ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ જીલ્લામાં પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતી ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુંસંધાને બાતમી આધારે મોજે મહાદેવનગર જ્યોતીનગર ખાતેથી પ્રતીબંધીત વિદેશી દારૂની નાની મોટી બોટલ/ટીન કુલ્લે બોટલ નંગ ૧૬૦/-કિમત રૂપીયા ૨૬,૦૦૦/- તથા એક ફોર વ્હીલ ગાડી MH-04-DB-4264 કિમત રૂપીયા ૨,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિમત રૂપીયા ૨,૨૬,૦૦૦/- ના મુદ્દામાલ સાથે રૂષભ શ્યામુભાઈ વસાવા રહેવાસી બી/૪૮ શ્રીનગર સોસાયટી તુલસીધામ પાસે ભોલાવ ભરૂચને પકડી પાડવા સાથે ધ્રુવ ઉર્ફે જીનુ નિલેશભાઈ પટેલ રહેવાસી જ્યોતીનગર ભરૂચને વોન્ટેડ જાહેર કરી તમામ વિરૂધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ ચાલુ છે.