The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 130

ભરૂચ જૈન સમજ દ્વારા ચોવીસમાં તીર્થંકર મહાવીર સ્વામીની જયંતી ઉજવાઇ

ભરૂચ જૈન સમાજ દ્વારા મહાવીર જયંતિની ઉજવણી ના ભાગ રૂપે રેલી સહિત અનેક કાર્યક્રમો અને પૂજન અર્ચન કરાયા હતા.

મહાવીર સ્વામી જૈન ધર્મના પ્રવર્તક ભગવાન શ્રીઆદિનાથની પરંપરામાં ચોવીસમાં તીર્થકર માનવામાં આવે છે. મહાવીર સ્વામીએ અહિંસા પરમો ધર્મ સૂત્ર આપ્યું હતું.મહાવીર સ્વામીનો જન્મ કુંડલગ્રામમાં થયો છે. તેઓ જન્મથી ક્ષત્રિય હતાં અને બાળપણમાં તેમનું નામ વર્ધમાન હતું. જાતક કથાઓ પ્રમાણે તેઓ ક્ષત્રિય હોવાના કારણે અતિ વીર હતાં અને જ્યારે તેઓ તપસ્યામાં લીન હતાં ત્યારે તેમના ઉપર જંગલી જાનવરોના અનેક હુમલાઓ થયા અને તેમણે સહનશીલતા અને વીરતાથી બધાને પરાસ્ત કર્યાં. તેમના આ જ ગુણના કારણે તેમનું નામ મહાવીર સ્વામી થયું.

માનવ સમાજને અંધકારથી પ્રકાશ તરફ લઇ જતાં ભગવાન મહાવીરનો જન્મ ઈસાથી 599 વર્ષ પહેલાં ચૈત્ર મહિનાના સુદ પક્ષમાં તેરસ તિથિએ લિચ્છિવી વંશમાં થયો હતો. આ વર્ષે મહાવીર જયંતી 6 એપ્રિલ એટલે આજે છે. મહાવીર સ્વામીએ દુનિયાને જૈન ધર્મના પંચશીલ સિદ્ધાંત જણાવ્યાં છે. જેમાં અહિંસા, સત્ય, અપરિગ્રહ, અસ્તેય અને બ્રહ્મચર્ય છે.

મહાવીર સ્વામીએ તેમના ઉપદેશોથી જનમાનસને યોગ્ય રાહ બતાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પાંચ મહાવ્રત, પાંચ અણુવ્રત, પાંચ સમિતિ અને છ જરૂરી નિયમોનો વિસ્તારથી ઉલ્લેખ કર્યો. જે જૈન ધર્મના પ્રમુખ આધાર બન્યાં. જેમાં સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને પંચશીલ કહેવામાં આવે છે.

 

દહેજની ઓમ ઓર્ગેનિક્સ કંપનીને અપાઇ ક્લોઝર નોટિસ સાથે ફટકારાયો રૂ. 25 લાખનો દંડ

ભરૂચના દહેજ ખાતે આવેલી ઓમ ઓર્ગેનિક્સ કંપનીમાં બ્લાસ્ટના કારણે 6 કામદારોના મોત નિપજ્યાં હતાં. ત્યારે સમગ્ર ઘટનાને પગલે તંત્ર દ્વારા કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે અને રૂ. 25 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

દહેજની ઔદ્યોગિક વસાહત સ્થિત ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી, ત્યારે આગની ઘટનામાં દાઝી જવાથી 6 લોકોના મોત થયા હતા. આ મામલે તંત્ર દ્વારા કંપની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. તો સાથે જ કંપનીને રૂ. 25 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ મૃતકોના પરિવારજનોને રૂ. 3-3 લાખની સહાય આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીમાં બ્લાસ્ટના કારણે 6 કામદારોના મોત નિપજતા વડાપ્રધાન કાર્યાલય દ્વારા ટ્વિટ કરી મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી અને સહાયની પણ જાહેરાત કરવામાં આવી હતી.

ભરૂચ દહેજ માર્ગ પર વેસદડા નજીક એલ.પી.જી ભરેલ ટેન્કરમાં લાગી આગ

ભરૂચ દહેજના માર્ગ ઉપર વેસદડા ગામ ન્જીક દહેજ તરફથી ભરૂચ તરફ આવવાના આર્ગ ઉપર પસાર થતા એક એલ.પી.જી ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા એક સમયે આ રોડ ઉપર પસાર અથતા વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો.

ભરૂચ – દહેજને જોડતા માર્ગ ઉપર આવેલ વેસદડા ગામ નજીક એલપીજી ગેસ ભરેલ  ટેન્કર પસાર થઈ રહ્યું હતું તે વેળા ટેન્કર અચાનક શોર્ટ સર્કિટ થતા ભયંકર આગ બબૂકી ઉઠવાનઈ ઘટના બનવા પામી હતી.જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એક સમયે આ ટ્રેક પર ના વાહનો થંભી ગયા હતા. આ આગની જ્વાળાઓ રોડ નજીકના ખેતરમાં પ્રવેશ કરતા ખેતીને પણ નુકશાન થવા પામ્યું હતું.

આગની વાત વાયુ વેગે પ્રસરતા લોક્ટોળા દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવા પ્રયત્નો કરવા સાથે આગની જાણ ફાયર વિભાગને કરાતા ભરૂચ ધેજ અને જીએન.એફ.સીના પાંચ જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

હવે RTE હેઠળ પ્રવેશ માટે આનાકાની કરનાર શાળાની માન્યતા થશે રદ્દ

રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળામાં ગરીબ બાળકોને પ્રવેશ આપવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. ગરીબ બાળકોને RTE હેઠળ પ્રવેશ આપવો ફરજિયાત છે. પણ જો કોઈ શાળા સંચાલક બાળકને પ્રવેશ આપવામાં આનાકાની કરશે કે વાલીઓને ધક્કા ખવડાવશે તો તે શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે. આ તાકીદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં RTE મામલે 70 હજારથી વધુ બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 હતી. જેમાં રાજ્યભરમાંથી 1.85 લાખ ફોર્મ ભરાયા છે. 9957 શાળાઓમાં 25 ટકા પ્રવેશ આરટીઇ હેઠળ ફળવાશે. જે મામલે 24 એપ્રીલના રોજ પ્રથમ મેરિટ જાહેર કરાશે. જોકે ગરીબ બાળકોને પ્રવેશ આપવામાં સ્કૂલ સંચાલકો આનાકાની કરશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે, તેવી તાકીદ પણ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા કરાઈ છે. વાલીઓને પોતાના બાળકનું એડમિશન લેવા માટે કોઈ તકલીફ ન પડે તે માટે હેલ્પલાઇન પણ ચાલી રહી છે. આ ઉપરાંત વાલીઓ પ્રવેશને લઈને જે કોઈ ફરિયાદ હશે તો તેઓ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ કરી શકશે.

આ ઉપરાંત શાળાના સંચાલકોને પણ આદેશ કર્યા છે કે વાલીઓને પ્રવેશ માટે મનાઈ કરવી નહીં. જો કોઈ સંચાલક પ્રવેશ માટે ના પાડશે કે તેમને ધક્કા ખવડાવશે અને તે બાબતની ફરીયાદ મળશે તો પ્રથમ 10 હજાર નો દંડ, બીજીવાર 25 હજારનો દંડ અને ત્યારબાદ પણ પ્રવેશ માટે આનાકાની કરશે તો શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલાં ભરવામાં આવી શકે છે.

આમોદમાં સુખદ સમાધાન થતાં સફાઈ કામદારોએ કર્યા પારણા

આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોના પ્રતિનિધિઓ પોતાની પડતર માંગણીઓને ઘણાં સમયથી પ્રતીક ઉપવાસ ઉપર બેઠાં હતાં.પરંતુ તેઓનું કોઈ નિરાકરણ આવતું નહોતું.જેથી સફાઈ કામદારોના પ્રતિનિધિઓ ના સમર્થનમાં સફાઈ કામદારો પણ જોડાઈ ગયા હતા અને નગરની સફાઈ બાબતે સંપૂર્ણ હડતાળ કરી હતી.જેના કારણે નગરમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું.

ત્યારે ગત રોજ ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી ગોહિલ સાહેબે આમોદ પાલિકાના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી તરીકે ચાર્જ લેતા સફાઈ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવી સુખદ સમાધાન કરાવી સફાઈ કામદારોને પારણા કરાવ્યા હતા.સફાઈ કામદારોએ પણ આમોદ પાલિકા ઇન્ચાર્જ પ્રમુખ શાંતાબેન રાઠોડ, કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડ,વિપક્ષી નેતા મહેન્દ્રભાઈ દેસાઈ સહિત નગરસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો.અને સવારથી જ નગરની સફાઈ કામગીરીમાં જોડાઈ ગયા હતા અને નગરને સ્વચ્છ બનાવી દીધું હતું.

આ બાબતે આમોદ પાલિકાના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી ગોહિલે જણાવ્યું હતું કે સફાઈ આમોદ નગરમાં ૮૨ દિવસના પ્રતીક ઉપવાસ પછી સુખદ સમાધાન થતાં સફાઈ કામદારોએ પારણા કર્યા.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

ભરૂચના પાનોલી હાઇવે ઉપર કેમિકલ ચોરીના ચાલતા વેપલાનો પર્દાફાશ

ભરૂચ એલસીબીએ પાનોલી હાઇવે ઉપર ગોડાઉન ભાડે રાખી ચલાવાતાં કેમિકલ ચોરીના વેપલાને ઝડપી પાડ્યો છે. ભરૂચ એસ.પી. ડો. લીના પાટીલે જિલ્લામાં ઓર્ગેનાઇઝશન ક્રાઈમ કરતી ટોળકીઓ ઉપર નજર રાખવા સૂચના આપી હતી. 24 મેટ્રીક ટન કાચું તેલ કિંમત રૂપિયા 30.65 લાખ સાથે કુલ રૂ.41.23 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઇન્ચાર્જ પી.આઈ. બી.એન. સગર અને ટીમ સોમવારે રાતે હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતા. પી.આઈ., પોસાઇ વાય.જી. ગઢવી, મહિપાલસિંહ ના ચેકીંગમાં પાનોલી પાસે લક્ષ્મી વજન કાંટા પાસે ગોડાઉન ભાડે રાખી કેમિકલ માફિયાઓ દ્વારા ચલાવાતો વેપલો રંગે હાથ પકડી પડાયો હતો.

એલસીબીએ સ્થળ પરથી રાજસ્થાનના હેમરાજ લિખામારામ ચૌધરી અને જીતેન્દ્ર રતિલાલ પ્રજપતિની ટેન્કરમાં  મેટ્રીક ટન ચોરીનું ફેટી એસિડ સગેવગે કરતા ધરપકડ કરી હતી. પોલીસે સ્થળ પરથી ચોરીનું 24 મેટ્રીક ટન કાચું તેલ કિંમત રૂ.30.65 લાખ, ટેન્કર, રોકડા 23500 અને 2 મોબાઈલ મળી કુલ રૂપિયા 41 લાખ 23 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. જ્યારે હાઇવે પરથી પસાર થતા ટેન્કર ચાલકો સાથે મળી કેમિકલ્સ સગેવગે કરવામાં મુખ્ય સૂત્રધાર દિનેશ પુરોહિત મારવાડીને વોન્ટેડ જાહેર કરાયો છે.

કોરોના વોરિયર્સને છુટા કરી દેવાતાં ભીખ માંગી સાંકેતિક વિરોધ નોંધાવ્યો(VIDEO)

ભરૂચ જિલ્લાના આઉટ સૉસિંગના 84 કોરોના વોરિયર્સને છુટા કરી દેવાતા તેમણે કલેક્ટર કચેરીમાં અન્યાયી નીતિ સામે ભીખ માંગી સાંકેતિક વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ જિલ્લામાં સિવિલ, સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 700થી વધુ આઉટ સોર્સિંગના કર્મચારીઓ ફરજ બજાવે છે. જેમણે એજન્સી સામે 6 વર્ષમાં તેમના દોઢ લાખના પગારની ઉચાપતના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તમામ સ્તરેથી યોગ્ય દિશામાં તપાસ નહિ થતા ઉલ્ટા 84 કોરોના વોરિયર્સને રાતો રાત એજન્સીઓએ છુટા કરી દીધા હતા.

પરિવારનું ગુજરાન ચલાવવા હવે તેઓ પાસે ભીખ માંગવાનો વારો આવ્યો હોવાની કેફિયત તેમણે વ્યક્ત કરી હતી. આજે મંગળવારે નોકરી પર પુનઃ પરત લેવા અને એજન્સીએ છ વર્ષમાં દોઢ લાખ પગારની કરેલી ઉચાપત પાછી અપાવવા આઉસ સોર્સના કર્મીઓએ કલેક્ટર કચેરી ખાતે સાંકેતિક ભીખ માંગી વિરોધ પ્રદર્શિત કરી ન્યાયની ગુહાર લગાવી હતી.

ગુજરાતમાં 19 વર્ષથી ચાલતી વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અંતે બંધ

  • વ્હાલી દીકરી યોજના અમલમાં આવતા લાભાર્થીઓની સંખ્યા બેવડાય નહીં તે માટે યોજના બંધ કરવાનો નિર્ણય લેવાયો

રાજ્ય સરકાર દ્વારા ગામડાંની વિદ્યાર્થિનીઓ શાળામાં અભ્યાસ કરતી થાય તે માટે 2002-03માં વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના શરૂ કરી હતી. આ યોજના 19 વર્ષે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2020-21થી વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકતા લાર્ભાર્થી કન્યાઓની સંખ્યા બેવડાય નહીં તે માટે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી આ વર્ષે જે વિદ્યાર્થિનીએ ધો.8 પાસ કર્યું છે તેમને બોન્ડની પાકતી રકમ સત્વરે ચૂકવવા માટે પણ સૂચના અપાઈ છે.

રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની વ્હાલી દીકરી યોજના વર્ષ 2020-21થી અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યમાં લાભાર્થીઓની કન્યાઓની સંખ્યા બેવડાય નહીં તેમજ વિશાળ સ્તરે રાજ્યની કન્યાઓને લાભ મળે તે હેતુસર વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના બંધ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. જેથી તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર મોકલી વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અંગે માંગવામાં આવેલી ન મોકલવા માટે જણાવાયું છે. ઉપરાંત જે વિદ્યાર્થિનીઓએ આ વર્ષે ધો.8 પાસ કરેલ છે તેમને બોન્ડની પાકતી રકમ સત્વરે ચુકવાઈ જાય તે માટે સૂચના અપાઈ છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારની કન્યાઓના સાક્ષરતા દર વધારવા અને શિક્ષણમાં કન્યાઓને આગળ લાવવા માટે સરકાર દ્વારા વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના શરૂ કરી હતી. ગામડાઓમાં રહેતી અને ગરીબ પછાત તેમજ અન્ય સમાજ તેમજ વર્ગની કન્યાઓ રહેતી હોય છે તેઓ શિક્ષણથી વંચિત રહેતી હતી. જેથી તેઓ સ્કૂલમાં જતી થાય તેમજ તેમના માતાપિતાને પણ આર્થિક મદદ મળી રહે તે માટે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના સરકાર દ્વારા 2002-03થી અમલમાં લાવવામાં આવી હતી. રાજ્યમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધારવા માટે જે ગામડાંમાં સ્ત્રી સાક્ષરતા દર 35 ટકાથી ઓછું હોય તેવા ગામોમાં ધો.1થી 100 ટકા કન્યાઓનું નામાંકન થાય અને નવા પ્રવેશ વધે તેમજ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થિની ધો.7 સુધી અભ્યાસ ચાલુ રાખે તે માટે આ યોજના તૈયાર કરાઈ હતી. આ યોજનામાં ધો.1માં પ્રવેશ મેળવનાર કન્યાને રૂ. 2 હજારના નર્મદા શ્રીનિધિના બોન્ડ સહાયરૂપે આપવામાં આવે છે.

આ બોન્ડની રકમ કન્યા જ્યારે ધો.8માં અભ્યાસ પુર્ણ કરે ત્યારે આ રકમ વ્યાજ સહિત કન્યાને ચુકવવામાં આવે છે. આ યોજના શરૂ થયાના થોડા જ વર્ષોમાં 7 લાખ જેટલી મહિલાઓને 70 કરોડના બોન્ડ આપવામાં આવ્યા હતા. શરૂઆતમાં આ યોજના અંતર્ગત રૂ. 1 હજારના બોન્ડ આપવામાં આવતા હતા.આ યોજનાનો અમલ 2002-03થી કરવામાં આવ્યો ત્યારે પ્રથમ વર્ષે 1.10 લાખ કન્યાઓને આ યોજનાનો લાભ અપાયો હતો. ત્યાર બાદ 2003-04માં 1.54 લાખ, 2004-05માં 1.30 લાખ, 2005-06માં 1.51 લાખ, 2006-07માં 1.46 લાખ, 2007-08માં 1.47 લાખ, 2008-09માં 1.27 લાખ અને 2009-10માં 1.11 લાખ જેટલી કન્યાઓને લાભ આપવામાં આવ્યો હતો. આમ, માત્ર 7 વર્ષમાં જ 7 લાખ જેટલી કન્યાઓને આ યોજનાનો લાભ લીધો હતો. જોકે, હવે અન્ય યોજનામાં તેમને સમાવી લેવાશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં ભરૂચ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા કલેક્ટરને આવેદન

થોડા દિવસ પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તેના સમર્થનમાં ઠેર-ઠેર આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા પણ યુવરાજસિંહ જાડેજાની ધરપકડ અને તેઓ સામેના ખોટા કેસ રદ્દ મુદ્દે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા રાજપૂત સમાજના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યાં અનુસાર રાજ્યમાં પરીક્ષા પહેલા પેપર લીકના મામલાઓને ઉજાગર કરી સરકારી ભરતી પરીક્ષાઓમાં થતી ગેરરીતિ સામે અવાજ ઉઠાવનાર યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ ગાંધીનગર પોલીસે 307 અને 332 જેવી કલમો હેઠળ તેઓની અટકાયત કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે તેઓ સામે કરવામાં આવેલા ખોટા કેસો રદ્દ કરી તેઓને ધરપકડમાંથી મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

નર્મદા જિલ્લા રાજપૂત સમાજ સેવા સમિતિ દ્વારા યુવરાજસિંહ જાડેજાને નિર્દોષ છોડવાની કરાઇ માંગ

નર્મદા જિલ્લા શ્રી રાજપૂત સમાજ સેવા સમિતિના પ્રમુખ જયેન્દ્રસિંહ મંગરોલા, સુરેન્દ્રસિંહ રાજ, દુષ્યંતસિંહ રાવલજી, જસપાલસિંહ ગોહિલ, દિવ્યાંસિંહ સહિતનાં આગેવાનો એ રજુઆતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં વિવિધ ભરતી પરીક્ષામાં થતાં ગોટાળાઓ અને સરકારી ભરતીઓ માટે લેવાતી લેખીત પરીક્ષાના પેપરો લીકના કીસ્સાઓ યુવરાજસિંહ જાડેજા દ્વારા ઉજાગર કરાઈ રહ્યા છે.

યુવરાજસિંહ જાડેજાએ ઉઠાવેલા અવાજનાં કારણે બિન સચિવાલય ક્લાર્કથી માંડીને અનેક ભરતી પરીક્ષાઓ રદ કરવાની સરકારને ફરજ પડી હતી. યુવરાજસિંહ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની સરકારી ભરતીઓમાં થતાં કૌભાંડોને પ્રકાશિત કરીને એક રીતે ગુજરાત સરકારને મદદરૂપ થઈ રહ્યા છે. સરકારે તો યુવરાજસિંહ જાડેજાને સાથે રાખીને ન્યાયિક તપાસની પ્રક્રિયામાં લાખો યુવાનોના પ્રશ્નોનુ તથા તેમના ભવિષ્યનું નિરાકરણ લાવવું જોઈએ, જેઓએ ગુન્હો કર્યો છે તેમના સાથે કાયદાકીય કાર્યવાહી કરીને સજા કરવામાં મદદ કરવી જોઈએ અને હાલ યુવરાજસિંહ જાડેજાને ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે ગુન્હામાં સંડોવી ખોટી કલમોનો ઉપયોગ કરી હેરાનગતી થઈ રહી છે.

યુવરાજસિંહ જાડેજાને નિદોર્ષ જાહેર કરવા જોઈએ તેવી સમગ્ર ગુજરાત રાજપૂત ક્ષત્રિય સમાજના સર્વ સંગઠનો તથા સેંકડો વિદ્યાર્થીઓની માંગ હાલતો માંગ ઉઠી છે. જો આવનાર સમયમાં તેઓને નિર્દોષ જાહેર કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનો થશે તેવી નર્મદા જિલ્લા રાજપૂત સમાજ સેવા સમિતિ દ્વારા ચીમકી પણ ઉચ્ચારી છે.

રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

error: Content is protected !!