ભારતરાષ્ટ્ર નાં રાષ્ટ્રપિતા સામાજિક ક્રાંતિ નાં અગ્રદૂત જ્યોતિરાવ ફૂલે નાં 195 મી જન્મ જયંતિ નિમિત્તે બામસેફ – ઈન્સાફ સંગઠન દ્વારા ભરૂચ નર્મદા ચેનલ પાસેના સ્ટેચ્યુ પાર્ક ખાતે તેમની પ્રતિમાને ફૂલહાર વિધિ કરવામાં આવી હતી.
જેમાં બહેચરભાઈ રાઠોડ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બામસેફ, ઈન્સાફ સંગઠન ભરૂચ પ્રમુખ અશોકભાઈ મકવાણા, ભારતરાષ્ટ્ર મહિલા ગૃહ ઉધોગનાં કુંવરબેન સોલંકી, મણીબેન સોલંકી, ચંપાબેન ચૌહાણ, સામાજિક કાર્યકર એમ. એ. ખુમાણ વિગેરે હાજર રહી ફૂલહાર વિધિ કરી હતી.