- માર્ગની બદ હાલતના કારણે આ ગામોના કેટલા શકશો અકસ્માતો નો ભોગ બન્યા છે.
દેડીયાપાડા તાલુકા નાં નીંગટ થી બોરીપીઠા, તાબદા સુધીનો માર્ગ છેલ્લા ૬ મહીનાથી કામ બંધ રહેતા વાહનચાલકો ને પરેશાન થવાનો વારો આવ્યો છે,અને હાલ મંગળ ગ્રહ જેવી તસ્વીર આ માર્ગની દેખાય રહી છે. અતિ જર્જરિત માર્ગને કારણે અંતરિયાળ ગામડા ના કેટલાક શકશો અકસ્માત નો ભોગ પણ બન્યા છે. અને ૧૭ કીમી સુધીના રોડ ઉપર થી ૧૬ જેટલા ગામોને પ્રભાવિત કરી રહ્યો છે. જેવાકે ઝરણાવાડી, કુનબાર, બાંડી સેરવાણ, ખૂપર, ચૂલી, નવાગામ, પાનુડા, રોહદા, ગુલદાચામ, બોરીપીઠા, રૂખલ, વાડવા, આંબા, ખેડીપાડા, તાબદા, ઝાંક જેવા ગામોનો સમાવેશ થાય છે. આથી આ રોડનું કામ સત્વરે ચાલુ કરવામાં નહીં આવે તો આ વિસ્તારના તમામ સરપંચો અને ગ્રામજનો દ્વારા વિરોધ કરી રસ્તાનું કામ વહેલીતકે થાય તેવી ઉગ્રમાંગ ઉઠવા પામી છે.
સાથે સાથે મોસ્કુટ થી વાડવા બોરીપીઠા ચાર રસ્તા થઇ ને મંડાળા ને જોડતો રોડ પણ જર્જરિત હાલતમાં છે. જેને એજન્સીએ આજ દિન સુધી કામ હાથ ધર્યું નથી. તેને પણ સત્વરે પૂર્ણ કરે તેવી ગ્રામજનોની માંગ છે.આ તબક્કે સામાજીક કાર્યકર ચંપક વસાવા અને વાડવા ગ્રામ પંચાયતના સરપંચ કરણસિંહ વસવાની આગેવાની હઠળ આંદોલનને આખરી ઓપ આપવામાં આવશે જેથી ઉંઘતા તંત્ર અને જેતે એજન્સી સફળ જાગી કામ પૂર્ણ કરે તેવી સરપંચ તેમજ ગ્રામજનોની માંગ છે.
સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા