The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 119

વાલિયાની પોલીટેકનિક કોલેજમાં જનરેટર ની બેટરી અને કેબલ વાયર ચોરાયા

વાલિયા ની પોલીટેકનીક કોલેજ માં તસ્કરો જનરેટર ની બેટરી અને કેબલ વાયર ની ચોરી કરી ફરાર જતા વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ વાલિયા પોલીટેકનીક કોલેજ ના પ્રિન્સિપાલ દિગ્વિજય બોડાણા તારીખ 25 એપ્રિલ ના રોજ સવાર ના અરસામાં કોલેજ ઉપર આવ્યા હતા.

કોલેજ માં લાઈટ ન હોવાના કારણે તેઓ બહાર નીકળી જનરેટર થી લાઈટ નું ટ્રાન્સફોમર થતું હોય તે જોવા માટે ગયા હતા ત્યાં કોપર ના કેબલ વાયર ની ચોરી થઇ હતી તેમજ તેઓ એ જનરેટર માં ચેક કરતા બેટરી ની પણ ચોરી થઇ હોવાનું જણાયું હતું , દિગ્વિજય બોડાણા એ રૂપિયા 8 હજારના કોપર ના કેબલ અને રૂપિયા 22 હજાર 500 ની કિંમત ની જનરેટર ની બેટરી મળી રૂપિયા 30 હજાર 500 ના મુદ્દામાલ ની ચોરી નાગે વાલિયા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ત્રિપુટીના ત્રાસથી ગુણાતીત ચરણ સ્વામીએ આત્મહત્યા કરી હોવાના આક્ષેપ

  • પ્રભુપ્રિય સ્વામી નામના સંત દ્વારા ત્રાસ અપાતો હોવાના થઇ રહ્યા છે આક્ષેપ

છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદોમાં આવી રહેલા હરિધામ સોખડા ખાતેના સ્વામીનારાયણ સંપ્રદાયમાં વધુ એક નવો વિવાદ ઉભો થયો છે. હરિધામ સોખડા મંદિર પરિસરમાં યોગી આશ્રમની અગાસીમાંથી ગુણાતીત ચરણ સ્વામીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક સ્વામીએ આપઘાત કર્યો છે? કે આકસ્મિક મૃત્યુ થયુ છે? તે અંગેની તપાસની હરિભક્તો દ્વારા માંગણી કરવામાં આવી છે. હરિધામ સોખડા સ્થિત પ્રેમસ્વરૂપ સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી તથા સેક્રેટરી જે.એમ.દવેની ત્રિપુટીના ત્રાસથી સંતે આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવતાં ધસી ગયેલી પોલીસે અંતિમસંસ્કારની વિધી અટકાવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પ્રબોધમ જૂથના હરિભક્તોએ એટલે સુધી આક્ષેપ કર્યો હતો કે, મૃતક સંતે પ્રબોધ સ્વામી પાસે બાકરોલ જવાની ઇચ્છા બે દિવસ અગાઉ વ્યક્ત કરી હતી. તેમને હરિધામમાં પ્રભુપ્રિય સ્વામી નામના સંત દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.

ગુરુવારે સવારે છ થી ૭ વાગ્યાના અરસામાં સોખડા મંદિર પરિસરમાં  ગુણાતીત ચરણ સ્વામીનું નિધન થતાં ત્વરીત તેમના અંતિમસંસ્કારની કાર્યવાહી મંદિરમાં જ આરંભવામાં આવી હતી.  પ્રબોધસ્વામી જૂથના હરિભક્તોએ ગુણાતીત ચરણ સ્વામીનું મૃત્યુ શંકાસ્પદ હોવાનું જણાવી કલેકટરને આવેદન આપ્યું હતું. તેની સાથે જ  એસપીને પણ રજૂઆત કરીને અંતિમ સંસ્કાર અટકાવી દઇને ગુણાતીતસ્વામીના મૃતદેહના પોસ્ટમોર્ટમની માંગણી કરી હતી. જેના પગલે ધસી ગયેલી પોલીસે વિધી અટકાવી દઇને મૃતદેહ સયાજી હોસ્પિટલમાં મોકલયો હતો. જ્યાં તબીબો દ્વારા ગુણાતીત સ્વામીના મૃતદેહના સેમ્પલ લઇને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

બીજી તરફ પ્રબોધસ્વામી જૂથના હરિભક્તોએ આશંકા વ્યક્ત કરી  હતી કે, ગુણાતીતસ્વામીનું નિધન શંકાસ્પદ પરિસ્થિતિમાં થયું હોવાની જણાવ્યું હતું. તેમનું અચાનક નિધન થયું છે, જે શંકા ઊપજાવે છે. ગુણાતીતસ્વામીના પાર્થિવદેહ પહેલાં પેનલ પીએમ કરવામાં આવે. તેમનું નિધન થતાંની સાથે અંતિમસંસ્કારની વિધી શરૂ કરી દેવામાં આવી

ગુણાતીતસ્વામીના આકસ્મિક અવસાન અંગે જિલ્લા એસપીએ સોખડા મંદિર ખાતે પોલીસને મોકલી અને અંતિમસંસ્કાર અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચ ધર્મ પરિવર્તન સામે કેસ લડનાર સ્પેશ્યિલ સરકારી વકીલને ધમકીભર્યા ફોન, અપાયું પ્રોટેક્શન

ભરૂચના કાંકરિયા ગામમાં 100 જેટલા આદિવાસીઓના ધર્મ પરિવર્તન વિવાદ મામલે કેટલીક મહત્વની અને ચોંકાવનારી બાબતો સામે આવી છે.ધર્મ પરિવર્તન સામે કેસ લડનારા સ્પેશ્યિલ સરકારી વકીલને ધમકીભર્યા ફોન કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. જેથી સરકારી વકીલને પોલીસ રક્ષણ પણ આપવામાં આવ્યું છે.

ધર્મ પરિવર્તન મામલે 8 આરોપીઓની જામીન અરજી અંગે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકાર તરફથી જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે. જામીન અરજીઓના વિરોધ સાથે સરકારે હાઇકોર્ટ સમક્ષ ચોંકાવનારા તથ્યો મૂક્યા છે. ધર્મ પરિવર્તન કરાવવા માટે અલગ-અલગ ખાડી દેશોમાંથી 89 લાખ રૂપિયા જેટલું ફંડ મૌલવીને અપાયું હોવાની વિગતો કોર્ટ સમક્ષ મૂકાઈ છે. આ ફંડ આફની ટ્રસ્ટ અને બૈતુલ ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. જે બાદ બંને ટ્રસ્ટ મારફતે 48 વખત 49000નું ટ્રાન્જેક્શન થયું હતું.

સુનાવણી દરમિયાન એ પણ મહત્વની વાત સામે આવી છે કે, ધર્મ પરિવર્તન બાદ તેમના આધાર કાર્ડને તૈયાર કરવાની અને ગેજેટમાં સુધારવાની કામગીરી સુરત કરવામાં આવતી હતી. સામાપક્ષે આરોપીઓ તરફથી રજૂઆત કરાઈ છે કે, તેમને ધર્મ પરિવર્તનની પ્રક્રિયા કાયદા પ્રમાણે જ કરી છે. જોકે, સરકાર દ્વારા રજૂઆત કરાઈ છે કે, ધર્મ પરિવર્તન માટે તેમને કલેક્ટર સમક્ષ રજૂઆત નથી કે કોઈ પણ પ્રક્રિયા નથી કરી.

ભરૂચ જિલ્લાના આમોદના કાંકરિયા ગામે વર્ષ 2021 નવેમ્બર મહિનામાં ધર્માંતરણનો કિસ્સા સામે આવ્યો હતો. જેમાં 37 પરિવારના 100 લોકોને લોભ-લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવી તેમને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે ફરજ પાડવામાં આવી હતી. જે બાબતે કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. અગાઉ આરોપી મૌલવીની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી. જે બાદ આ કેસ સાથે જોડાયેલા અન્ય આરોપીઓએ જામીન માટે અરજી કરી છે.

ભારતીય કિસાન સંઘની ઝઘડીયા તાલુકા કારોબારીની રચના કરવામાં આવી

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે એપીએમસી ખાતે મળેલ બેઠકમાં ભારતીય કિસાન સંઘની ઝઘડીયા તાલુકા કારોબારીની રચના કરવામાં આવી હતી. સંઘના જિલ્લા તેમજ પ્રદેશ કક્ષાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મળેલ બેઠકમાં ભારતીય કિસાન સંઘના ઝઘડીયા તાલુકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

જેમાં પ્રમુખ તરીકે ભાવેશભાઈ પટેલ ઝઘડીયા, ઉપપ્રમુખ તરીકે હેમરાજસિંહ રાઠોડ ટોઠીદરા, મંત્રી તરીકે વસંતભાઈ દેસાઈ, સહમંત્રી તરીકે  ભૌમિકભાઈ પટેલ તેમજ કોસાધ્યક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ પરમારની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ભારતીય કિસાન સંઘની ઝઘડીયા તાલુકા કરોબારીની રચના કરવામાં આવતા તાલુકાના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ઉલ્લેખનીય છેકે ભારતીય કિસાન સંઘ ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને સમસ્યા બાબતે હંમેશા જાગૃત રહીને ખેડૂતોના વિવિધ પ્રશ્નોની યોગ્ય સ્તરે રજુઆત કરે છે. ત્યારે સંઘના ઝઘડીયા તાલુકાના સંગઠનની રચના કરાતા તાલુકાના ખેડૂતોના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સંગઠન કામગીરી કરશે. આ પ્રસંગે સંઘના નવનિયુક્ત તાલુકા હોદ્દેદારોએ સંઘ દ્વારા તેમનામાં મુકાયેલ વિશ્વાસ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી અને તેઓ તાલુકાના કિશાનોને મદદરૂપ થઇ શકે તે માટે હંમેશ કટિબધ્ધ રહેશે એમ જણાવ્યું હતું.

  • ફારૂક ખત્રી,ન્યુઝલાઇન, રાજપારડી

12 વર્ષની દીકરી સાથે અનેકવાર દુષ્કર્મ આચરનાર પિતા આખરે ઝડપાયો

અંકલેશ્વર તાલુકામાં સગા બાપે દીકરીને હવસનો શિકાર બનાવતા ચકચાર મચી ગયો હતો. આ બનાવ મામલે પોલીસે ગણતરીના કલકોમાં નરાધમ પિતાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

આ ઘટનામાં અંકલેશ્વર તાલુકાના એક ગામમાં  હેવાન બનેલા પિતાએ  કેટલી વાર માસુમ પુત્રીને પીંખી નાખી પોતાની હવસનો શિકાર બનાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 12  વર્ષની દીકરીની બાળકી છેલ્લા 3 મહિનાથી વારંવાર દુષ્કર્મનો ભોગ બની રહી હતી. બાળકીના શરીરને પીંખતા આ હેવાન પિતા સામે બાળકી કોઈને હકીકત પણ જણાવી શક્તિ ન હતી અને ચુપચાપ શારીરિક અને માનસિક યાતનાઓ સહન કરતી હતી. પિતાની કરતૂત જાહેર ન થાય તે માટે પિતા બાળકીને માર મારી ભયમાં રાખતો હતો.બે દિવસ અગાઉ માતાનું ધ્યાન દીકરીની પીડા તરફ જતા પૂછપરછમાં પિતાની હેવાનીયતનો પર્દાફાશ થતા માતા દીકરીને લઈ પોલીસ પાસે પહોંચી હતી.

આ ઘટના અંગે માતાએ દીકરી સાથે થયેલા અમાનુષી અત્યાચારની પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો અને બળાત્કારની કલમો હેઠળ ગુનો દાખલ કરી નરાધમ પિતાની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

જંબુસરમાં ઇ-કોમ એક્સપ્રેસના સંચાલકે પાર્સલોમાંથી પ્રોસેસર ગાયબ કરી રૂ. 31.55 લાખની ઠગાઇ

જંબુસરમાં ઇ-કોમ એક્સપ્રેસના સંચાલકે તેના ત્રણ મળતીયા સાથે મળી ફ્લિપકાર્ટ પરથી AMD કોમ્પ્યુટરના 96 પ્રોસેસરો મંગાવી પાર્સલોમાંથી કાઢી લઈ કંપની સાથે રૂ. 31.55 લાખની ઠગાઇ આચરી હોવાની ફરિયાદ નોંધાવાઇ છે.

જંબુસરમાં ઇ-કોમ એક્સપ્રેસ લિમિટેડનું ડિલિવરી સેન્ટર આવેલું છે. જેનો હેડ આદિલ મહંમદ શેખ હતો. સુરતથી ફ્લિપકાર્ટના વેરહાઉસમાંથી આવતા પાર્સલ સુરત ઇ-કોમ દ્વારા જંબુસર સેન્ટર ઉપર મોકલાતા હતા. છેલ્લા 4થી 5 મહિનાથી ફ્લિપકાર્ટના પાર્સલો ખોટા એડ્રેસ અને મોબાઈલ નંબરના કારણે રિટર્ન થતા હતા. જેથી ઇ-કોમના સ્ટેટ હેડ એલપ્પા કોકીટકર, રિજનલ મેનેજર સુવિર નયર અને ઓફિસર અંકિત શ્રીવાસ્તવ જંબુસર સેન્ટર પર ગયા હતા. જેમાં તપાસમાં સેન્ટર હેડ આદિલ શેખ સુરતના તેના બે મિત્ર સુરેશ મારવાડી, કાર્તિક અને ઝાડેશ્વરના જયકુમાર રાણા સાથે મળી રૂપિયા કમાવવા પાર્સલોમાંથી પ્રોસેસરો કાઢી લેતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

બે મહિનામાં જ આ ટોળકીએ AMDના 96 રાઈઝેન પ્રોસેસર મંગાવી પાર્સલોમાંથી કાઢી લીધા હતા. જે પાર્સલો રીટેપ કરી ફરી કંપનીમાં ખાલી મોકલી આપ્યા હતા. ઇ-કોમ કંપનીના ઓફિસરે જંબુસર પોલીસ મથકે 96 પ્રોસેસરો કાઢી લેવા અંગે રૂ. 31.55 લાખની ઠગાઈની ફરિયાદ સેન્ટર હેડ અને તેના 3 મળતીયાઓ સામે નોંધાવી છે.

જંબુસર પોસ્ટમાં એન.ઓ.સી. માટે પણ ખાવા પડે છે ડાભાના પરિવારને ધરમધક્કા!

જંબુસર તાલુકાના ડાભા ગામના હંસાબેન પરમારે પોસ્ટમાં ભરપાઈ કરવાના દસ લાખ ઉપરાંતની રકમ  જમા કરાવવા છતાય એનઓસી લેટર માટે પોસ્ટ અધિકારીઓ ધક્કા ખવડાવે છે.

જંબુસર તાલુકાના ડાભા ગામે બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે પરસોતમ ડાયાભાઇ પરમાર  ફરજ બજાવતાં હતા જેઓ  ૨૦૦૮ માં અવસાન પામ્યા ત્યાર બાદ એક માસ બાદ  પોસ્ટ ખાતા દ્વારા ઓડિટ કરાયું જેમાં ખાતાધારકોની પાસબુકમાંથી રકમ ઉપડી ગઇ હોય  તેઓ પોસ્ટ ખાતા દ્વારા આરોપ લગાવાયો  અને  સાડા આઠ લાખ રૂપિયાની પત્ની હંસાબેન પરસોતમભાઈ પરમારને પોસ્ટ ખાતા દ્વારા નોટિસ આપી રકમ ભરપાઈ કરવા જણાવેલ  અને આ લેણી રકમ ખેતરના મહેસૂલ પર ચઢાવવામાં આવેલ  સાડાઆઠ લાખ વત્તા વ્યાજની રકમ મળી  હંસાબેન પરમારે દસ લાખ ઉપરાંતની રકમ પોસ્ટ ખાતામાં  ૯/૨૦૨૧ માં જમા કરાવેલી હોય

ત્યારબાદ હંસાબેન પરમારે એનઓસી માટે વખતોવખત  પરિવાર સાથે પોસ્ટ ઓફિસમાં આવતા હોય  અધિકારીઓ દ્વારા બહાના કાઢી ભરૂચ અમદાવાદ જવા કહે છે  પરિવાર ભરૂચ જાય તો અમદાવાદનું કહે છે કોઈ સંતોષકારક જવાબ મળતો નથી કે નથી એનઓસી મળતી  આટલો સમય વીતવા છતાં પરિવારને એનઓસી નહીં મળતાં પરિવાર હેરાન પરેશાન થવા પામ્યો છે અને મીડિયાનો સહારો લઈ પોતાની આપવીતી જણાવી  વહેલી તકે પોસ્ટ ખાતા દ્વારા એનઓસી મળે તેમ પરિવાર ઈચ્છી રહ્યું છે.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

ઝઘડીયા રાજપારડી અને ઉમલ્લા ખાતે સ્થાનિક પોલીસ દ્વારા યોજાયું ફુટ પેટ્રોલિંગ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઝઘડીયા રાજપારડી અને ઉમલ્લા નગરો ખાતે સ્થાનિક પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું.

આગામી રમઝાન ઇદના તહેવારને લઇને આ ફુટ પેટ્રોલિંગ યોજાયુ હતું. ઝઘડીયા ખાતે પીઆઇ એસ.કે.ગાવિતના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યુ હતું. રાજપારડી ખાતે પીએસઆઇ જી.આઇ.રાઠોડની આગેવાની હેઠળ સ્થાનિક પોલીસ જવાનોએ ફુટ પેટ્રોલિંગ યોજ્યુ હતું.

જ્યારે ઉમલ્લા ખાતે મહિલા પીએસઆઇ વી.આર.ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ જવાનો ફુટ પેટ્રોલિંગમાં જોડાયા હતા. આગામી તહેવારને લઇને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, લોકોમાં સલામતીની ભાવના મજબુત બને તે માટે તાલુકાના ત્રણેય પોલીસ સ્ટેશનો દ્વારા ફુટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યુ હતુ. ઝઘડીયા ચાર રસ્તા ખાતે પોલીસ દ્વારા આકસ્મિક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે વાહન ચેકિંગ દરમિયાન કોઇ શંકાસ્પદ બાબત નહી જણાતા તંત્રએ રાહત અનુભવી હતી.

  • ફારૂક ખત્રી,ન્યુઝલાઇન,રાજપારડી

ટીમરોલીયા પગપાળા જતા 4 શ્રદ્ધાળુઓને વાલિયા નજીક ટ્રકે ટક્કર મારતા 1નું મોત,૩ ઘાયલ

ભરૂચ જિલ્લામા વાલિયાના વટારીયા સુગર આગળ યુપીએલ યુનિવર્સીટી નજીક હાંસોટના દિગસ ગામે નીકળેલા પગપાળા સંઘના ચાર પદયાત્રીઓને હાઇવા ટ્રક ચાલકે ટક્કર મારતા એક શ્રદ્ધાળુનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ શ્રદ્ધાળુઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

હાંસોટના દિગસ ગામે નવી વસાહતમાં રહેતા મંજુલાબેન વસાવા પતિ કાંતિભાઈ વસાવા અને ગામના 50 લોકો સાથે બુધવારે સાંજે નેત્રંગ તાલુકાના ટીમરોલીયા દશામાંના મંદિરે જવા નીકળ્યા હતા. જેઓ વાલિયાના વટારીયા સુગર આગળ યુપીએલ યુનિવર્સીટી નજીક પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલા ટ્રક ચાલકે 50 પૈકી ચાર પદયાત્રીઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાંતિ વસાવાને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

અન્ય ત્રણ શ્રદ્ધાળુઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે 108 સેવાની મદદ વડે વાલિયા આરોગ્ય કેન્દ્ર બાદ વધુ સારવાર માટે અંકલેશ્વર ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે વાલિયા પોલીસ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરમાં સગો પિતા બન્યો હેવાન, 12 વર્ષિય પુત્રી પર અનેકવાર આચર્યું દુષ્કર્મ

અંકલેશ્વર તાલુકામાં સગા બાપે દીકરીને હવસનો શિકાર બનાવતા મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. પિશાચ બનેલા પિતાએ ત્રણ મહિનામાં કેટલી વખત માસુમ પુત્રીને પીંખી નાખી પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. બે દિવસ અગાઉ માતાનું ધ્યાન દીકરીની પીડા તરફ જતા પૂછપરછમાં પિતાની પિશાચી કરતૂતનો પર્દાફાશ થતા માતા દીકરીને લઈ પોલીસ પાસે પહોંચી હતી. ઘટના અંગે માતાએ દીકરી સાથે થયેલા અમાનુષી અત્યાચારની પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો અને બળાત્કારની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

અંકલેશ્વરમાં એક ઘટનાએ બાળકીના માનસ પટલ ઉપર એવી નકારાત્મક છાપ ઉભી કરી છે કે, પિતા ઘરમાં પ્રવેશે ત્યારથી તેના પગ થરથર કાપી ઉઠે છે. આ વાત તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની 12  વર્ષની દીકરીની છે. આ બાળકી છેલ્લા 3 મહિનાથી વારંવાર દુષ્કર્મનો ભોગ બની રહી છે. કુમળી વયની બાળકીને હવસનો શિકાર અન્ય કોઈ નહિ પરંતુ તેનો પિતા બનાવતો હતો.વારંવાર બાળકીના શરીરને પીંખતા આ પિશાચી પિતા સામે બાળકી કોઈને હકીકત પણ જણાવી શક્તિ ન હતી અને ચુપચાપ શારીરિક અને માનસિક યાતનાઓ સહન કરતી હતી. પિતાની કરતૂત જાહેર ન થાય તે માટે તે બાળકીને માર મારી ભયમાં રાખતો હતો. બાળકીએ તેની માતા સમક્ષ શારીરિક પીડાની ફરિયાદ કરી હતી સાથે બાળકી અત્યંત ભયભીત પણ જણાઈ હતી. માતા હૂંફ આપી બાળકીને પૂછતાં પિતા દ્વારા બળાત્કાર ગુજારાતો હોવાનું બાળકીએ જણાવ્યું હતું. પતિના પિશાચી કૃત્ય વિષે જાણી માતાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હતી.

ચોકી ઉઠેલી માતાએ પતિને ઠપકો આપ્યો હતો. આ બાદ તેજ રાતે ફરી શેતાન પિતા બાળકીને હવસનો શિકાર બનાવવા પ્રયાસ કરતા માતા બાળકીને લઈ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા પારખી પોલીસે માતાની ફરિયાદના આધારે પિતા વિરુદ્ધ પુત્રી ઉપર બળાત્કાર ગુજારવાની અને માર મારવાની ફરિયાદ દાખલ કરી છે.બાળકીની તબીબી તપાસ સાથે સારવાર શરુ કરાવી અંકલેશ્વર પોલીસે કાયદાકીય કાર્યવાહી સાથે સારવારનું પગલું પણ ભર્યું છે. પોલીસે આરોપી પિતાની ધરપકડ માટે પણ પ્રયાસ હાથ ધર્યા છે.

error: Content is protected !!