- નવા વીજ ટ્રાન્સફોર્મર વીજ રેષાઓનુ વિસ્તૃતીકરણ કરાતા સન્માનિત કરાયા
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ડી.જી.વી.સી.એલ.ની કચેરીમાં ફરજ બજાવતા નાયબ ઇજનેર ડેવીડ વસાવાનુ સ્થાનિક ગામલોકો તેમજ ખેડૂતો દ્વારા સન્માન કરાયું હતુ નાયબ ઇજનેર દ્વારા ખેતી વિષયક તેમજ ઘરૈલુ વપરાશ માટે વિજ પ્રવાહ રાબેતા મુજબ મળે તે માટે કરેલ વિવિધ કામગીરી બાબતે તેઓને સન્માનિત કરાયા હતા.
રાજપારડીના ખેડૂત કુંતેસભાઇ પટેલના જણાવ્યા મુજબ ડી.જી.વી.સી.એલ.રાજપારડી કચેરીમાં ફરજ બજાવતા નાયબ ઇજનેર ડેવીડ વસાવા તેમજ તેઓની ટીમ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં સ્થળ નિરિક્ષણ કરી લો વોલ્ટેજ,વારંવાર ફોલ્ટ સર્જાવા,વિજળીનો પ્રવાહ ખોરવાય તેવા પ્રશ્નો બાબતે લોકોની રજુઆત સાંભળી તાકીદે નવા વિજ ટ્રાન્સફોર્મર ગોઠવી નવા વિજ વાયરો નાંખી સ્થાનિક લોકોની સમસ્યા દુર કરી હતી તદઉપરાંત નવનિર્મિત વણાકપોર સબ સ્ટેશનમાંથી જયોતિગ્રામ તથા ખેતીવાડી વિજલાઇનો અલગ કરી હતી જેનાથી ખેડૂત વર્ગને વિજ પ્રવાહ નિયમો મુજબ મળતો થયોછે નગરમાં વિવિધ સ્થળોએ નવા વિજ ટ્રાન્સફોર્મર તેમજ નવી વીજલાઇનો નંખાતા નગરજનોને પણ રાબેતા મુજબ વિજ પુરવઠો મળી રહ્યોછે.આ બાબતે નાયબ ઇજનેર ડેવીડ વસાવાએ જણાવ્યું હતુ કે તમામ લોકોની સમસ્યા દુર કરવી એ મારી ફરજમાં આવેછે લોકોને વિજ પ્રવાહ બાબતે કોઇપણ પ્રકારે મુશ્કેલીઓ હોઇતો ડી.જી.વી.સી.એલ.રાજપારડી કચેરીનો સંપર્ક કરવા જણાવ્યુ હતુ હજુ આગળના દિવસોમાં વિવિધ પ્રકારના સુધારા વધારા લોકોને પડતી મુશ્કેલીઓનુ નિરાકરણ કરવા ઘટતું કરાશે તેમ જણાવ્યુ હતુંં.
* ફારૂક ખત્રી,ન્યુઝલાઇન, રાજપારડી