The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 131

રેતી અને માટીના લીઝ ધારકો-ટ્રાન્સપોર્ટરોની સાંસદ મનસુખ વસાવાને હેરાનગતિ સામે ઉગ્ર રજૂઆત

ભરૂચ જિલ્લામાં રેતી-માટીની લિઝોનો મામલો વિવાદની એરણે છે. સાંસદ મનસુખભાઇ વસાવાએ લીઝો અને ટ્રાન્સપોર્ટરોની સામે બાંયો ચઢાવતા મામલો વધુ ગરમાયો હતો. આ બધાની વચ્ચે ભરૂચ જિલ્લાના રેતી અને માટીના લીઝ ધારકો તથા ટ્રાન્સપોર્ટરોએ સાંસદ મનસુખભાઇ વસાવાનો રૂબરૂમાં મળી વિવિધ મુદ્દાઓ પર રજુઆત કરી હતી.

લીઝ અને ટ્રાન્સપોર્ટરોના આગેવાનોમાં અનિલ રાણા, અશોક રાણા, નિશાંત મોદી, અમિત ચાવડા, કૌશિક પટેલ, વિક્રમભાઈ પટેલ, કનુભાઈ પરમાર, વિપુલ વેકરિયા સહિતના આગેવાનોએ ભરૂચના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાનો લિઝને લગતા પ્રશ્નો, ટ્રાન્સપોર્ટેશન અને પોલીસ તથા મામલતદારની હેરાનગતિ સામે ઉગ્ર રજૂઆતો કરી હતી.

લીઝ ધારકો અને ટ્રાન્સપોર્ટરોના કહેવા મુજબ પોલીસ તથા મામલતદાર ઘ્વારા વારંવાર હેરાનગતિ કરવામાં આવે છે તે દૂર થવી જોઈએ. રેતી અથવા માટી ભરેલી ગાડીઓ ઓવરલોડ હોય ત્યારે તંત્ર ઘ્વારા ગાડી ડિટેઇન કરી પાર્કિંગ ચાર્જ રૂપિયા એક લાખ વસુલવામાં આવે છે. જેના સ્થાને ગાડી ને સ્થળ પર જ દંડ કરી છોડી દેવી જોઈએ. તથા પાર્કિંગ ચાર્જ દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી.

ઘણી વાર લિઝના સ્થળ પર નેટવર્ક ન હોવાથી સ્થળથી એક બે કિલોમીટર દૂર કનેક્ટિવિટી મળતા રોયલ્ટી પાસ મળે છે. પરંતુ લિઝમાંથી ગાડી નીકળે કે તરત જ તંત્ર ઘ્વારા રોયલ્ટીના મુદ્દે ગાડી ડિટેઇન કરવામાં આવે છે. જે અન્યાયકર્તા છે. આવા સંજોગોમાં લીઝ સ્થળ થી નેટવર્ક મળે તેટલા અંતરની મર્યાદા નક્કી કરાવવા સાંસદને અપીલ કરી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલની વંદના કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. તેમણે સરદાર પટેલની વંદના પણ કરી હતી.

મુખ્યમંત્રીએ  વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. તદ્દઉપરાંત, સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર  વિશેની ફિલ્મ નિહાળવા ઉપરાંત ફિલ્મ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયેલ તસવીરી પ્રદર્શન પણ તેમણે  નિહાળ્યું  હતું. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડ કલાબેન તડવીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની તકનીકી જાણકારી સંસ્કૃતમાં પુરી પાડી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે  આવનાર મુલાકાતીઓ- પ્રવાસીઓ સરદાર સાહેબની પ્રતિમા નિહાળી ખૂબ જ અભિભૂત થાય છે. અહીં  પ્રવાસીઓ માટે ખૂબ જ સુંદર પ્રકારની સગવડો ઉભી કરવામાં આવી છે.

આ  મુલાકાત દરમિયાન તેમની સાથે મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, મુખ્ય સચિવ પંકજ કુમાર, એસઓયુના મુખ્ય કારોબારી અધિકારી રવિ શંકર પણ જોડાયા હતા.

ભરૂચ ખાતે સેવાશ્રમ નર્સિંગ કોલેજનો શુભારંભ

ભરૂચના મધ્યભાગમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આવેલ સેવાશ્રમ સંસ્થાની સેવાશ્રમ નર્સિંગ કોલેજનો શુભારંભ થયો હતો.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ ઉપસ્થિત રહી પ્રવેશ લીધેલ પહેલી બેચની ૩૦ વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કરી ઉચ્ચ શિક્ષણ માટેની શુભકામનાઓ આપી હતી. આ વેળાએ સેવાશ્રમ સંસ્થાના ટ્રસ્ટીઓ, ડોકટર્સ તથા સ્ટાફ ઉપસ્થિત રહયા હતા.

આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનો ભરૂચ જિલ્લામાં પ્રારંભ

ભરૂચ નગરપાલિકા કક્ષાના વોર્ડ નં.૩, ૪, ૮ અને ૧૧ માટેનો સેવાસેતુનો કાર્યક્રમ ભરૂચના પંડિત ઓમકારનાથ કલાભવન હોલ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આઠમા તબકકા સેવા સેતુના પ્રારંભ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ભરૂચના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું હતું કે આજથી સમગ્ર રાજ્યમાં આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ થયેલ છે. સેવાસેતુના કાર્યક્રમ થકી રાજ્યના લોકોને પ્રજાલક્ષી વહિવટની પ્રતિતી થાય અને ઘર આંગણે જ સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલી ૫૬ સેવાઓનો જેવી કે વિધવા સહાય, નિરાધાર વૃધ્ધ સહાય, દિવ્યાંગ સહાય, આધારકાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા, ઉજ્જલા યોજના, આવાસ તેમજ આરોગ્ય યોજના સહિત અનેક યોજનાઓ આવરી લેવામાં આવેલ છે.

દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું હતું કે  જિલ્લા વહીવટીતંત્ર- ભરૂચ ધ્વારા ઉત્કર્ષ પહેલ યોજના અંતર્ગત વિધવા સહાયની ઝુંબેશ હાથ ધરી ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે જેને બિરદાવી ધરઆંગણે મળતી સુવિધાઓનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.

નગરપાલિકાના પ્રમુખ અમીતભાઇ ચાવડાએ પ્રાસંગિક ઉદબોધનમાં છેવાડાના વ્યકિત સરકારની કોઇ પણ યોજનાથી વંચિત ન રહી જાય તે માટે સેવાસેતુના આઠમા તબકકાનો પ્રારંભ કરવામાં આવેલ છે. તેમણે સેવાસેતુ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા નગરજનોને અનુરોધ કર્યો હતો.

આ વેળાએ લાભાર્થીઓને વિવિધ યોજનાઓના પ્રમાણપત્રો, સહાયપત્રો મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં નગરપાલિકાની વિવિધ કમિટિના ચેરમેનો, સદસ્યોઓ, વિવિધ વિભાગોના અધિકારીગણ, નગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીગણ, નગરજનો, લાભાર્થીઓ મોટી સંખ્યામાંઉપસ્થિત રહયા હતા.

ભરૂચી જાસૂસ અને રોટરી કલબ ઓફ ભરૂચ આયોજીત સુપર-20,સીઝન-2 કાર્યક્રમ યોજાયો(VIDEO)

ભરૂચ રોટરી કલ્બ હોલ ખાતે ભરૂચી જાસૂસ અને રોટરી કલબ ઓફ ભરૂચ આયોજીત સુપર-20, સીઝન-2 ધ રીયલ હીરોઝ ઓફ ભરૂચને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ભરૂચ જિલ્લાના વિવિધ ક્ષેત્રે પોતાના નામથી નહીં પણ કામથી ઓળખાઈ સારી કામગીરી અને સેવા કરનાર પ્રતિભાઓનું વિશેષ બહુમાન સાથે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય અને મુખ્ય દંડક દુષ્યંત પટેલ,ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,પાલિકા પ્રમુખ અમિત ચાવડા,નિશાંત મોદી,સુરભીબેન તામાકુવાલા,વૈભવ બીનીવાલે,મહેશભાઈ ઠાકર,રાકેશ ભટ્ટ,પુષ્પાબેન પટેલ સહિતના મહાનુભાવો સાથે ભરૂચી જાસૂસના રોહનભાઈ અને તેમની ટીમ સહિત આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વરના નવા ધંતુરીયા ગામે ટેકરા ફળીયામાં વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

ભરૂચ જીલ્લામાં ગે.કા. પ્રોહી/જુગારની બદ્દીઓ ડામવા અને પરીણામલક્ષી કામગીરી કરવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.

દરમ્યાન ગત મોડી રાત્રે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની એક ટીમ અંકલેશ્વર ડીવીઝનમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે અંકલેશ્વર તાલુકાના નવા ધંતુરીયા ગામે ટેકરા ફળીયામાં વિદેશી દારૂની સફળ રેઇડ કરી વિદેશી દારૂની કુલ નાની મોટી બોટલ નંગ-૩૬૮, કિ.રૂ.૫૦,૯૦૦/-ના પ્રોહી મુદ્દામાલ સાથે એક આરોપી જયેશ ગોમાનભાઇ વસાવા રહેવાસી. નવા ધંતુરીયા તા.અંકલેશ્વર જી.ભરૂચ ને ઝડપી પાડી તથા દશરથ ઉર્ફે દશુ બાલુભાઇ વસાવા રહેવાસી. હજાત ગામ તા.અંકલેશ્વર જી.ભરૂચને વોન્ટેડ જાહેર કરી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે અંકલેશ્વર રૂરલ પો.સ્ટે.સોંપવામાં આવેલ છે.

BTPના છોટુ વસાવાએ CM અરવિંદ કેજરીવાલ સાથે કરી મુલાકાત

ગુજરાત રાજ્યની આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણી ને લઈ અત્યારથી જ રાજકારણ ગરમાયુ છે. ભાજપ, કોંગ્રેસ, આપ અને હવે BTP પણ ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓમાં તેજ બની ગયું છે. હાલમાં જ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ AAP માં વધુ આત્મવિશ્વાસ પુરાયો છે ત્યાં ગુજરાતની ચૂંટણીને લઈ આપ અને BTP વચ્ચેની બેઠક નવા ગઠબંધન તેમજ રાજકીય નવા સમીકરણો તરફ ઈશારો કરી રહ્યું છે.

વર્ષ 2022 ની આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઇ ગઈ છે. પંજાબમાં ઐતિહાસિક જીત બાદ હવે AAP ગુજરાતમાં જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આજરોજ આવનારી ચૂંટણી ને લઈને આમઆદમી પાર્ટી ના દિલ્લી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની મુલાકાતે ઝઘડીયા બીટીપી ના એમએલએ છોટુભાઈ ભાઇ વસાવા હવે BJP ને ચૂંટણીમાં હંફાવવા માટે AAP-BTP સાથે ગઠબંધન કરશે તેવી ચર્ચા જાગી છે.

BJP ની નીતિઓની હંમેશા વિરોધ કરતા ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા પણ અગાઉના દિવસોમાં AAP સાથે ગઠબંધન કરવાના સંકેતો આપ્યા હતા.

Windows 10 Er Lansert

Den originale Elara-appen er ikke skadelig, men det er verdt å være oppmerksom på at hovedprosessen som kjører i bakgrunnen kan bli injisert av eller erstattet av malware. Kjente eksempler som bruker navnet til prosessen inkluderer Sality, Ramnit, Fareit, og andre. De første kjennetegnene på infeksjon er redusert systemhastighet og krasj, men noen brukere merker ingenting. Det er dermed viktig å avgjøre hvorvidt Elara-prosessen er påvirket av malware. Mer informasjon om Intego og instruksjoner for avinstallasjon. Les gjennomIntego sluttbrukeravtale og personvernerklæring. Skann og manuell reparasjon med Intego er gratis.

  • GÃ¥ sÃ¥ til Xp partisjonen og lim inn filene der.
  • Klikk på spilleren du vil blokkere, og velg Ignorer i menyen.
  • Den finansielle pris kan variere ift kundesegment.
  • Dette problemet oppstår når datamaskinens grafikkort ikke virker som det skal.

Sannsynligvis er ikke systemtiden endret på maskinen, men det finnes filer med Endre/Modify dato framover i tid. Lisenssystemet wmvcore sjekker at systemtiden ikke er satt framover i tid for å unngå misbruk av lisenser som er utgått. Har du Lmtools fra flere leverandører(eks. autodesk, revit, osv) er det noen grep som må gjennomføres for at lisenstjeneren skal fungere. Enbruker lisens er låst til en registrert PC og kan kun benyttes der.

Feil På Ip Konfigurasjon Windows 10

Hvis det er en Windows installasjons DVD levert med maskinen (vanlig for Multicom tilvirkede PC-er), kan PC-en startes opp fra denne. Sikkerhetskopi av data som ikke vil risikeres tapt bør derfor være sikret i forkant. Har du kjøp Office 365 fra Microsoft , så får du også tilgang til gratis skylagring via OneDrive. Det første er at ting er synkronisert på tvers av Windows-dingsene dine og det andre er at du alltid har en sikker backup av tingene dine. Har du ikke koblet en lagringsmappe til OneDrive finn fram OneDrive-symbolet i systemvinduet til høyre på oppgavelinjen. Her velger du «Velg folder»-knappen og tilordner en mappe.

Problemer Med “begrenset Eller Ingen Forbindelse” I Sp2

Hvis dette problemet oppstår i en brukermodusenhetsdriver, systemtjeneste eller en tredjeparts-app, avinstaller eller deaktiver det tilsvarende programmet. Hvis dette skjer etter at ny maskinvare er installert, fjern maskinvaren. 0x000000BEDette problemet oppstår når en viss driver prøver å skrive på et skrivebeskyttet segment av datamaskinens minne. Det kan være forårsaket av defekte eller ødelagte enhetsdrivere som nylig er installert, ødelagte systemtjenester eller inkompatibel fastvareprogramvare.

Dritten utgir seg for å være et sikkerhetsprogram “live security platinum” og gir tusenvis av meldinger om at det er feil ved maskinen. Jeg har tidligere fått en maskin med “Security tool” som er av samme ulla.

Dette har imidlertid ingen innflytelse på anmeldelsene vi publiserer eller produktene/tjenestene vi vurderer. Innholdet vårt kan inkludere direktelenker for kjøp av produkter som er del av affiliate-programmer.

અંકલેશ્વર તાડફળીયામાંથી સટ્ટા બેટીંગબા જુગારના રોકડા ૧૩,૫૦૦/- સાથે 3 ઝડપાયા

આજરોજ અંકલેશ્વ૨ શહે૨ વિસ્તા૨માં બાતમીદા૨થી બાતમી મળેલ કે ‘અંકલેશ્વ૨ શહે૨ના તાડ ફળીયામાં ચ્ઠેતો વીજય દલપત વસાવા સટ્ટા બેટ્ટીંગના આંકડા લખી લખાવી પૈસા વડે હા૨રજીતનો જુગા૨ ૨મી ૨માડે છે.

જે બાતમી આઘારે બાતમી વાળી જગ્યાએ રેઈડ કરતા સ્થળ ઉપ૨ હાજ૨ 03 ઈસમ વિજય દલપત વસાવા રહે.તાડફળીયા, બિપિન રમેશચંન્દ્ર મહેતા રહે. ગુ.હા.બોર્ડ,કરશન વાડી અંકલેશ્વર અને યુસુફ ઇસ્માઇલ પટેલ રહે. તલાવીયાવાડ,અંકલેશ્વરનાઓ ઝડપાઇ જવા પામ્યા હતા.

પોલીસે તેમની અંગઝડતી માંથી મળી આવેલ રોકડા રૂ. ૧૩,૫૦૦/- તથા આંકડા ૨મવાના સાધનો સાથે જ્પ્ત કરી તમામ વિરૂધ જુગારધારા એક્ટ મુજબ કાર્યવાહી હાથધરી છે.

દેડીયાપાડાના મોટા મંડાળામાં દીપડાએ વાછરડાનું મારણ કરતા લોકોમાં ફફડાટ!

દેડીયાપાડા તાલુકાનાં મોટા મંડાળા ગામના વસાવા શંકરભાઈ મોતીભાઈનાં મોટા મંડાળાની સીમમાં આવેલ સરવે નંબર ૧૮૪ વાળા ખેતરનાં શેળા પર બાંધેલ ૬ વર્ષના વાછરડાને આજે સવારે અંદાજીત ૪ થી ૫ નાં સમયગાળા દરમિયાન બે દીપડાઓ ધસી આવી એક વાછરડાને ફાડી ખાધુ હતું. જેને લઈને વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

મળતી માહિતી અનુસાર, દેડીયાપાડાનાં મોટા મંડાળા ગામે રહેતા વસાવા શંકરભાઈ મોતીભાઈ ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય કરે છે અને જેઓ આજે સવારે ૫ થી ૬ વાગ્યાની આસપાસ ખેતરે ઝૂંપડી માંથી બહાર નિકળી મોવડા વણવા જતા હતા તે દરમિયાન તેમને ખેતરનાં શેળા પર વાછરડાને લોહીલુહાણ હાલતમાં જોઈ તાત્કાલિક આજુબાજુ ખેતરમાં તપાસ કરતા દિપડા ના પગલા મળી આવેલ હતા. જેથી ઘટનાને પગલે ગામમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે અને સમગ્ર ઘટનાની તાત્કાલિક વનવિભાગને જાણ કરતા વનવિભાગ દ્વારા સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન દેડીયાપાડા (નર્મદા)
error: Content is protected !!