The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 139

નેત્રંગ રેલ્વે ડિમોલેશમાં વૈકલ્પીક વ્યવસ્થાની માંગ કરતા સાંસદ મનસુખ વસાવા

  • સાંસદ મનસુખ વસાવાએ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર દ્વારા રજુઆત કરી

હાલમાં જ નેત્રંગ ગામમાં ૫0 વર્ષથી રેલવેની જગ્યામાં લોકો ઘર અને દુકાનો બનાવી રહેતા હતા. ઘણાખરા લોકોએ તો લાખો રૂપિયા ખર્ચી પાકા મકાનો પણ બનાવી દીધા હતા. આ બાબતે વર્ષોથી દબાણકર્તાઓને નોટિસ અને કોર્ટ કાર્યવાહી ચાલતી હતી. જેતે સમયે અગ્રણીઓએ વચ્ચે પડી સમાધાન કરી દબાણો તૂટતા બચાવ્યા હતા.

પરંતુ હાલમાં સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા રેલવેના અધિકારીઓએ લોકોને નોટિસ આપી જગ્યા ખાલી કરવા સૂચના આપી હતી.જેમાં રેલવે દ્વારા કોઇ પણ વૈકલ્પીક વ્યવસ્થા વિના ઘરો,દુકાનો પર બુલ્ડોઝર ફેરવાતા સાંસદ મનસુખ વસાવાએ બેઘર લોકો અને દુકાનદારો માટે વૈકલ્પીક વ્યવસ્થા કરવાની માંગ સાથે રેલમંત્રીને પત્ર પાઠવ્યો છે.

તેમણે પત્રમાં જણાવ્યું કે ભરૂચ લોકસભા ક્ષેત્રમાં આવતા નેત્રંગ તાલુકામાં પ્રશાસન દ્વારા રેલ લાઈનના કિનારે રહેનાર લોકોને કોઈપણ જાતની સુચના કે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર હટાવી લીધા એના અંતર્ગત ભારત સરકારના રેલમંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર દ્વારા રજુઆત કરી છે.

વાલીયાના વટારીયાથી બુટલેગરે મંગાવેલ વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા ઝડપાઇ, ૩ વોન્ટેડ

ભરૂચ જીલ્લામા થતી દારૂની ગેરકાયદેસર રીતે હેર-ફેર અટકાવવા સારૂ વોચ રાખી ભરૂચ એલ.સી.બી ના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામા આવેલ છે.દરમ્યાન તા-૩૧/૦૩/૨૦૨૨ નારોજ ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બીની ટીમ વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમા પટ્રોલીંગમા હતી. દરમ્યાન બાતમી મળેલ કે, વાલીયા તાલુકાના વટારીયા ગામે રહેતા બુટલેગર જયંતિભાઇ ધીરૂભાઇ વસાવાએ પોતાના ઘરે ગેરકાયદેસરનો દારૂનો મંગાવેલ છે.

જે આધારે એલ.સી.બી ટીમે વાલીયા તાલુકાના વટારીયા ગામે ઇન્દીરા કોલોની ખાતે વોચમા રહી વહેલી સવારના સમયે દારૂનો જથ્થો ભરેલ ઇકો ફોરવ્હીલ કારમા આવેલ દારૂના જથ્થાના કાર્ટીંગ સમયે રેડ કરતા બુટલેગરોમા નાસ-ભાગ થઇ ગયેલ જેમા બુટલેગર જયંતિ વસાવા તથા કારમા દારૂનો જથ્થો ભરી લઇ આવનાર બે ઇસમો નાસી ગયેલ જયારે સ્થળ ઉપરથી દારૂના જથ્થા સાથે બુટલેગર ની પત્ની ગીતાબેન જયંતિભાઇ ધીરૂભાઇ વસાવા રહે- વટારીયા,ઇન્દીરા કોલોની તા-વાલીયાને ગેરકાયદેસરના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલોના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી પકડાયેલ બુટલેગર તથા દારૂનો જથ્થો મોકલનાર બુટલેગર વિરૂધ્ધમા વાલીયા પો.સ્ટે. મા ગુનો રજીસ્ટર કરાવવામા આવેલ છે.

પોલીસે આ ગુનામાં જયંતિભાઇ ધીરૂભાઇ વસાવા રહે- વટારીયા,ઇન્દીરા કોલોની તા-વાલીયા જી-ભરૂચ, ઇકો કારમા દારૂનો જથ્થો લઇ આવનાર નાસી જનાર બે અજાણ્યા ઇસમો અને દારૂનો જથ્થો મોકલનાર સુરેન્દ્ર ઉર્ફે અખ્તર જાડુભાઇ વસાવા રહે-શીનાડા તા-વાલીયાને વોન્ટેડ જાહેર કરી કુલ રૂપિયા-૦૪,૦૮,૫૬૦/- નો મુદ્દામાલ આગળની તપાસ હાથધરી છે.

નિરાધારોના આશ્રય માટે નેત્રંગ પંચાયત દ્વારા કરાયો સરવે

નેત્રંગ ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્ર દેશમુખે રેલવે ના ડિમોલેશન મુદ્દે ની જણાવ્યું કે પંચાયતની હદમાં આવેલા રેલવેના દબાણ બાબતે અમે રજૂઆત કરવા માટે ભરૂચ ગયા હતા. ત્યાં અમેત 15 દિવસનો સમય આપવા માંગણી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અધિકારીએ હવે અમારા હાથમાં કંઈ નથી તેમ કહી દબાણ આવતીકાલે તોડવામાં આવશે અમારી ફરજમાં આવે છે અગાઉ ઘણી વખત દબાણ તોડવાનું લંબાવેલ છે અમારે જવાબ આપવો પડે છે તેમ અધિકારીએ કહ્યું હતું.અમે બેઘર પરિવારો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા સર્વે કરાયો છે.

નેત્રંગ ગ્રામ પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ મુખ્ય બજાર પાસે આવેલી રેલવેની જગ્યામાં વર્ષોથી દબાણો કરી રહેતા અને વેપાર કરતા લોકોને આખરે રેલવેની જગ્યા ખાલી કરવાનો વખત આવ્યો હતો. બે દિવસથી રેલવે અને પોલીસના અધિકારીઓના આંટા ફેરા વચ્ચે બુધવારે ભર બપોરે 42 ડિગ્રી તાપમાં દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાતાં લોકોનો પારો પણ ઉંચે ગયો હતો. નેત્રંગમાં રેલવેના દબાણ તૂટવાની વકીથી મકાનના ભાડામાં રાતોરાત ઉછાળો આવ્યો હતો 2500 ના 5500 થઇ ગયા હતા લોકોએ મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો હતો.લોકોના ઘર તૂટતા જેને અન્ય કંઈપણ સગવડ નહિ હોવાથી અંદરની શેરીના રસ્તામાં ખુલ્લામાં સરસામાન રાખ્યો હતો.

ભરૂચમા મહાદેવનગર ખાતેથી વિદેશી દારૂ સાથે ૧ ઝડપાયો

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ તરફથી જીલ્લામા દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવુતી અટકાવવા સારૂ તથા જીલ્લામા થતી દારૂની ગેરકાયદેસર રીતે હેરફેર અટકાવવા સારૂ વોચ રાખી અસરકારક કાર્યવાહી કરવા સુચના આપેલ હતી.

જે અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ ની અલગ અલગ ટીમોની રચના કરવામા આવેલ. તે પૈકી ભરૂચ એલ.સી.બી.ની એક ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે મહાદેવનગર ખાતેથી વિદેશી દારૂ, સહીત કુલ મુદ્દામાલ કિ.રૂ. ૪૯,૨૦૦/- સાથે એક આરોપી પ્રશાંત ઉર્ફે પીટુ સુરેશભાઇ પટેલ રહે.૮૧, મહાદેવનગર જ્યોતીનગરની પાછળ તા.જી.ભરૂચને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે ભરૂચ શહેર સી ડીવીઝન પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.જ્યારે ધ્રુવ ઉર્ફે જીનુ નીલેષભાઇ પટેલ રહે.મહાદેવનગર જ્યોતીનગરની પાછળ તા.જી.ભરૂચ,જીગ્નેશ ઉર્ફે જીગો પરીખ રહે.અંક્લેશ્વર તા.જી.ભરૂચને વોન્ટેડ જાહેર કરી તેમની શોધ આરંભી છે.

સતત ૮ કલાક વિજળી આપવા મુદ્દે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજે આપ્યું આવેદન

ભરૂચ જિલ્લાના અને ભરૂચ સર્કલ માં સમાવિષ્ટ ખેડ્તોને ખેતીના ઉપયોગ માટે સતત આઠ કલાક વીજળી આપવા આજે ખેડૂતોએ નારેબાજી સાથે આવેદન પાઠવી વિજળીની માંગ કરી હતી.

આવેદનમાં જણાવાયું કે ખેડૂતોને અત્યારે ઉભા પાકને બચાવવા નો છે. અને કેટલાક પાકોનું વાવેતર પણ કરવાનું છે. એટલે કે તેમના પાકો જેવા કે શાકભાજી, કેળ, શેરડી જેવા પાકો માટે ખૂબ જ પાણીની જરૂરિયાત છે. અને નિયમિત આઠ કલાક વીજળી મળશે એવું માનીને તેમણે તેમની ખેતી પાકોનું આયોજન કરેલું છે તેમાં છેલ્લા ૨૦ દિવસથી માત્ર છ કલાક અને તે પણ ટુકડે-ટુકડે વીજળી આપવામાં આવે છે. જે ઘણી જ દુઃખદ હકીકત છે. અને જે રીતે સજીવ સૃષ્ટિને પાણીની જરૂર છે, દરેક માનવને પાણીની જરૂર છે, તે પ્રમાણે ઉભા ખેતીના પાકોને પણ પાણીની જરૂર છે.

ત્યારે તાત્કાલિક અસરથી ખેડૂતોને સતત આઠ કલાક વીજળી આપવામાં આવે નહિતર વીજળી ના મળવાને લીધે અમારા ખેતી પાકોને થનાર નુકસાન માટે સંપૂર્ણપણે ડી.જી.વી.સી.એલ. જવાબદાર રહેશે. અને અને આ બાબતે યોગ્ય નિર્ણય ન લેવાય, અને અમને સતત આઠ કલાક વીજળી મળતી ન થાય તો અમારે ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે જલદ આંદોલન કરવું પડશે, જેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્ર ની રહેશેની ચિકકી પણ ઉચ્ચારાઇ હતી.

જંબુસરમાં આઇ.જી.ડી. દ્વારા પ્રોજેક્ટ વૃદ્ધિ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

આઇ.જી.ડી.સંસ્થા ચૌદ વર્ષથી સામુહિક વિકાસ આરોગ્ય કુપોષણ પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત છે ગુજરાત રાજ્ય દ્વારા  ઘણી પ્રગતિ કરવામાં આવી છેપરંતુ અમુક ગામોમાં હજૂ કુપોષિત બાળકો છે ત્યાં જઈ બાળકોની શારીરિક તપાસ કરી  કુપોષિત અને અતિ કુપોષિત બાળકો શોધી તેમને નૉર્મલ અવસ્થા સુધી લઈ જવાના તમામ પ્રયત્નો કરવામાં આવનાર છે.

આ સહિત ધાત્રી અને સગર્ભા માતાઓ કિશોર અવસ્થાવાળા દિકરા દિકરીઓ પ્રત્યે  ધ્યાન રાખી તેના સ્વાસ્થ્ય સંબંધી શારીરિક વિકાસમાં અલગ અલગ બદલાવ આવે તે માટે  પ્રોટીન વિટામિન આયર્નની જરૂરિયાત હોય  તેને માટે સતત પ્રયત્નશીલ રહેવા આઈ.જી.ડી. પીઆઇ ફાઉન્ડેશનના સહયોગથી જંબુસર તાલુકાની  ૬૧ જેટલા આંગણવાડી કાર્યકરોને સાથે રાખી ૧૨ જેટલા ગામોમાં આ પ્રોજેક્ટ અંતર્ગત કાર્ય કરવાનું હોય જેનો  પ્રોજેક્ટ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ટીએચઓ ડોક્ટર ઓમકાર દેસાઈ,સીડીપીઓ નીનાબેન પટેલ, આઇજીડી સી ઈ ઓ પવન વર્મા,સીનિયર ટેકનિકલ એડવાઈઝર ડોક્ટર પી કે ગોસ્વામી,પી આઈ ફાઉન્ડેશન ડોક્ટર અમરેન્દ્રસિંહ,સિનિયર પ્રોગ્રામ મેનેજર ગુરપ્રીત સિંહ,ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનું દિપ પ્રાગ્યટય થકી પ્રારંભ કરાવ્યો અને ઉપસ્થિતોનું શાલ ઓઢાડી સન્માનિત કરાયાં હતાં.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

સાગબારા તાલુકામાં ખેડૂતોને પુરતી વીજળી આપોની માંગ સાથે કોંગ્રેસનું આવેદન

રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. હાલ ખેડૂતો દ્વારા ઉનાળુ પાક લેવામાં આવી રહ્યા છે, જોકે આ દરમિયાન ખેડૂતોને પૂરતો ૮ કલાકની જગ્યાએ હવે ૬ કલાક  વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે, અને એક તરફ ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા હોવાથી ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી, ત્યારે વીજ પુરવઠો પૂરતા પ્રમાણમાં ન મળતા અને ઓછો મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

વીજળી ઓછા કલાક મળવાના કારણે ખેડૂતોના પાકને નુકશાન જવાની ભીતિ સર્જાઈ છે. જેને લઈ ખેડૂતો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે સાગબારા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપી સરકારની જાહેરાત મુજબ ખેડુતોને દિવસ દરમ્યાન ૮ કલાક વીજ પુરવઠો મળે તેવી કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. વહેલી તકે યોગ્ય ખેડુતોના હીતમાં યોગ્ય ઉકેલ નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

આવેદન પત્ર આપવા સાગબારા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુરેશભાઈ વસાવા, પૂર્વ પ્રમુખ મહેલભાઈ, વિરોધ પક્ષના નેતા અવિનાશભાઈ વસાવા, બહાદુરભાઇ વસાવા તેમજ કોંગ્રેસ સમિતિના કાર્યક્રમ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના આસપાસના વિસ્તારને તરીકે જાહેર કરાયો નો ડ્રોન ઝોન

નર્મદા જિલ્લાના ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એલ.એમ.ડિંડોરે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪ તથા આમુખ-૨ થી તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા વિસ્તારના નર્મદા માતાજીની મૂર્તિ – ન્યુ ગોરા બ્રીજ – મોખડી ડેમ સાઈટ – CHPH/RBPH તેમજ ડાઇક નં.૧ એરોડ્રામથી ડાઇક નં.૪, ટેન્ટ સીટીથી ભુમલીયા ઝીરો પોઇન્ટથી નર્મદા માતાજીની મૂર્તિ સુધીના સમગ્ર વિસ્તારને “NO DRONE ZONE” જાહેર કર્યો છે. સદરહું વિસ્તારમાં રીમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન (DRONE) ચલાવવાની/ઓપરેટ કરવાની મનાઇ હુકમ ફરમાવ્યો છે. આ જાહેરનામાની અમલવારી તા.૨૯/૦૩/૨૦૨૨ ના ૦૦.૦૦ કલાકથી તા.૨૭/૦૫/૨૦૨૨ ના ૨૪.૦૦ કલાક સુધી કરવાની રહેશે.

અપવાદરૂપ કિસ્સામાં પોલીસ વિભાગ, સુરક્ષાબળો અને પોલીસ વિભાગ તરફથી મળેલ પરવાનગીના સંશાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં  છે.

આમોદ નગરમાં ઉભરાતી ગટરોથી જનતા ત્રાહિમામ

આમોદ નગરમાં ચારે તરફ ગટરો ઉભરાઈ રહી છે જેથી લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે.ગટરો ઉભરાતા મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે.જેને કારણે નગરજનો ઉપર મચ્છરજન્ય બીમારી આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે પરંતુ આમોદ પાલિકાના સત્તાધીશો લોકોની પ્રાથમિક જરૂરિયાત હલ કરવાને બદલે રાજકીય સોગઠાબાજીમાં વ્યસ્ત હોઈ નગરજનો સત્તાધીશોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.હાલમાં આમોદ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સામે થયેલી અવિશ્વાસની દરખાસ્ત બાબતે પાલિકાના સત્તાધીશો રાજકીય સોગઠાબાજીમાં વ્યસ્ત બન્યાં છે.પરંતુ નગરજનોની પ્રાથમિક જરૂરિયાતના કામો ના કરતા નગરજનો રોષે ભરાયાં છે.

આમોદ નગરમાં પશુદવાખાના નગરી પાસેના વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ગટરનું ગંદુ દુર્ગંધવાળું પાણી જાહેર રોડ ઉપર ફરી વળ્યું છે.તેમજ ગટરનું પાણી એટલી હદે ઉભરી રહ્યું છે કે લોકોના મકાનોમાં પણ દુર્ગંધવાળું ગંદુ પાણી ઘુસી ગયું છે.સ્થાનિક રહીશોએ વારંવાર પાલિકાને રજુઆત કરવા છતાં પણ તેનો કોઈ નિવેડો આવ્યો નથી.પશુ દવાખાના પાસે ખાનગી શાળા પણ આવેલી છે જયાં શાળાના નાના બાળકો આવન જાવન કરે છે ત્યારે શાળાના બાળકોના સ્વાસ્થય સામે પણ સવાલો ઉભા થાય છે.

આ ઉપરાંત આમોદના વોર્ડ.નં ૩ માં ભીમપુરા રોડ નગરી પાસે પણ ગટરો ઉભરાતા સ્થાનિક રહીશો તેમજ સ્થાનિક નગર સેવક રમેશભાઈ વાઘેલાએ પણ અનેક વખત રજુઆત કરવા છતાં ગટર સાફ કરવામાં આવતી નથી તેમજ અશોક વાઘેલાના ઘર પાછળ મીઠા પાણીની લાઇન પણ ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈ છે.જે બાબતે અશોક વાઘેલાએ અનેક વખત રજુઆત કરવા છતાં પાલિકા સત્તાધીશો તરફથી હજુ કોઈ કામગીરી કરવામાં આવી નથી.આમોદના પુરસારોડ નગરી વિસ્તારમાં આંગણવાડી પાસે તેમજ બસ ડેપો નજીક લાલબાપુની દરગાહ પાસે તેમજ પેટ્રોલ પંપ પાસે માછી સમાજના રહેણાંક વિસ્તારમાં દુર્ગંધ મારતી ગટર ઘણાં સમયથી ઉભરાઈ રહી છે પરંતુ હજુ સુધી કોઈ ઉભરાતી ગટરોનું નિરાકરણ આવ્યું નથી.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન, આમોદ

વાલિયા-ડહેલી વચ્ચે તુણા ગામ પાસે ટ્રકે ઇકોને ટક્કરથી આગ ભભૂકી ઉઠતા પિતા-પુત્રનું મોત

  • કોસંબા સોસાયટીનો જ મિત્ર પલટી મારેલી કારમાંથી મિત્ર અને તેના પુત્રને બહાર કાઢી શક્યો નહિ, જોતજોતામાં કાર સળગી ઉઠી

કોસંબા રહેતા પિતા પોતાના મિત્ર સાથે ડહેલી ગામે પુત્રને લઈ સીએનજી ઇકોમાં પરત ફરી રહ્યા હતા ત્યારે તૃણા ગામે ટ્રકે અકસ્માત સર્જ્યો હતો. ઇકો પલટી મારી સળગી જતા પિતા-પુત્રનું મોત નીપજ્યું હતું. કોસંબાની કે.બી. પાર્ક 2 માં રાજદીપ મહેશ ટેલર રહે છે. જેઓ મંગળવારે રાતે સોસાયટીના ગેટ પાસે બેઠા હતા. ત્યારે આજ સોસાયટીમાં રહેતા તેમના મિત્ર કૃપાલસિંહ રાઠોડ તેમની સી.એન.જી. ઇકો કાર લઈ આવ્યા હતા.

ડેહલી ખાતે સાસરીમાં પુત્ર કર્તવ્યસિંહને લેવા જવાનો હોય રાજદીપ ભાઈને સાથે લઈ લીધા હતા. ડહેલી થી તેઓ પુત્રને લઈ કારમાં પરત વાલિયા તરફ આવી રહ્યાં હતાં. દરમિયાન રાતે પોણા બાર વાગ્યાના અરસામાં સામેથી આવતી ટ્રકે ઇકોને અડફેટે લીધી હતી.

અકસ્માતમાં ઇકો પલટી મારી જતા રાજદીપભાઈ જેમ તેમ કરી બહાર નીકળી આવ્યા હતા. ઇજાગ્રસ્ત પિતા અને પુત્રને કાઢવાનો મિત્રનો પ્રયત્ન વ્યર્થ ગયો હતો. એવામાં જ કારમાં આગ લાગી જતા તુરંત ઘટનાની જાણ ડહેલી અને કોસંબા કરાઈ હતી. પરિવારજનો અને લોકો દોડી આવતા સળગતી કારમાંથી પિતા-પુત્રને બહાર કાઢી ત્રણેયને વાલિયા સીએચસીમા ખસેડાયા હતા. જ્યાં 30 વર્ષીય કૃપાલ અને તેમના 4 વર્ષીય પુત્ર કર્તવ્યનું ઇજા અને દાઝી જવાના કારણે મોત થયું હતું. વાલિયા પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!