જંબુસર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી મુદ્દે જંબુસર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલ ગેસના બોટલ ખાદ્યતેલ સહિતના ભાવો સતત બે વર્ષથી ખાદ્યતેલમાં દોઢગણું દવામાં ૬૦ ટકા તથા મસાલામાં ૩૦ ટકા જેટલો ભાવ વધારો થતો રહ્યો હોય સામાન્ય જનતાને જીવવું દુષ્કર બની ગયું છે મધ્યમ વર્ગ મહેનત મજુરી કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતો હોય અને તેમાં મોંઘવારીએ માઝા મૂકી છે જેને લઇ જનતાની પડખે કૉન્ગ્રેસ આવી અને ઠેર ઠેર મોંઘવારી મુદ્દે પ્રદર્શન આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજરોજ મહંગાઈ મુક્ત ભારત અભિયાન અંતર્ગત જંબુસર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઈન્ચાર્જ મામલતદાર જંબુસર એ ડી પટેલને ધારાસભ્ય સંજયભાઇ સોલંકીની અધ્યક્ષતામાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં તાલુકા પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવ અગ્રણી પ્રભુદાસ મકવાણા શહેર પ્રમુખ જાવેદ તલાટી વિપક્ષનેતા સાકીરભાઇ મલેક સહિત ઉપસ્થિત રહ્યાં હતા..
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપા સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે લાખો શિક્ષિત નવયુવાનો બેરોજગારીનો ભોગ બની રહ્યા છે તથા મોંઘવારીએ માઝા મૂકી છે સામાન્ય અને ગરીબ લોકોને જીવવા ફાંફાં પડે છે રેશનિંગનું અનાજ ગરીબોને મળતું નથી પ્રજા પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે મોંઘવારી કાબૂમાં લેવા ગુજરાતની ભાજપા સરકાર સરિયામ નિષ્ફળ ગઈ છે. સરકારી તંત્રમાં બેફામ ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે. સરકારી કર્મચારીઓ પૈસા આપ્યા સિવાય કોઈ પણ કામો થતાં નથી. પ્રજા લાચારી ભોગવી રહ્યાં છે જગતનો તાત ગણાતા ખેડૂતો માથે હાથ દઈ બેઠા છે. નર્મદા નહેરનું પાણી જરૂરિયાત હોય ત્યારે છોડવામાં આવતુ નથી. સમયસર સિંચાઇનું પાણી ન મળવાને કારણે ખેતીમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ખેડુતોના દેવા માફ કરવા માગણી આવેદનપત્રમાં જણાવી છે.આવેદનપત્ર આપવા જંબુસર શહેર અને તાલુકાના હોદ્દેદારો કાર્યકરો મોટીસંખ્યામાં હાજર રહ્યાં હતા.
- સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર