ઇન્ડીયન પ્રીમીયર લીગ (આઇ.પી.એલ.)-૨૦૨૨ની રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ ટીમો વચ્ચેની ૨૦-૨૦ ક્રિકેટ મેચ દરમ્યાન ઓનલાઇન મોબાઇલ આઇ-ડી દ્વારા ક્રિકેટનો સટ્ટો રમી/રમાડતા એક ઇસમને એ-ડીવીઝન પોલીસે ઝડપી પાડી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ભરૂચ જીલ્લામાંથી ક્રીકેટ સટ્ટા જેવી ગેરકાયદેસરની પ્રવૃતી અટકાવવા તેમજ શોધી કાઢવા તથા પરીણામલક્ષી કામગીરી કરવા સારૂ સુચના અન્વયે ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ ટીમ દ્વારા પ્રયત્નો હાથ ધરવામા આવયા હતા. તે દરમીયાન ટીમને બાતમી મળેલ કે ધોળીકુઇ શાકમાર્કેટ પાછળ આવેલ રોયલ કોમ્પલેક્ષની બહાર ખુલ્લા રોડ ઉપર એક ઇસમ ઇન્ડીયન પ્રીમીયર લીગ (આઇ.પી.એલ)-૨૦૨૨ ની ચાલતી રાજસ્થાન રોયલ્સ અને લખનવ સુપર જાયન્ટ વચ્ચેની ૨૦-૨૦ ક્રિકેટ મેચ ઉપર JAHUEXCH નામની એપ્લીકેશનમાં આઇ-ડી દ્વારા સટ્ટો રમી/રમાડે છે.
જે બાતમી હકીકત આધારે ધોળીકુઇ શાકમાર્કેટ પાછળ આવેલ રોયલ કોમ્પલેક્ષની બહાર ખુલ્લા રોડ ઉપરથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમી/રમાડતા એક ઇસમ હિરેન લાલાભાઇ રાણા રહે.૩૦૧, રોયલ કોમ્પલેક્ષ, ધોળીકુઇ બજાર, ભરૂચ.ને પકડી તેની અંગ ઝડતીના રોકડા રૂપીયા-૧૦,૪૦૦/-,મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/-મળી કુલ મુદ્દામાલ કિ રૂ. ૧૫,૪૦૦/- જ્પ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.