
- વડોદરા રોહિત સમાજ દ્વારા વાગલખોડ શાળાના શિક્ષક કાલિદાસ રોહિતનું સન્માન કરવામાં આવ્યું
લાલ ભવન વડોદરા ખાતે વડોદરા રોહિત સમાજના તેજસ્વી તારલા અને સમાજના વિશિષ્ટ વ્યક્તિઓ ના સન્માન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં વાલિયા તાલુકાના વાગલખોડ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કાલિદાસ ઝવેરભાઈ રોહિત નુ શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ સાલ ઓઢાડી સન્માન પત્ર આપી કરવામાં આવ્યું હતું. આજ રીતે તેજસ્વી વિદ્યાર્થી અને સમાજને મદદરૂપ થનાર વ્યક્તિ તેમજ સરપંચ જિલ્લા પંચાયતના સભ્યોનુ પણ સમ્માન કરવામાં આવ્યું હતું આ આયોજન વડોદરા રોહિત સમાજના પ્રમુખ રોહિતકુમાર એમ પટેલ તથા મુકેશ ભાઈ મકવાણા બાબુભાઈ વાઘેલા નટવરભાઈ પરીખ સોમાભાઈ રોહિત તથા કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુણવંતરાય એચ પરમાર પ્રભુદાસ મકવાણા નિષેધ મકવાણ સવારના અગ્રણીઓ ડોક્ટરો, એન્જિનીયરો હાજર રહ્યા હતા.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા