નેત્રંગ ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્ર દેશમુખે રેલવે ના ડિમોલેશન મુદ્દે ની જણાવ્યું કે પંચાયતની હદમાં આવેલા રેલવેના દબાણ બાબતે અમે રજૂઆત કરવા માટે ભરૂચ ગયા હતા. ત્યાં અમેત 15 દિવસનો સમય આપવા માંગણી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અધિકારીએ હવે અમારા હાથમાં કંઈ નથી તેમ કહી દબાણ આવતીકાલે તોડવામાં આવશે અમારી ફરજમાં આવે છે અગાઉ ઘણી વખત દબાણ તોડવાનું લંબાવેલ છે અમારે જવાબ આપવો પડે છે તેમ અધિકારીએ કહ્યું હતું.અમે બેઘર પરિવારો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા સર્વે કરાયો છે.
નેત્રંગ ગ્રામ પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ મુખ્ય બજાર પાસે આવેલી રેલવેની જગ્યામાં વર્ષોથી દબાણો કરી રહેતા અને વેપાર કરતા લોકોને આખરે રેલવેની જગ્યા ખાલી કરવાનો વખત આવ્યો હતો. બે દિવસથી રેલવે અને પોલીસના અધિકારીઓના આંટા ફેરા વચ્ચે બુધવારે ભર બપોરે 42 ડિગ્રી તાપમાં દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાતાં લોકોનો પારો પણ ઉંચે ગયો હતો. નેત્રંગમાં રેલવેના દબાણ તૂટવાની વકીથી મકાનના ભાડામાં રાતોરાત ઉછાળો આવ્યો હતો 2500 ના 5500 થઇ ગયા હતા લોકોએ મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો હતો.લોકોના ઘર તૂટતા જેને અન્ય કંઈપણ સગવડ નહિ હોવાથી અંદરની શેરીના રસ્તામાં ખુલ્લામાં સરસામાન રાખ્યો હતો.