ભરૂચ જીલ્લામાંથી દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવ્રુત્તિ નાબુદ કરવા સારૂ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામા દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા સારૂ તથા જીલ્લામા થતી દારૂની ગેરકાયદેસર રીતે હેર-ફેર અટકાવવા સારૂ વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય
જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામા આવેલ છે દરમ્યાન ગતરોજ તા-૨૬/૦૩/ર૦૨૨ નારોજ ભરૂચ એલ.સી.બી ની ટીમ વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમા પટ્રોલીંગમા હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, વાલીયા ટાઉનમા આવેલ શાંતિનગર ખાતે રહેતા બુટલેગર ભીમાભાઇ ચંદુભાઇ વસાવા રહે- વાલીયા,શાંતિનગર, સીતારામ હોસ્પીટલની બાજુમા વાલીયાએ પોતાના ઘરે ગેરકાયદેસરનો દારૂનો જથ્થો લાવેલ છે અને ચોરી છુપીથી વેચાણ કરી રહેલ છે જે મળેલ હકીકત આધારે એલ.સી.બી ટીમે વાલીયા શાંતિનગર ખાતે આવેલ બુટલેગર ભીમાભાઇ ચંદુભાઇ વસાવા ના ઘરે દરોડા પાડી ગેરકાયદેસરના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલોના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સાથે વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ-૧૫૪ જેની કી.રૂ.૧૯,૬૦૦/- નો મુદ્દામાલ જ્પ્ત કરી પકડાયેલ બુટલેગર તથા દારૂનો જથ્થો મોકલનાર બુટલેગર રમેશભાઇ માધુભાઇ વસાવા રહે- મેરા ગામ તા-વાલીયા જી-ભરૂચ વિરૂધ્ધમા વાલીયા પોલીસ મથકમા ગુનો રજીસ્ટર કરાવવામા આવેલ છે.