ગઇકાલ રાત્રે ભરૂચ લોકલ કાઇમ બ્રાંચની ટીમ અકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળેલ કે અંકલેશ્વરના બુટલેગર જીગ્નેશ ઉર્ફે જીગો પરીખે વિદેશી દારૂનો જથ્થો મંગાવી અંકલેશ્વર G.I.D.C વિસ્તારમાં ખ્વાઝા ચોકડી નજીક ગોકુલધામ કો.હા.સોસાયટીના પાર્કિંગમાં વિદેશી દારૂ ભરેલ બંધ બોડીની પીકઅપ ગાડી નં GJ – 05 B2-3707 સંતાડી રાખેલ છે.
જે હકિકત આધારે ગોકુલધામ કો.હા.સોસાયટીના પાર્કિંગમાં વિદેશી દારૂની સફળ રેઇડ કરતા પોલીસને બંધ બોડીની પીકઅપમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જેથી પોલીસ ટીમે બંધ બોડીની પીકઅપ સહીત વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની નાની મોટી બોટલ મળી કુલ બોટલ નંગ -૧૪૭૨ કિં.રૂ. ૩,૧,૪૭,૨૦૦,બંધ બોડીની પીકઅપ ગાડી નં GJ – 05 – Bz – 3707 કિંમત રૂપીયા .૫,૦૦,000 મળી કુલ મુદામાલ કિં .૬,૪૩,૨૦૦/= કબ્જે લઈ આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો કીરીટભાઇ પરીખ રહેવાસી અંકલેશ્વર જી.ભરૂચને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરવા સાથે આગળની કાર્યવાહી માટે અંકલેશ્વર GIDC પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.