The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 182

ગુજરાતમાં 4.51 લાખ સિનીયર સિટીઝનોએ હજુ નથી લીધી વેક્સીન !

  • 8 ફેબ્રુઆરી સુધીનાં ડેટા પર કરીએ નજર તો સમગ્ર દેશમાં 60થી વધુ વયના 20 કરોડ વ્યક્તિએ હજુ સુધી કોરોના વેક્સિનનો એકપણ ડોઝ લીધો નથી

ગુજરાતમાં કુલ વેક્સિનેશન ડોઝનો આંક હવે 10 કરોડને પાર થઇ ગયો છે. જેમાં 5.16 કરોડ દ્વારા પ્રથમ ડોઝ લેવામાં આવ્યો છે જ્યારે 4.72 કરોડ ફૂલ્લી વેક્સિનેટેડ છે. આ ઉપરાંત 17.47 લાખને પ્રીકોશન ડોઝ પણ અપાઇ ચૂક્યા છે. જોકે, રાજ્યમાં 4.51 લાખ સિનિયર સિટીઝન એવા છે જેમણે વેક્સિનનો એકપણ ડોઝ લીધો નથી. આ ઉપરાંત 1.52 લાખ સિનીયર સિટીઝનો દ્વારા વેક્સિનનો માત્ર એક ડોઝ લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

આ અંગે રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર 8 ફેબ્રુઆરી સુધીનાં ડેટા પર કરીએ નજર તો સમગ્ર દેશમાં 60થી વધુ વયના 1.20 કરોડ વ્યક્તિએ હજુ સુધી કોરોના વેક્સિનનો એકપણ ડોઝ લીધો નથી. ગુજરાતની વાત કરવામાં આવે તો સિનિયર સિટીઝનોમાંથી 4,51,797 દ્વારા એકપણ ડોઝ લેવાયો નથી જ્યારે 1,52,415 દ્વારા માત્ર એક ડોઝ લેવામાં આવ્યો છે. સમગ્ર દેશમાંથી તામિલનાડુમાંથી સૌથી વધુ 26.26 લાખ, પશ્ચિમ બંગાળમાંથી 15.06 લાખ, મહારાષ્ટ્રમાંથી 13.02 લાખ, ઉત્તર પ્રદેશમાંથી 12.01 લાખ સિનીયર સિટીઝન દ્વારા કોવિડ વેક્સિનનો એકપણ ડોઝ લેવામાં આવ્યો નથી. ગુજરાતમાંથી સિનીયર સિટીઝનોને કુલ 1.43 કરોડ વેક્સિનેશન ડોઝ આપવામાં આવ્યા છે.

જંબુસર સરકારી દવાખાને વિનામૂલ્યે RTPCR ટેસ્ટ નો કરાયો પ્રારંભ

કોરોના મહામારી ધ્યાને લઈ સરકાર દ્વારા ઠેર ઠેર આર ટી પી સી આર અને રેપીડ ટેસ્ટ મફત સરકારી હોસ્પિટલોમાં કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનો જાહેર જનતાને લાભ લેવા અપીલ કરાઈ

કોરોના મહામારીએ લોકોને હચમચાવી મૂક્યા હતા.લોકો ભયના ઓથાર હેઠળ જીવન જીવી રહ્યા  હતાંહાલ કોરોના કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે તેમ છતાંય  જનતાએ બેદરકારી રાખવી નહીં જાહેર સ્થળોએ મોઢે માસ્ક તથા સેનિટાઈઝરનો ઉપયોગ કરવો હિતાવહ છે.સરકારે પણ કૉવિડઅંતર્ગત RTPCR અને રેપિડ ટેસ્ટિંગ અલગ અલગ સ્થળોએ વિનામૂલ્યે કરવાની સવલત પૂરી પાડી છે.જે અંતર્ગત જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે પણ RTPCR લેબની વિનામૂલ્યે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જેનો જંબુસર તાલુકા સહિત આમોદ વાગરા ની જનતા પણ લાભ લઈ રહી છે. તો જંબુસર તાલુકાની જાહેર જનતાને જો કોઈ પણ લક્ષણ જણાય તો તુરંત જ જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે આવી નિશુલ્ક RTPCR ટેસ્ટ કરાવવા નોડલ ઓફિસર જ્યોતિ વસાવા દ્વારા અપીલ કરવામાં આવી હતી.

  • કલ્પેશ નારીયેળવાલા, ન્યુઝલાઇન, જંબુસર

આમોદ : TMC સાસંદે જૈન સમાજ વિશે કરેલી ટીપ્પણી બાબતે આમોદમાં આવેદન

આમોદ મામલતદારને આમોદના જૈન એલર્ટ ગ્રુપ દ્વારા લોકસભામાં ટી.એમ.સી.ના સાસંદ મહુઆ મોઇત્રા દ્વારા જૈન સમાજ વિશે કરેલી અભદ્ર ટીપ્પણી બદલ આવેદનપત્ર આપી સમગ્ર જૈન સમાજની માફી માગે તેવી રજુઆત કરી હતી. જૈન સમાજ સાથે આમોદ શહેર ભાજપના આગેવાનો તેમજ ભાજપ પક્ષના પાલિકા સદસ્યો પણ સમર્થન આપી આવેદનપત્ર આપવા માટે જોડાયા હતાં.

તૃણમૂલ કોંગ્રેસના સાસંદ દ્વારા લોકસભામાં જૈન સમાજને લઈને વાંધાજનક ટીપ્પણી કરવામાં આવી હતી.જેનાથી જૈન સમાજની લાગણી દુભાઈ હતી. જે બાબતે જૈન સમાજે આકરા શબ્દોમાં મહિલા સાંસદની ટીકા કરી હતી.અહિંસા પરમો ધર્મમાં માનતો જૈન સમાજ નાનામાં નાના જીવોની પણ હિંસા ના થાય તેની કાળજી રાખે છે અને જૈન સમાજ શુદ્ધ શાકાહારી સમાજ છે.

ત્યારે તૃણમૂલ કોંગ્રેસના સાસંદએ ભારતની સસંદમાં જૈન સમાજના છોકરાં અમદાવાદની લારી ગલ્લા ઉપર જઈ કાઠી કબાબ ખાય તો ઈંડા-માંસની લારીઓ બંધ કરી દેવાની ? આવા બેજવાબદાર નિવેદન સામે જૈન સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.ત્યારે આમોદ જૈન એલર્ટ ગ્રુપના સભ્યોએ આમોદ મામલતદાર ડૉ.જેડી પટેલને આવેદનપત્ર આપી સાંસદના બેજવાબદાર નિવેદનને કડક શબ્દોમાં વખોડી કાઢ્યું હતું.

ભરૂચ : ઝાડેશ્વર-તવરા રોડ પર ગેરકાયદે ઉભેલ લારી ગલ્લા હટાવવા સ્થાનિકોની માંગ

  • નોનવેજની લારીથી સ્થાનિક રહીશોની લાગણી દુભાઇ

ભરૂચના ઝાડેશ્વર તવરા રોડ ઉપર લારી ગલ્લા અને ચાઈનીઝ વેચનારાની દુકાનો ગેરકાયદે ઊભી કરી દેવાતા અહીંથી પસાર થતા લોકોને મુસ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને માંગલ્ય સોસાયટીના રહીશોએ આ મુદ્દે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી દબાણો હટાવવા માગણી કરી હતી. પરંતુ દબાણો યથાવત રહેતા ફરીથી આ મુદ્દે મેદાને આવ્યા છે.

અગાઉ કલેક્ટરને પાઠવેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, તેમની સોસાયટીની બહાર આવેલા માર્ગ ઉપર શાકબાજીની લારી અને પથારાવાળા તથા મટન-મચ્છી વેચનારાઓ પતરાના શેડ બનાવી શું વેચાણ કરી રહ્યાં છે. તંદુરી ફ્રાય અને ખુલ્લામાં મરઘી કટિંગ સહિતની પ્રવૃત્તિ થતી હોવાથી ધર્મપ્રેમી પ્રજાની લાગણી પણ દુભાઈ રહી છે. માત્ર એટલું જ નહીં પણ મચ્છી-મટન લેવા માટે આવતા લોકો પણ પોતાના વાહનો અડેધડ રસ્તા ઉપર જ પાર્ક કરી દે છે. જેથી આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે. જેથી આ દબાણો સત્વરે દૂર કરવામાં આવે તેવી માગણી કરી છે.

નેત્રંગ : બિલાઠા-વરખડીના ગ્રામજનનો દ્વારા સસ્તા અનાજની દુકાનનો પરવાનો રદ્દ કરવાની માંગ

  • નેત્રંગ તાલીકાના ગરીબ લોકોની મામલતદાર સમક્ષ રાવ

નેત્રંગ તાલુકાના બિલાઠા – વરખડી ના ગ્રામજનનોએ સરકાર દ્વારા આપવામા આવતું સસ્તુ અનાજ આપતા દુકાનદાર વિરુદ્ધ નેત્રંગ મામલતદાર ને આવેદનપત્ર પાઠવી તેનો પરવાનો રદ્દ કરવાની માંગ કરી હતી.

નેત્રંગ તાલુકા ના રૂપધાટ ગામે સરકાર માબાપ ની પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાળ સસ્તા અનાજ ની દુકાન ચાલે છે. જેનુ સંચાલન ગ્રામના જ ઈશ્વર કાલીદાસ વસાવા કરે છે .આ સસ્તા અનાજ પર થી 100 આદિવાસી વસ્તી ધરાવતા વરખડી ગાલીબા તેમજ રૂપધાટ ગામના ગામજનનો ને અનાજ નો પુરવઠો આપવામા આવે છે.વરખડી બિલાઠા ના ગ્રામજનોએ તા. 11 ફેબુઆરી ના રોજ સરપંચ ગૌતમભાઇ વસાવા, તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ વંદનભાઇ વસાવા, ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ ગામીત ની આગેવાનીમા પાઠવેલ આવેદનપત્ર મા કરેલ રાવ મુજબ સદર દુકાનનો સંચાલક ગામનો જ હોય. પરંતુ બહાર ગામ રહેતા હોવાથી બહાર ગામથી દુકાન ચલાવવા આવતો હોય. જેઓ મહિનનાની આખર તારીખમાં જ એકજ વાર દુકાન ખોલી અનાજ નું વિતરણ કરતા હોય છે. તેમજ લાભાર્થીઓને પુરતો જથ્થો અનાજ નો આપતા નથી. મન ફાવે તે રીતે અનાજ નુ વિતરણ કરતા હોય છે. વધુમા અમુક વાર કુપન નીકળતા નથી. મહિનાની આખર તારીખ ના દિવસે દુકાન ખોલતા હોય જેના કારણે ગરીબ માણસો ને બહાર ગામથી આવતા લોકોને અનાજ મળતુ નથી.

બીજા દિવસે મહિનો બદલાતા આગલા મહિના નુ અનાજ આ કારણસર મળતુ નથી. દુકાન જાણી જોઇને આખર તારીખે ખોલવામા આવે છે. વધુમા આ દુકાન લાંબા સમયથી ચલાવતા હોય છે. અને બન્નેવ ગામની જનતા હેરાનપરેશાન હોય. લોકો આ  સંચાલક થી ત્રાસી ગયેલ છે. આ સંચાલક નો પરવાનો રદ્દ કરવા ત્રણે ગામના લોકોએ માંગ લેખીત આવેદનપત્ર મા કરતા ચકચાર મચી જવા પામી છે.

દેડીયાપાડાના સેલબામાં જુગાર રમતા ૬ ખેલીઓ ઝડપાયા

સાગબારા પોલીસ ટીમ તેમના વિસ્તારમા તકેદારી પેટ્રોલીંગમા હતી. દરમ્યાન તેમને બાતમી મળેલ કે, સેલંબા ઇન્દીરા આવાસ ફળીયાની પાછળ આવેલ ખાડીના કિનારે કેટલાક ઇસમો પત્તાપાનાનો જુગાર રમી રહેલ છે.

જેથી પોલીસ ટીમે બાતમીવાળી જગ્યા ઇન્દીરા આવાસ પાછળ ખાડી કિનારે જઇ રેઇડ કરતા ત્યાંથી હાર જીતનો જુગાર રમી રમાડતા કુલ -૬ ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસે અંગ ઝડતી કરતા રોકડા રૂ.૭૬૦૦ તથા દાવ ઉપરના રૂ.૨૭ર૦ મળી કુલ રોકડા રૂપિયા ૧.૩ર૦/ તથા પત્તા પાના નંગ – પર કિં.રૂ ૧૦૦ મળી કુલ રૂપિયા ૧૦,૩૨૦ મુદ્દામાલ જ્પ્ત કતી તમામ વિરૂધ જુગારધારા કલમ હેઠળ કાર્યવાહી હાથધરી છે.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

વાગરા : આયુષ્યમાન કાર્ડના બીજા તબક્કાનો થયો પ્રારંભ

  • એક સાથે 19 ગામોમાં વિનામૂલ્યે આયુષ્યમાંન કાર્ડ કાઢવા ધારાસભ્યની 19 ટીમો કાર્યરત

એકાત્મ માનવવાદના હિમાયતી એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિએ વાગરા વિધાનસભા ક્ષેત્રના અંતરિયાળ ગામડાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આયુષ્યમાન કાર્ડ વિનામૂલ્યે મળી રહે તે માટે બીજા તબક્કાના કાર્યક્રમની શરૂઆત ધારાસભ્ય અરૂણસિંહ રણા દ્વારા કરવામાં આવી હતી.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય એટલે ભારતીય જનસંઘના પાયાના આગેવાન. જેમની એકાત્મ માનવવાદની વિચારધારાને આજે પણ ભારતીય જનતા પાર્ટી અનુસરે છે.11 ફેબ્રુઆરી એટલે અંત્યોદય (ગરીબ) લોકોના કલ્યાણ માટે સતત ચિંતિત એવા પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ. વાગરાના ધારાસભ્યએ સરકારની મહત્વપૂર્ણ અને ગરીબ તથા મધ્યમવર્ગના લોકો માટે આશીર્વાદરૂપ આયુષ્યમાંન કાર્ડ યોજનાને આ દિવસે ઘરઘર સુધી પહોંચડવાના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં તેમની 19 ટીમોએ તંત્રના સહયોગમાં 19 ગામોમાં એક સાથે આયુષ્યમાંન કાર્ડ કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી.

સેલંબા ખાતે અર્પણ આદીવાસી લોકો કલ્યાણ ટ્રસ્ટ દ્વારા નાઈટ કબડ્ડીનું કરાયું આયોજન

  • પ્રથમ નંબરે એક લવ્ય થવા બીજા નંબરે અર્પણ આદિવાસી લોકો કલ્યાણ ટ્રસ્ટ,પાંચપીપરી આવી હતી
  • સાગબારા ખાતે અર્પણ આદીવાસી લોકો કલ્યાણ ટ્રસ્ટ, પાંચપીપરી દ્વારા નાઈટ કબડી નું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પોર્ટ્સ એ આપણા જીવન નો ખુબજ અગત્ય નો ભાગ છે, રમત ગમત થકી જ આપણે આપણા શારીરિક શક્તિ ને તેમજ આપણા અંદર છુપાયેલી સુષુપ્ત શક્તિઓ ને બહાર લાવવાની સારી એવી  તક આપણને સ્પોર્ટ્સ થકી જ મળે છે, તો આવીજ યુવાનો માં છુપાયેલી શક્તિઓ ને બહાર લાવવા માટે અર્પણ આદીવાસી લોકો કલ્યાણ ટ્રસ્ટ, પાંચપીપરી દ્વારા કે.જી.બી ગ્રાઉન્ડ સેલંબા ખાતે કબડ્ડી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યમાં માં ગ્રામજનો, તેમજ અર્પણ આદીવાસી લોક કલ્યાણ ટ્રસ્ટ ના પ્રમુખ તમામ સભ્યો એ હાજરી આપી હતી અને યુવાનો ને રમત નું મહત્વ સમજાવી રમતવીરો ને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અને વિજેતા થયેલી ટીમ ને ટ્રોફી અને કેટલીક લવાજમ રકમ (ઈનામ) ભાગ રૂપે આપવામાં આવી હતી.

જેમાં પ્રથમ નંબરે એક લવ્ય થવા અને બીજા નંબરે અર્પણ આદિવાસી લોકો કલ્યાણ ટ્રસ્ટ,પાંચપીપરી આવી હતી.આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સેલંબા ગામ ના ગ્રામજનો, વડીલો, યુવાઓ અને દરેક રમતપ્રેમીઓનાં સહયોગ થી આ નાઈટ કબડ્ડી ટુર્નામેન્ટ સફળ રહ્યો હતો, અર્પણ આદીવાસી લોક કલ્યાણ ટ્રસ્ટ વતી તમામ નો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

અંકલેશ્વર: મહાકાળી ફાર્માકેમમાં વિકરાળ આગનું સર્જાયું તાંડવ

  • બાજુની કંપની અને ટ્રક પણ ભડકે બળી
  • સોલ્વન્ટ ડિસ્ટીલેશનના કારણે ભીષણ આગનું પ્રાથમિક તારણ
  • બાજુમાં આવેલી યોગીરાજ પેકેજીંગ કંપની અને એક ટ્રકને પણ આગે ચપેટે લીધી
  • 15 ફાયર ફાઈટરોએ ફોર્મ અને પાણીનો મારો ચલાવી આગને કાબુ મેળવ્યો

અંકલેશ્વર GIDC માં આવેલ મહાકાળી ફાર્માકેમ કંપનીના પ્લાન્ટમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઇ હતી. સોલ્વન્ટના કારણે આગે ગોટે ગોટા સાથે સમયાંતરે ધડાકા થતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ફાયર ટેન્ડરના સાયરનોથી ગુંજી ઉઠી હતી. આ આગની ચપેટમાં નજીકમાં આવેલી યોગીરાજ પેકેજીંગ કંપની અને એક ટ્રક પણ ભડકે બળવા લાગી હતી.

અંકલેશ્વર GIDCમાં આવેલ શ્રી મહાકાળી ફાર્મા કેમ કંપનીમાં સવારે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી. દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી.આ આગ સોલ્વન્ટમાં લાગી હોવાના કારણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભીષણ આગ અને આકાશમાં ઊંચે સુધી ઉડતા ધુમાડાના ગોટે ગોટા વચ્ચે ધડાકાઓ થતા કામદારોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ભીષણ આગનો કોલ 11.30 કલાકે મળતા SDM, DYSP, મામલતદાર, પી.આઈ. , સેફટી એન્ડ ફાયર ડિપાર્ટમેન્ટ સાથે ભરૂચ, અંકલેશ્વર પાલિકા, પાનોલી, DPMC, ONGC ના 15 જેટલા ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવ્યા હતા.

જેમણે પાણી અને ફોર્મનો મારો ચલાવી આગને કંટ્રોલમાં લેવા કવાયત હાથ ધરી હતી. આ આગની ચપેટમાં નજીકમાં આવેલી અન્ય એક યોગીરાજ પેકેજીંગ કંપની પણ આવી હતી. પેકેજીંગ કંપની સાથે નજીકમાં ઉભી રહેલી એક ટ્રક પણ બાળીને ખાખ થઇ ગઈ હતી. ફાયર ફાયટરોએ બે કલાક ઉપરાંતની જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

ભરૂચ, અંકલેશ્વર પાલિકા, નોટિફાઇડ, ડીપીએમસી, ઓ.એન.જી.સી., પાનોલી ના ૧૫ જેટલા  ફાયર ટેન્ડરોએ આગ કાબુમાં લઈ લીધા બાદ કુલિંગની પ્રક્રિયા હાથ ધરી હતી. આગની ઘટનાની ગંભીરતાને પગલે મામલતદાર અને ડી.વાય.એસ.પી., પી.આઈ. સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. સોલ્વન્ટ ડીસ્ટીલેશનની પ્રક્રિયા દરમિયાન સ્ટેટિક ચાર્જ કે શોર્ટસર્કિટથી આગ ભભૂકી હોવાનું ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારી પાઠક તરફથી પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.

રાજપીપળા નજીક ભદામ ટેકરા પાસેથી દારૂ ભરેલી કાર સાથે બે ખેપિયા ઝડપાયા

      • પોલીસે રૂ. ૭૦,૮૦૦ નો મુદામાલ કબ્જે કરી બે ખેપિયાઓની કરી અટકાયત

    નર્મદા જિલ્લા રાજપીપળા નજીક આવેલ ભદામ ટેકરા નજીક રાજપીપળા ટાઉન પોલીસે નકાબંધી દરમ્યાન એક કારમાંથી ૧૦, ૩૦૦ના વિદેશી દારૂ સાથે ગાડી મળી કુલ ૭૦,૮૦૦ નો મુદામાલ કબ્જે કરી બે ખેપિયાઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે.રાજપીપળા ટાઉન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી.દરમ્યાન પોઇચા તરફથી રાજપીપળા બાજુ એક કાર નં. જી.જે.૧૬.એમ.૪૮૧૬ દારૂ ભરીને આવતી હોવાની સંયુક્ત બાતમી મળતા મળેલ બાતમીથી પો.ઇન્સ. જે.જી ચૌધરી અને અ. લો.ર. અલ્પેશભાઈને મળેલ બાતમીથી વાકેફ કરી ભદામ ટેકરા પાસે વોચમાં હતા. તે સમયે  પોઇચા બાજુથી બાતમીવાળી લીલા કલરની મારુતિ સઝુકી કંપનીની ફ્રન્ટી કાર આવતા તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

    જેમાં કારચાલકે કાર રોકવાને બદલે પુરઝડપે હંકારી જતા પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કરી લાછરસ રોડ ઉપર કોર્ડન કરી ઉભી રખાવી તેમાં બેસેલા બે ઈસમો (૧) સંજયભાઈ કેશુરભાઈ વસાવા રહે હઝરપુરા તા.નાંદોદ જી.નર્મદા (૨) ફિરોઝ લાલુખાન ઘોરીની અટક કરી ગાડીની ઝડતી કરતા તેમાંથી ૧૦.૩૦૦ ની દારૂની બોટલો સહિત એક ફોર વહીલ ગાડી તેમજ મોબાઈલ મળી કુલ ૭૦,૮૦૦નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

      • સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા
error: Content is protected !!