ભરૂચના પશ્ચિમ વિસ્તાર વોર્ડ નંબર ૮ ના ફાટાતળાવ વૈરાગી વાડ વિસ્તારના આંબેડકર નગરમાં અનેકોવાર રજૂઆત છતાં સિવિધા અને સફાઇના નામે મીંડુ વળતા સ્થાનીકોએ પાલિકા પ્રમુખને જાતમુલાકાત માટે નિમંત્ર સાથે સત્વરે સફાઇ કરાવવા માંગ કરી છે.
સ્થાનીકોએ પાલિકા પ્રમુખને લખેલ પત્રમાં જણાવાયું છે કે તેમના આંબેડકર નગરમાં પાલિકા દ્વારા આપવામાં આવતી કોઇ પણ પ્રાથમિક સુવિધાઓ પણ આજ્સુધી અપાઇ નથી સાથે આ જ વિસ્તારમાં સફાઇ પણ ના કરાવાતા ગંદકી અને દુરગંધના કારણે બાળોકે ને રમવું તો દુર પણ ઘરમાં રહેવું પણ મુસ્કેલ બન્યું છે.આ માટે પાલિકા સત્તાધિશોને જવાબદાર ઠેરવી પાલિકા પ્રમુખને એક વાર આ વિસ્તારની જાત મુલાકાત લઈ સત્વરે સફાઇ સહિતની સુવિધાઓ અપાય તેવી માંગ સ્થાનિકોએ કરી છે.