The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 194

ભરૂચ કોવિડ સ્મશાનમાં ૧૦૦ દિવસ બાદ બે મૃતદેહનો કરાયો અગ્નિસંસ્કાર

  • ત્રીજી વેવમાં કોવિડ સ્મશાનમાં 4 ચિતાઓ અત્યાર સુધી સળગી
  • ભરૂચ કોવિડ સ્મશાનમાં શુક્રવારે ૪ કલાકમાં ૧૦૦ દિવસ બાદ બે મૃતદેહો અગ્નિ સંસ્કાર માટે આવ્યા હતા.

હજી પણ ભરૂચ જિલ્લામાં કોરોના વેકસીનનું સુરક્ષા કવચ(રસી) લેવામાં લોકો આનાકાની કરી રહ્યાં છે, ત્યારે ત્રીજી લહેરમાં ૧૦૦ દિવસ બાદ રસી નહિ મુકવનાર બે કોરોના પોઝિટિવ વૃધ્ધોના મૃત્યુ થયાની ઘટના સામે આવી છે.

શુક્રવારે સવારે કોવિડ સ્મશાનમાં સવારે અંકલેશ્વરની જલધારા ચોકડી ખાતે આવેલી રિયલ રેસિડેન્સીમાં રહેતા ૮૪ વર્ષીય સુભાષચંદ્ર અમરનાથ ગોયેલનો મૃતદેહ લવાયો હતો. જેઓ ગત ૧૮ જાન્યુઆરીએ કોરોના સંક્રમિત થયા બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ મૃત્યુ પામ્યા હતા.

કોવિડ સ્મશાનમાં એક ચિતા સળગી રહી હતી ત્યાં જ બપોરે 2 કલાકે અંકલેશ્વરના જ કોસમડી ગામે રેહતા ૭૫ વર્ષીય જમનાબેન ગિરધરભાઈ પરમારનો મૃતદેહ અગ્નિદાહ માટે આવ્યો હતો. જેઓ કોરોના પોઝિટિવ આવતા ૨૬મી એ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.નોંધનીય છે કે, બંનેવ વૃધ્ધોએ કોરોના રસીનો એક પણ ડોઝ લીધો ન હતો. ત્રીજી વેવમાં ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૪ મૃતકોના અગ્નિ સંસ્કાર કોવિડ સ્મશાનમાં કોવીડ પ્રોટોકોલ જાળવીને અગ્નિ સંસ્કાર કરાયા છે.

ભરૂચ: ધંધુકામાં થયેલ હત્યા મામલે કેસ ચલાવી આરોપીઓને ફાંસીની માંગ સાથે એ.એચ.પી સહિતના સંગઠનોએ પાઠવ્યું આવેદન


ધંધુકા માં થયેલ કિશનભાઈ શિવાભાઈ (બોળીયા) ના હત્યારા વિરુદ્ધ ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસચલાવી ગુનેગારોને ત્વરિત પણે ફાંસીની સજા અપાવવાની માં સાથે આજે ભરૂચ આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ, રુદ્રસેના અને બાહુબલી ગ્રુપના કાર્યકર્તાઓ દ્વારા કલેકટરને આવેદન પાઠવાયું હતું.
ગત તારીખ ર૬મીના રોજ અમદાવાદના ધંધુકા તાલુકા માં કિશનભાઈ શિવાભાઈ બોળીયા નામ ના માલધારી સમાજ ના હિન્દૂ યુવકની આતંકી પ્રવુત્તિ ના બે વિધર્મી યુવકો દ્વારા ખુલ્લેઆમ ગોળી મારી ને હત્યા કરવામાં આવી જે ખુબજ દુઃખદ અને અસહ્ય ઘટના છે. આ હત્યાકાંડ થી સમસ્ત હિન્દુ સમાજ માં દુઃખ અને વિધર્મી પ્રત્યે રોષની લાગણી વ્યાપી છે.
આખા દેશ માં ધર્માધો દ્વારા તેઓની ગુન્હાહિત અને જેહાદી પ્રવૃત્તિઓ વધી રહી છે અને અંતે હિન્દુ સમાજ ના લોકો ની હત્યા,લૂંટ,બળાત્કાર જેવા ગુન્હા ઓ દેશભરમાં જોવા મળી રહ્યા છે. ભરૂચ આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ, રુદ્રસેના અને બાહુબલી ગૃપના કાર્યકર્તાઓ ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રીને તથા સરકાર પાસે માંગણી કરી છે કે ધંધુકા માં થયેલ કિશનભાઈ શિવાભાઈ બોળીયા ની હત્યા નો કેસ ફાસ્ટટ્રેક કોર્ટ માં કેસ ચલાવી ગુન્હેગારો ને ત્વરિત ફાંસી ની સજા આપવી દેશ ભર માં એક ઉદાહરણ પૂરું પાડે.

ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ તિરંગા યાત્રાનો જાવલી ગામેથી કર્યો પ્રારંભ

ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ સાગબારાના જાવલી ખાતે નર્મદા અને તાપી વચ્ચે વસવાટ કરતાં આદિવાસી લોકોને નર્મદા અને ઉકાઇ ડેમમાંથી લિફ્ટ કરીને સિંચાઇ પાણી આપવા માટે તિરંગા યાત્રા શરૂ કરી અને સાથે સાથે સાચા આદિવાસીઓને જાગૃત કરવા માટે દેવમોગરા માતાની પૂજા કરી સાથે દેશી પદ્ધતિથી આદિવાસી પરંપરાનું પાલન કર્યું. આ યાત્રા આજે સમગ્ર સગબારાનાં 30 ગામો મા યાત્રા ફરી હતી.

યાત્રાના આરંભે પોતાના વક્તવ્યમાં ધારાસભ્ય મહેશ વસાવા આક્રમક મૂડમાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અમારી બધાની જળ, જંગલ, જમીનની જગ્યા લઈને સરકારે ડેમ બાંધ્યા છે. પરંતુ તેનું પાણી આદિવાસીને મળતું નથી. પાણીનાં કરોડો રૂપિયા સરકાર કમાય છે. પરંતુ જનતાને સિંચાઈ માટે પાણીનું હજુ સુધી વ્યવસ્થા કરી શકી નથી. અમારી પ્રજા ડેમના કિનારે હોવા છતાં પણ પાણીના વિના વિકાસથી વંચિત છે અને જેમને જાગૃત કરવા માટે અને સિંચાઇના પાણી માટેનું આંદોલન ચલાવ્યું હતું.

આ સિવાય તેમણે કહ્યું કે,  ખોટા આદિવાસી દાખલા ના કારણે એકલો આદિવાસી સેંકડો આદિવાસી સમાજના લોકોની નોકરી જાય છે. માટે સિંચાઇ માટે પાણી આપો તેવી માંગ કરી તે સિવાય બીજા એક મુદ્દાઓ પર પણ સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, આદિવાસી સમાજની સંખ્યાબંધ બહેનો નાની ઉંમરમાં વિધવા બને છે. જેનું મુખ્ય કારણ ગુજરાતમાં નકલી દારૂબંધી છે. જેના કારણે લોકો હલકી કક્ષાનો દારૂ પીવાથી આર્થિક શારીરિક અને માનસિક બીમારીથી મૃત્યુ પામે છે અને હજારો બહેનો નાની ઉંમરમાં વિધવા બને છે.

અંકલેશ્વર: 3 સંતાનના પિતાના પ્રેમમાં પડેલી 19 વર્ષની યુવતી અને વિધર્મી પ્રેમીનો મૃતદેહ તળાવમાંથી મળ્યા

  • અંકલેશ્વરના બાકરોલ ગામના તળાવમાં બે દિવસથી ગુમ પ્રેમીઓના હાથ બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યા
  • કોસમડીમાં બ્યુટી પાર્લર ચલાવતા મુસ્લિમ યુવાનના સલૂનમાં હિન્દૂ યુવતી છેલ્લા કેટલાક વર્ષોથી કામ કરતી હતી

અંકલેશ્વર માં મુસ્લિમ જ્ઞાતિના અને ત્રણ સંતાનના પિતા ઉ.વર્ષ. ૩૬ એ પાર્લરમાં કામ કરતી ૧૯ વર્ષીય હિન્દૂ યુવતી સાથે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે.જેમાં સુરત ની માંગરોળ તાલુકાના બોઈન્દરાની યુવતી સાથે વિધર્મી યુવાનનો પ્રેમ સંબંધ હોવાની આશંકા પણ સેવાઈ રહી છે.

જેમાં યુવતી અંકલેશ્વરના કોસમડી ખાતે આવેલ અબ્બાસ અલ્લારખા ખલીફા ના કટ એન્ડ કલ્સ બ્યુટીપાર્લરમાં કામ કરવા આવતી હતી. છેલ્લા દોઢ વર્ષ થી બંન્નેવ સાથે કામ કરતા કરતા પ્રેમ સંબંધ બંધાયો હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે.અંકલેશ્વરના બાકરોલ ગામના તળાવમાંથી બાંધેલી હાલત માં યુવક યુવતીના મૃતદેહ મળ્યા હતા.જેમાં યુવતીના પરિવાર દ્વારા બે દિવસ પૂર્વે જ ગુમ થયા ની ફરિયાદ નોંધાવી હતી.

સુરત જિલ્લા ના માંગરોળ તાલુકાના બોઇદ્રા ગામે રહેતી ૧૯ વર્ષીય મહિમા વિજયભાઈ ગોહિલ અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના ૩૬ વર્ષીય અબ્બાસ અલ્લારખા ખલીફા ના કટ એન્ડ કલ્સ બ્યુટીપાર્લરમાં કામ કરવા આવતી હતી.ગત તારીખ 24 મી જાન્યુઆરી ના રોજ સાંજે ૬ વાગ્યાથી યુવતી પરત ઘરે ન આવતા તેના પિતાએ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરતા તેની જાણવા જોગ ફરિયાદ નોંધાઈ હતી. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે તપાસ કરતા અબ્બાસ અલ્લારખા ખલીફા પણ ગુમ હોવાનું માલુમ પડ્યું હતું .દરમિયાન તારીખ ૨૬ મી જાન્યુ.ના રોજ અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે તળાવમાંથી બન્નેવના હાથ બંધાયેલ હાલત માં મૃતદેહો મળી આવતા ગ્રામજનોએ અંકલેશ્વર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પોલીસે બન્નેવ મૃતદેહો ને પાણી માંથી બહાર કાઢ્યા હતા અને બન્નેવ મૃતદેહો ને પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વર ની ડિસ્પેન્સરી ખાતે ખસેડી આ બનાવ અંગે પ્રાથમિક અકસ્માત મોત નો ગુનો નોંધી તપાસ આરંભી હતી. બને ના મૃતદેહ એકમેજ જોડે હાથ બાંધેલી હાલત માં મળી આવ્યા હતા જે જોતા બંને પ્રેમ સંબંધ માં આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ લગાવી રહી છે.

જો કે આ બાબતે બંનેવ મૃતક ના પરિજનો દ્વારા કોઈજ ફોડ પાડ્યો નથી જેને લઇ પોલીસ પણ આપઘાત પાછળ ખરેખર કારણ પ્રેમ સંબંધ છે કે કેમ તે તપાસ શરૂ કરી હતી. હાલ તો પ્રાથમિક પ્રેમ સંબંધ માં આપઘાત કર્યો હોવાની આશંકા સાથે પોલીસ દ્વારા તપાસ નો દોર શરૂ કર્યો છે. ત્યારે બંનેવ મૃતક ના પરિજનો ના જવાબ આવ્યા બાદ જ આપઘાત પાછળ નું સાચુ કારણ બહાર આવી શકશે.

ભરૂચ : સુંદરમ જવેલર્સની દુકાનમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરનાર ૩ આરોપીને માત્ર ૧.૪૫મીનીટમાં ઝબ્બે કરતી પોલીસ

ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલા શ્રી નિકેતન પ્લાઝા શોપિંગ સેન્ટરમાં સુંદરમ જવેલર્સમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસની ઘટનામાં  આવેલી છે.જ્યાં 3 લૂંટારુઓ ગ્રાહકના માત્ર ૧.૪૫ કલાકમાં જ પોલીસે ૩ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જેમાં લૂટારૂના સ્વાંગમાં ૩ ઇસમો આવ્યા હતા અને તેમના એક હાથમાં થેલી મોઢા ઉપર માસ્ક, જેકેટ, સ્વેટર, ટોપી પહેરીને ૩ લૂંટારું દુકાનમાં પ્રવેશ કરતા જવેલર્સ ગૌરીશંકર ખુરશી ઉપરથી ઉભો થયો હતો.તેણે ટેબલ ઉપર મુકેલો પોતાનો મોબાઈલ પકડી ચેક કરવા જતાં તરત જ એક લૂંટારુંએ પાછળથી ઉભા થઇ જવેલર્સનું મોઢું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ત્રીજા લૂંટારુએ હાથમાં પિસ્તોલ જેવું હથિયાર બહાર કાઢ્યું હતું.

લૂટારૂ પૈકીના એકે જવેલર્સ ગૌરીશંકર કનૈયાલાલ સોનીનું મોઢું દબાવી તેને ટેબલ ઉપર સુવાડી દેવાના પ્રયાસ કરતા જવેલર્સે પ્રતિકાર કરી બુમરાણ મચાવતા ત્રણેવ લૂંટારું પકડાઈ જવાના ભયથી શો રૂમમાંથી બહાર ભાગવા ગયા હતા. જેની પાછળ જવેલર્સ પણ દોડીયો હતો.

ઝાડેશ્વર રોડ ઉપર બહાર શોપિંગ સેન્ટરમાં જવેલર્સની બુમરાણ અને 3 આરોપીની નાસભાગ વચ્ચે જોતજોતામાં ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં જ  પોલીસે સ્થળ ઉપર તત્કાલિક આવી જઇ આ ત્રણ લૂંટારું સાથે જેકેટમાં રહેલા શંકાસ્પદ ચોથા લૂંટારુંને પોલીસે તુલસીધામ નજીક ભીડમાંથી ઝડપી લઈ તેની પૂછપરછ હાથ ધરી છે. જોકે લૂંટના આ પ્રયાસની તમામ ગતિવિધિઓ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ લૂંટની ઘટનાને અંજામ આપવા બિહારથી બે સાગરીતો ૨૧ વર્ષીય ચંદનકુમાર સુભાષ કુશવાહ અને મુકેશ કુમાર સોનીને બોલાવી વાગરાના વડદલા ગામે રૂમ ભાડે અપાવી હતી. લૂંટ માટે ભરૂચના ભોલાવ સ્થિત એસ.ટી. ડેપો પાસેથી રૂ.એક લાખની અપાચી બાઇક ચોરી કરી હતી. જે બાદ ચાઈનીઝ બનાવટની નકલી પિસ્તોલ, ચપ્પુના જોરે લૂંટ કરવા ત્રણેવ ઝાડેશ્વર સુંદરમ જવેલર્સને ત્યાં ગયા હતા.

જોકે હાજર કર્મચારીની સમયસૂચકતા અને બહાદુરીના કારણે લૂંટનો ખેલ ઊંધો પડ્યો હતો. ત્રણેવને ભાગવાનો વારો આવ્યો હતો. આ ઘટનામાં બે જાગૃત લોકોની સતર્કતા અને સી ડિવિઝન પોલીસ, ડી સ્ટાફ સહિતની સમયસૂચકતાથી એક આરોપી સ્થળ નજીકથી જ્યારે એક અંકલેશ્વર રેલવે સ્ટેશન અને ત્રીજો ભરૂચની શ્રવણ ચોકડીથી માત્ર પોણા બે કલાકમાં જ ઝડપાઇ ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા એક આરોપીને વિદેશમાં કોઈ કંપનીમાં તેની નોકરી નક્કી થઈ જતા તેને દહેજની બિરલા ગ્રાસીમ કંપનીમાંથી વર્ષ ૨૦૨૧ માં પ્રોડકશન મેનેજર પદેથી રાજીનામુ આપી દીધું હતું. જેથી તે કંપનીમાં બે મહીનાના નોટિસ પિરિયડ ઉપર હતો અને વિદેશ જવા પ્રયત્નો કરી રહ્યો હતો.

જોકે લોકડાઉનના લીધે મેનેજર તરીકે ફરજ બજાવતો અને ભરૂચમાં હાલ અભ્યોદય હાઇટ્સમાં રહેતો અમનકુમાર કોરોનાને કારણે વિદેશ જઈ શક્યો ન હતો. તે આર્થિક ભીંસમાં આવી જવા સાથે વિદેશ જવા માટે મૂડી ભેગી કરવા માટે ઝાડેશ્વરમાં વાર તહેવારે સોનુ ખરીદવા સુંદરમ જવેલર્સમાં જતો હોય લૂંટનો પ્લાન ઘડી કાઢ્યો હતો.

ભરૂચ જિલ્લા પોલીસની આ કામગીરીની ગુહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ સરાહના કરી છે. આ અંગે ભરૂચ જિલ્લા ASP વિકાસ સુંડાએ પત્રકાર પરિષદ યોજી સી ડિવિઝન સહિત જિલ્લા પોલીસ અને 2 જાગૃત લોકોની કામગીરીને બિરદાવી છે. જેમાં બન્ને જાગૃત નાગરિકનું સન્માન કરવાની પણ ભરૂચ જિલ્લા પોલીસ વડા SP રાજેન્દ્રસિંહ ચુડાસમા એ જાહેરાત કરી છે. ત્રણેય આરોપીઓની ધરપકડ સાથે તેમની પાસેથી 3 મોબાઈલ, ચોરીની બાઇક, ચપ્પુ અને ચાઈનીઝ પિસ્તોલ કબ્જે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.

ભરૂચ : શુકલતીર્થ ગામે બંદુકની અણીએ મહીલા પર થયેલ રેપ વીથ લુંટનો આરોપી ઝડપાયો

  • સુરત જીલ્લાના “મોરથાણા” મુકામેથી આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી તથા નબીપુર પોલીસ

 

ગત તા.૨૦/૦૧/૨૦૨૨ ના રોજ ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે ભોગ બનનાર બહેન અન્ય બે મહીલાઓ સાથે સીમમાં તુવેર વીણવા ગઇ હતી અને તે સમયે આ ૩ મહીલાઓ સામે આરોપીએ ખેતરમાં ગંદા ઇસરા કરતા ત્રણેવ મહીલાઓ ગભરાઇ અને ભાગવા લાગતા આ આરોપીએ ત્રણેવ મહીલાની સામે આવી અને બંદુક જેવુ હથિયાર બતાવ્યું હતું. જેમાં બે મહિલા ભાગી છુટવામાં સફળ રહી હતી.

જ્યારે એક મહીલા સામે બંદુક ટાંકીને તેને ડરાવી ધમકાવીને ભોગ બનનાર મહીલા બહેનનો હાથ પકડી તેને નજીકના શેરડીના ખેતરમાં લઇ જઇ,તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરી અને ભોગ બનનાર મહીલાનો મોબાઇલ ફોન આંચકી લઇ ભાગી છુટ્યો હતો.

જે અંગે નબીપુર પોલીસ મથકે ભોગબનનાર મહિલાએ ફરીયાદ આપતા રેપ વીથ લુંટનો ગુનો દાખલ કરાયો હતો.જેમાં પોલીસે ગુનાઓ સબંધે ગંભીરતા દાખવી આ ગંભીર ગુનાના આરોપીને ઝડપથી ઝડપી પાડવા મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા ભરૂચ વિભાગ,ભરૂચ તથા ભરૂચ જીલ્લા એલ.સી.બી. તથા સ્થાનીક પોલીસને સુચના આપતા એલ.સી.બી. તથા સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

આ દરમ્યાન ગુનાવાળી જગ્યાએથી થોડે દુર એક નંબર પ્લેટ વગરની બીનવારસી હોન્ડા સાઇન મોટર બાઇક મળી આવી હતી. જે બાઇક બાબતે તેના રજીસ્ટેશન તથા વાહન માલીકની માહીતી મેળવી સ્થાનિક પોલીસની એક ટીમ સુરત ગ્રામ્ય વિસ્તારમાં તપાસ કરતા બાઇકના માલીક દ્વારા પોતાની બાઇક જયેશ વસાવાને છેલ્લા બે મહિનાથી વાપરવા આપેલ હોવાની હકીકત જણાવતા ભરૂચ એલ.સી.બી. તથા નબીપુર સ્થાનિક પોલીસ દ્વારા આરોપી જયેશ વસાવાને સુરત ગ્રામ્ય જીલ્લાના “મોરથાણા”ગામેથી લુંટમાં ગયેલ મોબાઇલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

પોલીસે આરોપીની મનોવૈજ્ઞાનીક ઢબે સઘન પુછપરછ ના અંતે આરોપી ભાંગી પડેલ અને તેણે આ ગુનો કર્યાની કબુલાત કરતા આરોપીને હસ્તગત કર્યો હતો. આ ગુનામાં વપરાયેલ હથીયાર તથા અન્ય બીજા મુદાઓસરની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેકટરે હાથ ધરી છે.

નેત્રંગના દોલતપુર ગામની સિમમાં પાઇપ ચોરીના મામલે ૧૭ ઝડપાયા

થોડા દિવસો અગાઉ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના દોલતપુર ગામની સિમમાંથી આર આર ઇન્ક્ના પ્રોજેક્ટ પ્રા. લી કંપનીનું રિજીઓનલ વોટર સપ્લાય પેલેજ-ર ના નેત્રંગ, વાલિયા વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી લાખોની કિંમતના પાઇપોની ચોરી અંગેનો એક ગુનો નોંધવામાં આવ્યા હતો.

જે બાદ ભરૂચ પોલીસ વિભાગના નેત્રંગ સહિત ૪ જેટલા પોલીસ મથકના સ્ટાકની મદદથી સમગ્ર મામલા અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી જે બાદ તપાસમાં ભરૂચ ટોલ નાકાના સીસીટીવીની મધ્દથી પોલીસને મામલા અંગેની કડીઓ મળતા પોલીસની ટીમોએ બાતમીના આધારે પાટીખેડા ગામ પાસેથી શંકાસ્પદ હાલતમા આઇસર ટેમ્પો સાથે બે ઇસમોની પૂછપરછ કરતા મામલે તેઓએ કવચીયા ગામ પાસેથી ચોરી કરેલા પાઇપો ત્રણ જેટલા આઇસર ટેમ્પોમાં ભરી હરિયાણા તરફ લઈ જતા હતા જે બાદ પોલીસે તુરંત એક્શનમાં આવી ઉચ્ય પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસ ની ટિમોએ રાજસ્થાન પોલીસ ની મધ્ધથી તેઓને નશીરા બાદ પોલીસ મથકની હદ માંથી ઝડપી લીધા હતા.

 

પોલીસ પકડમાં મામલે કુલ ૧૭ જેટલા આરોપીઓ દર્શનસિહ બિસનસિહ ગરીયા રહે,ચીરાગ ગામ ,પંચાયત પાસે તા.અલવર, રાજસ્થાન,ફતેમહંમદ પ્રતાપખાન મીયા રહે, મહમદવાસ તા-ફિરોજપુર ઝીંરકા જી.નુહુમીવાર, હરદયાલ મુન્નીલાલ યાદવ રહે,બુદુનગલા હેમરાજ તા.હાથરસ જી.હાદરસ (યુ.પી.),સલમાન નજીરખા મેવાતી રહે,સાસની તા.હાથરસ જી.હાથરસ (યુ.પી),આઈસર ટેમ્પા નં-પ્તાર-73-/-7130 ડ્રાયવર મુબીન અસરખાન મૈવ મુસ્લીમ રહે, મોહમ્મદબસ તા.ફિરોજપુર મનદિએરા જી.મેવાત , હરીયાણા,સહુદ કરાર મૈવ મિસ્લીમ રહે,નીમકા તા.પુહનાના જી.નુહ મેવાત , હરીયાણા,જાહુલ ખુર્શીદ મેવાતી રહે.મોહમ્મદવાસ મસ્જીદની બાજુમાં તા.ફિરોજપુર જીરર્કા જી. ગુરગાવ ,હરીયાણા,નિઝામુદ્દીન કૈયુમખાન મેવાતી રહે,કસબા ,સાસની પલટ્ન મહોલ્લા તા.બીજલીઘર જી.હાથરસ (યુ.પી),જયપાલસીગ હરફુલ જાટપ રહે,વિધાનગર,પંચાયત ઓફિસની બાજુમાં તા.જી.હાથરસ (યુ.પી.),કૈલાસસીંગ ચંદનસીગ ભગેલ રહે,સાસની તા.બીજલીગર જી.હાથરસ (યુ.પી.),સુનીલ શેટ્ટી જારીયા ઉર્ફે આરસીગ જાટપ રહે,ધનાવર સીંગ તા.માઠ જી.મથુરા (યુ.પી.),આકાશ ઉર્ફે રાહુલ રમેશભાઇચંદ્ર જાટપ રહે,વેધાનગર ,ઈગલાસ રોડ તા.જી.હાથરસ (યુ.પી.),ગંગાપ્રસાદ ઉર્ફે જીંગા ભગવાનદાસ જાટપ રહે,વિધાનગર ,ઈગલાસ રોડ તા.જી.હાથરસ (યુ.પી.),ઇમરાન રૂસ્તમ સિતાબ મેવુ ઉ.વ. ૨૨ ધંધો – ડ્રાઇવીંગ રહે. કારોલી ખાલસા પોસ્ટ બીજવા તા.રાજગઢ જી.અલવર (રાજસ્થાન),સમીમ ઇસબ દિન મંમદ મેવુ ઉ.વ. ૨૨ ધંધો – ડ્રાઇવીંગ રહે.કેથવાડા, ખદરીવાસ તા.પહાડી જી.ભરતપુર (રાજસ્થાન),વસીમ સરફુ શ્રીસરદારખા મેવુ ઉ.વ. ૧૯ શંશો – ડ્રાઇવીંગ રહે. મોહંમદવાસ તા.ફીરોજપુરજીરકા જી.નુહુ (હરીયાણા),જહીર ઇસ્તાક ઇબ્રાહીમમેવુ ઉ.વ. ૧૯ રહે. મોહંમદવાસ તા.ફીરોજપુરજીરકા જી.નુહુ (હરીયાણા)ની ધરપકડ કરવામાં આવી છે.

જ્યારે અન્ય ર આરોપીઓ ઈમરાન રૂસ્તમ મેવ (મુસ્લીમ ) રહે,કારોલી ,બીજવા તા.રામગઢ જી.અલવર (રાજસ્થાન),ઈર્શાદ ઈલમદ્દીન મેંવ (મુસ્લીમ ) રહે,અક્કલીમ પુર,તા.નગીના જી.નુહુ મેવાત (હરીયાણા)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, સાથે જ મામલા અંગે ગુન્હા માં વપરાયેલ આઇસર ટેમ્પો, ખાનગી વાહનો સહિત કુલ રૂ. ૭૫,૮૪,ર૫૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે, ભરૂચ પોલીસની તપાસમાં આરોપીઓએ નેત્રંગમાં ર અને વાલિયા પોલીસ મથકના ૧ ગુન્હાની કબૂલાત કરતા પોલીસે   તેઓ સામે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ભરૂચ સુંદરમ જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં લૂંટ કરવા પિસ્તોલ લઈ ૩ લૂંટારું ત્રાટકયા,૧ ઝડપાયો

  • જવેલર્સનું મોઢું દબાવી લૂંટનો કરાયો પ્રયાસ
  • જવેલર્સે બુમરાણ મચાવી પડકાર ફેક્તા ત્રણેય ભાગ્યા
  • પોલીસે ઝાડેશ્વર તુલસીધામ વિસ્તારમાંથી એક શકમંદને પકડી પાડ્યો, ચાર લૂંટારું હોવાની આશંકા

ભરૂચના ઝાડેશ્વર રોડ પર શ્રી નિકેતન પ્લાઝા શોપિંગ સેન્ટરમાં સ્થિત સુંદરમ જ્વેલર્સના માલિકનું મોઢું દબાવી લૂંટનો પિસ્તોલ સાથે 3 લૂંટારુઓએ પ્રયાસ કર્યો હતો. જોકે જવેલર્સે બુમરાણ મચાવી તમામ ઉભી પૂછડીએ નાસી છૂટ્યા હતા. સવારે જ ભરચક ઝાડેશ્વર રોડ ઉપર લૂંટના પ્રયાસને લઈ ખળભળાટ મચી ગયો હતો.

ઝાડેશ્વર રોડ ઉપર આવેલા શ્રી નિકેતન પ્લાઝા શોપિંગ સેન્ટરમાં સુંદરમ જવેલર્સ આવેલી છે. જ્યાં સવારે 9.30 કલાકમાં 3 લૂંટારુઓ ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા. જવેલર્સ દુકાન ખોલી શાંતિથી ખુરશી ઉપર પગ ઉપર પગ ચઢાવી આરામથી બેઠો હતો. કે બાદ એક હાથમાં થેલી મોઢા ઉપર માસ્ક, જેકેટ, સ્વેટર, ટોપી પહેરીને 3 લૂંટારું દુકાનમાં પ્રવેશ કરતા જવેલર્સ ખુરશી ઉપરથી ઉભો થયો હતો.

ટેબલ ઉપર મુકેલો પોતાનો મોબાઈલ પકડી ચેક કરવા જતાં તરત જ એક લૂંટારુંએ પાછળથી ઉભા થઇ જવેલર્સનું મોઢું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ત્રીજા લૂંટારુએ હાથમાં પિસ્તોલ જેવું હથિયાર બહાર કાઢ્યું હતું. જવેલર્સ નું મોઢું દબાવી તેને ટેબલ ઉપર સુવાડી દેવાના પ્રયાસમાં જવેલર્સે પ્રતિકાર કરી બુમરાણ મચાવતા ત્રણેય લૂંટારું પકડાઈ જવાના ભયથી શો રૂમમાંથી બહાર ભાગવા ગયા હતા. જેની પાછળ જવેલર્સ પણ દોડીયો હતો.

ઝાડેશ્વર રોડ ઉપર બહાર શોપિંગ સેન્ટરમાં જવેલર્સની બુમરાણ અને 3 આરોપીની નાસભાગ વચ્ચે જોતજોતામાં ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. સ્થળ ઉપર તત્કાલિક પોલીસે આવી જઇ આ ત્રણ લૂંટારું સાથે જેકેટમાં રહેલા શંકાસ્પદ ચોથા લૂંટારુંને પોલીસે તુલસીધામ નજીક ભીડમાંથી ઝડપી લઈ તેની પૂછપરછ હાથ ધરી છે. જોકે લૂંટના આ પ્રયાસની તમામ ગતિવિધિઓ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ભરૂચ પોલીસે લૂંટારુઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

ભરૂચ: અંકલેશ્વરનો કુખ્યાત બુટલેગર ઇદ્રીશ ઉર્ફ ભૈયો શેખ દમણથી ઝડપાયો

  • ભરૂચ એલ.સી.બીના હાથે અલગ-અલગ જીલ્લામાં વોન્ટેડ આરોપી ઝડપાયો

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીઓને સત્વરે ઝડપી પાડવા આપેલ સુચના આધારે જે.એન.ઝાલા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. ભરૂચના માર્ગદર્શન મુજબ જીલ્લામાં દારૂ/જુગાર કેશો શોધી કાઢવા તથા પ્રોહીબિશનના ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટ શરૂ કરવામાં આવ્યું હતું.

ભરૂચ એલ.સી.બી.ને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેક્નિકલ સર્વેલંન્સથી મળેલ હકિકત આધારે અંકલેશ્વર તાલુકાના કુખ્યાત બુટલેગર ઇલદ્રીશ ઉર્ફે ભૈયો મનુખાં શેખને દમણ મુકામેથી એલ.સી.બી.દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. આ આરોપીની પુછપરછમાં ભરૂચ જીલ્લાના ૩ પ્રોહીબીશનના ગુનામાં તથા વડોદરા ગ્રામ્યના કરજણના ૧ ગુનામાં તેમજ નવસારી જીલ્લાના ચીખલીના ૦૧ પ્રોહીબીશનના તથા સુરત ગ્રામ્ય ના કોસંબા.ના ૦૧ ગુનામાં મળી કુલ ૦૬ ગુનામાં વોન્ટેડ હોવાની હકિકત જણાવી હતી.

પોલીસે આ આરોપી ઇદ્રીશ ઉર્ફે ભૈયો મનુખાં શેખ રહેવાસી. મકાન નં ૨૮૦ પ્રતિષ્ઠા રેસીડેન્સી નવજીવન હોટલ પાછળ, પાનોલી તા.અંકલેશ્વર જી.ભરૂચને મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ. ૧૦,૦૦૦/-, વરના ફોરવ્હીલ ગાડી નં ઉ 16 808 6055 કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૫,૧૦,૦૦૦/- કબ્જે લઇ તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર “બી” પો.સ્ટે.માં સોંપવામાં આવ્યો છે.

ભરૂચ : બાવા રેહાન વિસ્તારમાં મકાનના બાંધકામ દરમિયાન બની ચમત્કારિક ઘટના

  • અચાનક મજાર શરીફ ના દર્શન થતા લોકોમાં કુતુહલ
  • ઘટના બાદ સ્થાનિકો આખા મજાર પર ચાદર ચઢાવી દુઆઓ પઢી

 

ભરૂચમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ બાવા રેહાન વિસ્તારમાં એક મકાનના બાંધકામ દરમિયાન એક ચમત્કારિક ઘટના સામે આવતા લોકોમાં કુતુહલ ફેલાયું હતું. જેમાં જ્યારે મકાનનું બાંધકામ માટે ખોદાણ થઈ રહ્યું હતું ત્યારે અચાનક એક મઝાર શરીફ (કબ્ર) નીકળતા લોકો આશ્ચર્યમાં મુકાયા હતા.

 ભરૂચના બાવા રેહાન વિસ્તારમાં એક મકાનના બાંધકામ દરમિયાન ખોદકામ કરતી વેળાએ  એક મજાર શરીફ (કબ્ર) દેખાતા ખોદકામ અટકાવાયું હતું. મકાનના નવા કન્ટ્રક્શન બાંધકામ દરમિયાન મજાર શરીફ નિકળ્યાનો વિડિયો વાયરલ થતાં જ અને અચાનક મજાર શરીફના દર્શન થતા લોકો તેમજ સ્થાનિકો કુતુહલ સાથે મોડી રાત્રી સુધી મજારના દર્શને ઉમટ્યા હતા. આ મજાર શરીફ વર્ષો પુરાણું હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે.જ્યાં ઉમટેલા લોકોએ આખા મજાર પર ચાદર ચઢાવી દુઆઓ પઢી હતી.

જો કે આ ઘટનાના પગલે સ્થાનિક સહિતનાઓમાં અનેક તર્ક વિતર્ક ઉભા થયા હતા. જેમાં આ જગ્યા દરગાહ નજીકની હોય વકફ બોર્ડની માલીકીની જગ્યામાં મકાન બંધાય છે કે કેમ તે અંગે સ્થાનિકોએ તપાસ આરંભતા આખરે દરગાહ નજીક જ આ જગ્યા હોવાનું સામે આવતા અનેક સવાલો ઉભા થયા હતા. શું વકફ ની જગ્યાઓ ઉપર બાંધ કામ થઇ રહ્યા છે ? જેવી બાબતો આ ઘટના કર્મ બાદ થી ચર્ચાનું કેન્દ્ર બની હતી.

error: Content is protected !!