The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 143

નેત્રંગના આટખોલ ખાતે જુગારધામ પર રેડ,૫ ઝડપાયા,૧ ફરાર

નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ અને પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી.જે દરમિયાન બાતમી મળેલ કે આટખોલ ગામે હનુમાન ફળીયામાં આવેલ સુનિલ રામસીંગ વસાવા રહેણાંક મકાનની પાછળ આવેલ ખુલ્લા વાડામાં આટકોલ ગામનો વિનોદ પ્રતાપ વસાવાના ગામના અને બીજા ગામનાં લોગોને ભેગા કરી પત્તા પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડે છે.

જે બાતમી આધારે નેત્રંગ પી.એસ.આઈ એન.જી. પાંચાણી તેમજ સ્ટાપ ઉપરોક્ત જગ્યાએ પંચો સાથે રેઈડ કરતા સ્થળ ઉપર કુલ -૦૫ જુગારીઓ પકડાઈ ગયા જ્યારે એક ફરાર. પકડાયેલા પાંચેય જુગારીઓની અંગઝડતીના રોકડા રૂપિયા ૪૬૮૦/- તથા દાવ ઉપર ના રોકડા રૂપિયા ૬૫૯૦/- કુલ રોકડા રૂપીયા ૧૧,૨૭૦/- તથા કુલ મોબાઇલ ફોન નંગ.૦૧ કુલ કિં.રૂ .૫૦૦૦/- તથા મો.સા.નંગ .૧ કીં.રૂ .૩૫,૦૦૦/- સહીત મળી કુલ્લે રૂપીયા ૫૧,૨૭૦/- ના મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

  • ઇકરામ શેખ,ન્યુઝલાઇન,નેત્રંગ

ભરૂચના ત્રાલસાની અસ્મિતા વિકાસ કેન્દ્રમાં વિવિધ પ્રોજેક્ટોના કરાયા ઉદ્ઘાટન

  • કેબિનેટ મંત્રી પૂર્ણૅશ મોદી સહિતની ઉપસ્થિતિમાં અને પ્રોજેક્ટોનું CSR હેઠળ લોકાર્પણ કરાયું

ભરૂચના ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં CSR અંતર્ગત વિવિધ પ્રોજેક્ટનો ઉદઘાટન કાર્યક્રમ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે હાથ ધરાયો હતો.

દહેજની લિબ્રિઝોલ એડવાન્સ કંપની દ્વારા કમ્પ્યુટર લેબ 20 કમ્પ્યુટર સાથે , 6000 સ્ક્વેર ફીટનો એજ્યુકેશન એક્ટિવિટી હૉલ ,બિલ્ડિંગ રીનોવેશન કાર્ય તથા  બોઇસ/ ગર્લ્સ હોસ્ટેલ સંસ્થાને અનુદાન રૂપે આપવામાં આવ્યા હતા.

અંકલેશ્વરની ડેક્કન કંપની દ્વારા 10 KW સોલાર પાવર પ્લાન્ટનું અનુદાન  આપવામાં આવ્યું હતું. ભરૂચ ભાજપ દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના , ડભોઈ કોમ્યુનિટી ફાઉન્ડેશન દ્વારા દાંતનું ફરતું દવાખાનું વગેરે પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં વિશેષ મહેમાન આપણા ભરૂચના લોકલાડીલા ધારાસભ્ય અને નાયબ દંડક દુષ્યંત પટેલ, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર , ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિહ અટોદરિયા,મહામંત્રી નિરવ પટેલ, બાંધકામ સમિતિ ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, દિવ્યેશ પટેલ  તથા લુબ્રિઝોલ કંપનીના કિશોર ચૌહાણ, અમિતભાઈ, ભાવિકભાઈ, ડેક્કન કંપનીના મેનેજર રાહુલ શાહ, વિપુલ રાણા તથા ગ્રાસીમના હેમરાજ પટેલ દિવ્યાંગ બાળકોને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ પોસ્ટ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ પી. બી. ઠાકોર , ડભોઈ કોમ્યુનિટી ફાઉન્ડેશનના ભરતભાઇ, મકતમપુર PI કોઠીયા, સેવાયજ્ઞના રાકેશ ભટ્ટ, JSS ના મુન્નાભાઈ, ઝેડ.જે.પટેલ,  પ્રમુખ શાંતિલાલ શાહ તથા સભ્યો , ગામના આગેવાનો વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્થાના દિવ્યાંગ બાળકોએ વિવિઘ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતાં. સંસ્થાનાં સ્થાપક પ્રવીણભાઈ અને અરૂણાબેન પટેલ દ્વારા હંમેશા પ્રોત્સાહન અને માગૅદશૅન મળતું રહ્યું છે. સંસ્થામાં પ્રમુખ તરીકેની સેવા આપી રહેલા યશવંત પટેલ, સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી , સમીર પટેલ,  આચાર્ય મનિષાબેન ત્રિવેદી તથા રસોડાના કાર્યકર ગીતાબેન પઢિયારનું સંસ્થા વતી સન્માનપત્ર અર્પણ કરી સન્માન કર્યું હતું.કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ યશવંત પટેલ, ઉપપ્રમુખ મગનભાઈ હનીયા, સમીરભાઈ પટેલ, કિર્તી પટેલ, ચંદ્રકાંતભાઈ અને તુષારભાઇ પટેલ, ચીમનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

મોરીયાણા હાઇસ્કુલના આચાર્ય-શિક્ષકોનો વિદાય સમારંભ યોજાયો

નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામે કાર્યરત શ્રી નવરંગ વિધામંદિર હાઇસ્કુલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવે છે.જેમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અશ્વિનસિંહ વિહારીયા અને શિક્ષક મીનાબેન પટેલ,મહેન્દ્રભાઇ વસાવા વયનિવૃતીના કારણે નિવૃત્ત થતાં શાળાપરીવાર ધ્વારા તેમના વિદાય સમારંભના કાર્યક્રમનુ આયોજન કરાયુ હતું.

જેમાં શાળાના ટ્રસ્ટી વિરેન્દ્રસિંહ ગોહિલે નિવૃત્ત આચાર્ય-શિક્ષકોની કામગીરી બિરદાવતા જણાવ્યું હતું કે,આપના પ્રયાસોથી મારા મોરીયાણા ગામના તમામ બાળકો સારૂ શિક્ષણ મેળવી પોતાનું ભવિષ્ય ઉજ્જવર બનાવવાની દિશામાં આગળ વધ્યા છે.નિવૃત્ત શાળાના આચાર્ય-શિક્ષકોને ટ્રસ્ટી વિરેન્દ્રસિંહ ગોહિલે શાલ અને મોમેન્ટો આપી વિદાય આપી હતી.નિવૃત્ત આચાર્ય અશ્વિનસિંહ વિહારીયા રૂ.૧૧૦૦૦,નિવૃત્ત શિક્ષક મીનાબેન પટેલ રૂ.૧૧૦૦૦ અને મહેન્દ્રભાઇ પટેલે રૂ.૫૦૦૦૦ શાળાના વિકાસ માટે દાનમાં આપતા વિધાર્થીઓ આભાર વ્યકત કયૉ હતો.સાથેસાથે ધો.૧૦-૧૨ની બોડઁની પરીક્ષા આપનાર વિધાર્થીઓને પણ વિદાય આપવામાં આવી હતી.

  • ઇકરામ શેખ,ન્યુઝલાઇન,નેત્રંગ

નર્મદા પોલીસે જુદી જુદી જગ્યાએથી દેશી દારૂની ભઠ્ઠીઓ શોધી

પોલીસ અધિક્ષક, નર્મદાની સુચનાઓ અને માર્ગદર્શન હેઠલ નર્મદા જીલ્લાના તમામ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહીબીશનની બદીની નેસ્તનાબુદ કરવા તા.૨૫/૦૩/૨૦૨૨ ના એક પ્રોહીબીશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હતું. જે સમગ્ર નર્મદા જીલ્લાની પ્રોહીબીશન ડ્રાઇવ દરમ્યાન તા.ર૬/૦૩/૨૦૨૨ ના રોજ પ્રોહીબીશનના- ર૪ કેસો શોધી કાઢવામાં આવેલ છે.

જેમાં કુલ-૦૮ આરોપીઓને પકડવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ ૧૩૩ લીટર, કિંમત રૂપિયા ૨.૬૬૦/- તથા વોશ ૧૫૨૪૦ લીટર, કિંમત રૂપિયા ૩૦,૪૮૦/- તેમજ વિદેશી દારૂની બોટલ નંગ ૩૪, કિંમત રૂપિયા ૫,૬૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૩૮,૬૪૦/- નો પ્રોહી. નો મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેના કારણે સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા અસામાજીક ઇસમોમાં ભયનું મોજું ફેલાયું છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં મંડાળાની આદિવાસી દીકરી ઝળકી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં દેડીયાપાડા તાલુકાના મંડાળા ગામ ની આદિવાસી દીકરી ઝળકી.

તાજેતરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની એમ.એસ.ડબલ્યું સેમ -4 ની પરીક્ષામાં નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાના મોટામંડાળા ગામની વસાવા અંજનાબેન સિયોનભાઈ એ ઉત્કૃષ્ટ દેખાવ કરી સમગ્ર યુનિવર્સિટી ખાતે પ્રથમ નંબર પ્રાપ્ત કરી માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી મંડાળા ગામ તથા સમગ્ર આદિવાસી સમાજનું નામ રોશન કરેલ છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

તિલકવાડા પોલીસના હાથે રૂ.૫,૯૩,૭૧૦/- ના વિદેશી દારૂ સાથે ૨ ઝડપાયા

જેતપુર પાવી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોને મળેલ ચોક્કસ બાતમી આધારે એક સ્વિફ્ટ ડીઝાયર ગાડી નંબર GJ-23-CA-1218 ની ગે.કા રીતે વિદેશી દારૂ ભરી નસવાડી તરફ થી દેવલીયા તરફ આવે છે. તેવી બાતમી આધારે સ્ટાફના માણસો દેવલીયા ચોકડી ઉપર વોચમાં હતા, તે દરમ્યાન એક સ્વિફ્ટ ડીઝાયર ગાડી નસવાડી તરફથી આવતા તેને રોકી તેના ડ્રાઈવર નું નામ પૂછતા પોતે પોતાનું નામ હરેશભાઇ જયંતીભાઇ જાતે પટેલ તથા બાજુની સીટમાં બેસેલ ઇસમનું નામ પુછતા પોતે પોતાનું નામ ઉમેશભાઇ જયંતીભાઇ પટેલ બને રહે.આસોદરા તા.આકલાવ જી.આણંદના હોવાનુ જણાવ્યું હતું.

પોલીસ ટીમે તેમની સ્વિફ્ટ ડીઝાયર ગાડીની ઝડતી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ ગોવા સ્પીરીટ ઓફ માથનેશ વ્હીસ્કીના ૧૮૦ એમ.એલ.ના પ્લાસ્ટીકના બોટલ નંગ-૩૮૪ કિ.રૂ.૩૮,૪૦૦/- તથા લંડન પ્રાઇડ પ્રીમીયમ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ. ના કાચના બોટલ નંગ-૬ કિ.રૂ.૧૬,૩૨૦/- તથા લંડન પ્રાઇડ પ્રીમીયમ વ્હીસ્કી ઓરેંજ ફ્લેવરેડ વોડકાના ૧૮૦ એમએલ.ના કાચના બોટલ નંગ-૨૪૦ કિ.રૂ.૩૬,૦૦/- તથા સ્વિફ્ટ ડીઝાયર ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા બંનેવ આરોપીની અંગ ઝડતી માંથી કબ્જે કરેલ મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૫૦૦/- મળી તથા અંગ ઝડતીના રોકડા રૂ.૧૪૯૦ મળી કુલ કિ.રૂ.૫,૯૩,૭૧૦/- નો ઈંગલીશ દારુનો મુદ્દામાલ પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની વાર્ષિક બેઠક ગુજરાતમાં સંપન્ન

અમદાવાદ ખાતે યોજાયેલ વાર્ષિક બેઠકમાં કેન્દ્ર / રાજ્ય સરકારો અને કાશ્મીરથી મથુરા, આસામ અને મહિલા , હિન્દુ સુરક્ષાનો ઠરાવને બહાલી. ૨૬,૨૭ માર્ચ ૨૦૨૨ ના રોજ ગુજરાતના કર્ણાવતીમાં ડૉ પ્રવીણ તોગડિયાની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એએચપી, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ, ઓજસ્વિની, રાષ્ટ્રીય છાત્ર પરિષદ, રાષ્ટ્રીય કિસાન, મજદૂર પરિષદ, હિન્દુ હેલ્પ લાઈન, ઈન્ડિયા હેલ્પ લાઈન સહિત ૧૫ થી વધારે સંગઠનોની વાર્ષિક અખિલ ભારતીય યોજાઇ હતી.

આ બેઠકમાં દેશભરમાંથી બધા સંગઠનોના ૧૨૦ થી વધારે અધિરી ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં થયેલ ખુલ્લી ચર્ચામાં મથુરા મૂળ સંપૂર્ણ ભગવાન શ્રીકૃષ્ણ મંદિર નિર્માણ અભિયાન, કાશી મૂળ ભગવાન વિશ્વનાથ મંદિર નિર્માણ અભિયાન, ૨ થી વધારે બાળકો પર નિયંત્રણનો કાયદો બધા નાગરિકો પર લગાવી ભારત સરકાર દેશને કાશ્મીર બનવાથી બચાવે, કેન્દ્ર સરકાર સમાન નાગરિક સંહિતા બનાવે જેવા વિવિધ ઠરાવો મંજૂર કરાયા હતા.

જંબુસરના નોબારમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

બીએપીએસ દ્વારા ગામેગામ મંદિરો બનાવી સમાજને નવો રાહ ચીંધે છે. પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી નોબાર ગામે નૂતન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નિર્માણ પામ્યું છે. જેનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.મંદિરમાં મહંતસ્વામી મહારાજના કરકમળો વડે  ભગવાન સ્વામિનારાયણ તથા અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની સંગે મરમરની મનમોહક મૂર્તિઓ  તથા ગણપતિજી હનુમાનજી ની મૂર્તિઓની વેદોક્ત પ્રતિષ્ઠા વિધિ પૂજ્ય રાજેશ્વર સ્વામીના વરદ હસ્તે સંપન્ન થઈ હતી આ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા જેમાં વિરાટ વૈદિક મહાપૂજા મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ સભા યોજાઈ હતી.

આ પ્રસંગે મંદિર દ્વારા આપણી મૂળ ઓળખ આતમા રીકે મજબૂત કરે છે ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી પર પ્રગટ થયા અને અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના કાયમ માટે સાચવવા મંદિરોનું નિર્માણ કર્યું છે મનને શાંત કરે તે મંદિર એ સર્વોપરી શાંતિ આપે છે  મંદિર એ ઉચ્ચ પરંપરા મૂલ્યોનું રક્ષણ કરે છે અને તેના થકી સદાચારી જીવનની પ્રેરણા મળે છે  મંદિર એ ભગવાનની અનુભૂતિ માટેનું કેન્દ્ર છે તે ઉપર અનેક દ્રષ્ટાંતો થકી ઉપસ્થિત ભક્તજનોને મંદિરની મહત્ત્વતા સેવા અંગે પણ સમજણ  સંતો દ્વારા આપવામાં આવી હતી  મહોત્સવ પ્રસંગે પૂજ્ય રાજેશ્વર સ્વામી અટલાદરા કોઠારી ભાગ્યસેતુદાસ સ્વામી જ્ઞાનવીર દાસ સ્વામી યજ્ઞ જીવનદાસ સ્વામી સહિત સંતો હરિભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી(VIDEO)

  • આ યાત્રામાં આમ આદમી પાર્ટીના અગ્રણીઓ જોડાયા હતા

પંજાબની જીત બાદ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ગુજરાતના તમામ જીલ્લાઓમાં “વિજય તિરંગા યાત્રા” યોજવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા 21 માર્ચથી 30 માર્ચ સુધી ગુજરાતની તમામ વિધાનસભા મતવિસ્તારમાં “વિજય તિંરગા યાત્રા” યોજવાનો કાર્યક્રમ અંતર્ગત ભરૂચના શ્રવણ ચોકડીથી આરંભ કરાયો હતો. યાત્રામાં હાજર રહેલા કાર્યકરોએ સરકાર પર પ્રહારો કરતાં કહ્યું કે, હવે લોકો સમજી ચૂક્યા છે. પંજાબની જેમ ગુજરાતમાં પણ લોકો પરિવર્તન ઈચ્છી રહ્યાં છે.

ભરૂચ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જે તિરંગા યાત્રા શ્રવણ ચોકડી થી થઈ શકિતનાથ સર્કલ પાંચબત્તી સર્કલ સોનેરી મહેલ ખાતે પૂર્ણ થઈ હતી.આ તિરંગા યાત્રામાં આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો જોડાયા હતા, અને નગર ભ્રમણ દરમિયાન ભારત માતાકી જય ના નારા લગાવ્યા હતા.

ભરૂચ ફુરજારોડ,બાદશાહી મસ્જીદ પાસેથી જુગાર રમતા બે ઝડપાયા

ભરૂચજીલ્લા પોલીસ અધિક્ષક ની સુચના અને મળેલ બાતમી હકીકત આધારે ભરૂચ ફુરજારોડ ,બાદશાહી મસ્જીદ પાસેથી આંક ફરક સટ્ટાબેટિંગનો જુગાર રમી રમાડતા બે આરોપીઓને ઝડપી પાડવામાં બી ડિવિઝન પોલીસને સફળતા મળી છે.

પોલીસે જુગાર રમતા મોહમદ સલીમભાઇ ઇબ્રાહીમભાઇ મલેક રહે-મ.નં ૨૦૦૩, પારસીવાડ, વેજલપુર, ભરૂચ અને મોહમદ શોયેબ મોહમદ હનીફ કુરેશી ઉ.૧.૩૫ રહે-મ.નં-૨૫૮૬,ભઠીયારવાડ,ભરૂચ ને અંગ ઝડતી રોકડા રૂપિયા – ૨૦,૧૯૦/- તથા મોબાઈલ નંગ-૦૨ કિંમત રૂપિયા ૬૦૦૦/-મળી કુલ કિ.રૂ. ૨૬,૧૯૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!