જંબુસર શ્રીમતી એચ એસ શાહ હાઇસ્કૂલ ખાતે રાષ્ટ્રીય મતદાર જાગૃતિ અભિયાનમાં જાગૃતિ લાવવા સ્વીપ અંતર્ગત પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન જંબુસર મતદાન અધિકારી અને નાયબ કલેકટર એ કે કલસરિયા મતદાર નોંધણી અધિકારી અને ઇન્ચાર્જ મામલતદાર જંબુસર જે ડી પટેલ અને નાયબ મામલતદાર જે ડી તાપીયાવાલા ના માર્ગદર્શન હેઠળ યોજાઇ હતી.
જેમાં જંબુસર તાલુકાની જુદી જુદી શાળાના કુલ ૨૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને વધુ ને વધુ લોકો મતદાન અંગે જાગૃતિ આવે અને મતદાનનું મહત્ત્વ સમજાય તે માટે પોસ્ટર ચિત્ર દ્વારા જણાવાયું હતું. આ પ્રસંગે મામલતદાર જંબુસર હાજર રહ્યાં હતાં સ્પર્ધા સફળ નિવડે તે માટે શાળા આચાર્ય હિનાબેન ગામીત તથા ચિત્રશિક્ષક આર જી પટેલ મદદનીશ શિક્ષક કમલેશ પટેલે જહેમત ઉઠાવી હતી.
- સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર