી પોલીસ મથકમા સોંપવામાં આવેલ છે.

error: Content is protected !!