ભરૂચ જીલ્લામા થતી દારૂની ગેરકાયદેસર રીતે હેર-ફેર અટકાવવા સારૂ વોચ રાખી ભરૂચ એલ.સી.બી ના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામા આવેલ છે.દરમ્યાન તા-૩૧/૦૩/૨૦૨૨ નારોજ ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બીની ટીમ વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમા પટ્રોલીંગમા હતી. દરમ્યાન બાતમી મળેલ કે, વાલીયા તાલુકાના વટારીયા ગામે રહેતા બુટલેગર જયંતિભાઇ ધીરૂભાઇ વસાવાએ પોતાના ઘરે ગેરકાયદેસરનો દારૂનો મંગાવેલ છે.

જે આધારે એલ.સી.બી ટીમે વાલીયા તાલુકાના વટારીયા ગામે ઇન્દીરા કોલોની ખાતે વોચમા રહી વહેલી સવારના સમયે દારૂનો જથ્થો ભરેલ ઇકો ફોરવ્હીલ કારમા આવેલ દારૂના જથ્થાના કાર્ટીંગ સમયે રેડ કરતા બુટલેગરોમા નાસ-ભાગ થઇ ગયેલ જેમા બુટલેગર જયંતિ વસાવા તથા કારમા દારૂનો જથ્થો ભરી લઇ આવનાર બે ઇસમો નાસી ગયેલ જયારે સ્થળ ઉપરથી દારૂના જથ્થા સાથે બુટલેગર ની પત્ની ગીતાબેન જયંતિભાઇ ધીરૂભાઇ વસાવા રહે- વટારીયા,ઇન્દીરા કોલોની તા-વાલીયાને ગેરકાયદેસરના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલોના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી પકડાયેલ બુટલેગર તથા દારૂનો જથ્થો મોકલનાર બુટલેગર વિરૂધ્ધમા વાલીયા પો.સ્ટે. મા ગુનો રજીસ્ટર કરાવવામા આવેલ છે.

પોલીસે આ ગુનામાં જયંતિભાઇ ધીરૂભાઇ વસાવા રહે- વટારીયા,ઇન્દીરા કોલોની તા-વાલીયા જી-ભરૂચ, ઇકો કારમા દારૂનો જથ્થો લઇ આવનાર નાસી જનાર બે અજાણ્યા ઇસમો અને દારૂનો જથ્થો મોકલનાર સુરેન્દ્ર ઉર્ફે અખ્તર જાડુભાઇ વસાવા રહે-શીનાડા તા-વાલીયાને વોન્ટેડ જાહેર કરી કુલ રૂપિયા-૦૪,૦૮,૫૬૦/- નો મુદ્દામાલ આગળની તપાસ હાથધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here