હાલ ચાસવડ ગામના સરપંચ જશુબેન વસાવાને ત્રણ વર્ષ પૂર્વેની મળવા પાત્ર બાકી માનવ કલ્યાણ યોજના હેઠળ બ્યુટીપાર્લર માટેની સહાય આ ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવી છે.
ગરીબોના ઉત્થાન માટે રાજ્ય સરકાર વિવિધ સહાયો આપી રહી છે, તા. 25 ફેબ્રઆરી શુક્રવારે ભરૂચ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો.જેમાં નેત્રંગ તાલુકાના ચાસવડ ગામના હાલના સરપંચ અને તાલુકા ભાજપના પ્રમુખના પત્ની જશુબેન મનસુખભાઇ વસાવાએ તેઓના સરપંચ બન્યા પહેલાના ૩ વર્ષ પૂર્વે ભરેલ ફોર્મની બ્યુટીપાર્લર નો કોર્ષ કર્યા બાદની સહાય આ ગરીબ કલ્યાણ મેળામાં 9274 રૂપિયાની આપવામાં આવી હતી. આ નેત્રંગ તાલુકામાંથી 103 લોકોને ગરીબ કલ્યાણ મેળામાં સહાય મેળવી હતી. આ ગરીબ કલ્યાણ મેળાઓમાં જે જરૂરિયાત મંદ લોકો છે,જેમણે અગાઉ પણ જે ફોર્મ ભર્યા છે તેમને કોરોના ના પગલે મઓકુફ રખાયેલા ગરીબ કલ્યાણ મેળા હાલમાં શરૂ કરાતા યોજાયેલ આ ગરીબ કલ્યાણમેળામાં સહાય અર્પણ કરાઇ કરી સરકારે પારદર્ષીતાનો દાખલો બેસાડયો છે.