car cheating

વડોદરા ઇસમે ગાડી ભાડે રાખવાનો કરાર કરી ગાડી પરત ના કરી અને ભાડું ના ચૂકવી છેતરપિંડી કરી ફરાર થઇ ગયા હોવાની ઘટનાની પોલીસ ફરીયાદ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાવા પામી છે.જેમાં  લોનના હપ્તા બાકી પડતા ઓ.એલ.એક્સ પર ગાડી વેચવા કાઢતા ઠગ ભગત ભટકાયા હતા. ૩ વર્ષ નો ગાડીનો ભાડા કરાર કરી મહિને ૧૮૦૦૦ રૂપિયા આપવાનું કહી કરાર મુજબ ભાડું અને ગાડી પરત ના અપાતા આખરે અંકલેશ્વર શહેર પોલીસ મથકે બલેરો ગાડી માલિક છેતરપીંડી દ્વારા ફરિયાદ નોંધાવી હતી.

અંકલેશ્વર ના રામ કુંડ ખાતે આવેલ તપસ્વી નગર ખાતે રહેતા કેયુર પરમાર એ ગાડી હપ્તા બાકી રહેતા ગાડી વેચવા માટે ઓ.એલ.એક્સ પર વેચવા માટે મૂકી હતી તે દરમિયાન વડોદરા શ્રીજી ધામ એપાર્ટમેન્ટ ખાતે રહેતા વિરલ પટેલ તેમનો સંપર્ક કર્યો હતો. અને ગાડી પ્રાથમિક વેચાણની વાત કર્યા બાદ તેના મિત્ર દિગ્વિરાજસિંહ ચૌહાણ કંપની કોન્ટ્રાક્ટરમાં ગાડી મૂકી આપશે. તેઓ વિશ્વાસ સંપાદન કર્યો હતો અને વડોદરા વાઘોડિયા ખાતે કરાર માટે પણ તેમને બોલાવ્યા હતા.

જે બાદ તેઓ સ્ટેમ્પ ના મળતા પરત આવી ગયા હતા. બીજા દિવસે વિરલ પટેલ અને દિગ્વિરાજસિંહ ચૌહાણ અંકલેશ્વર આવી કરાર કરી ગયા હતા. અને કરાર માં માસિક ૧૮૦૦૦ હજાર રૂપિયા ભાડું નક્કી કર્યું હતું અને ૨ મહિના સુધી રૂપિયા ના આપે તો ગાડી પરત આપવાની નક્કી કરાયું હતું જે મુજબ ઓક્ટોબર ૨૦૨૧ સુધીનું તૂટક તૂટક ભાડું આપ્યા બાદ બંધ કરી દીધું હતું નવેમ્બર સુધી ભાડું ના આપતા કેયુરભાઈ પરમાર એ ફોન કરી ભાડું માંગતા તેને પ્રાથમિક આપવાનું કહી વાયદા બતાવ્યા કર્યા હતાં.

ત્યાર બાદ અંતે ભાડું કે ગાડી પણ પરત ના કરતા અંતે શહેર પોલીસ મથકે કેયુરભાઈ પરમાર દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે વિરલ પટેલ અને દિગ્વિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ છેતરપિંડી કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ આરંભી હતી. અત્રે ઉલેખનીય છે, કે વિરલ પટેલ અને દિગ્વિરાજસિંહ ચૌહાણ અગાવ પણ 3 થી વધુ ઈસમો જોડે આ પ્રમાણે છેતરપીંડી કરી હોવાની ફરિયાદ પોલીસ થઇ ચુકી છે. ત્યારે બંને ઠગ ભગત ને ઝડપી પાડવાની પોલીસ દ્વારા કવાયત આરંભી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here