- આ યાત્રામાં આમ આદમી પાર્ટીના અગ્રણીઓ જોડાયા હતા
પંજાબની જીત બાદ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ગુજરાતના તમામ જીલ્લાઓમાં “વિજય તિરંગા યાત્રા” યોજવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા 21 માર્ચથી 30 માર્ચ સુધી ગુજરાતની તમામ વિધાનસભા મતવિસ્તારમાં “વિજય તિંરગા યાત્રા” યોજવાનો કાર્યક્રમ અંતર્ગત ભરૂચના શ્રવણ ચોકડીથી આરંભ કરાયો હતો. યાત્રામાં હાજર રહેલા કાર્યકરોએ સરકાર પર પ્રહારો કરતાં કહ્યું કે, હવે લોકો સમજી ચૂક્યા છે. પંજાબની જેમ ગુજરાતમાં પણ લોકો પરિવર્તન ઈચ્છી રહ્યાં છે.
ભરૂચ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જે તિરંગા યાત્રા શ્રવણ ચોકડી થી થઈ શકિતનાથ સર્કલ પાંચબત્તી સર્કલ સોનેરી મહેલ ખાતે પૂર્ણ થઈ હતી.આ તિરંગા યાત્રામાં આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો જોડાયા હતા, અને નગર ભ્રમણ દરમિયાન ભારત માતાકી જય ના નારા લગાવ્યા હતા.