The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 118

બીએપીએસ મંદિર જંબુસર ખાતે શતાબ્દી સેવક અભિવાદન સમારોહ યોજાયો

બીએપીએસ મંદિર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત પારિવારિક શાંતિ અભિયાન- ૨૦૨૨ નો શતાબ્દી સેવા અભિવાદન સમારોહ પૂજ્ય જ્ઞાનવીરદાસસ્વામી યજ્ઞ જીવનદાસ સ્વામી ભક્તિશિલસ્વામી ની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આગામી સમયમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ધામધૂમથી ભક્તિભાવ પૂર્વક ઉજવણી થનાર છે.જે અનુસંધાને બીએપીએસ સંસ્થા દ્વારા ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.બાપાની શતાબ્દીના પડઘમ વિશ્વમાં ગુંજતા થયા છે. સૌના હૃદયમાં ગુરુનું ઋણ અદા કરવાના દીવડા વિશેષ દૈદીપ્યમાન બન્યા  પ્રમુખસ્વામી મહારાજે સમાજમાટે પુરૂ જીવન સમર્પિત કર્યું છે.

બાપાએ વ્યસનમુક્તિ અભિયાન દરેક ઘરે પધરામણી કરી તેઓ પારિવારિક શાંતિ ના  હિમાયતી હતા  અને એ સંદેશ વિશ્વમાં ફેલાયો છે.આ મહોત્સવ એ આપણા ઘડતરનો સમૈયો છે.બાપાના અનેક શાશ્વત કાર્યો પૈકીનું એક મહાન કાર્ય એટલે પારિવારિક શાંતિ અભિયાન પ્રમુખસ્વામી મહારાજે પોતાના ૯૫ વર્ષના જીવનકાળ દરમ્યાન સતત વિચરણ કરીને અનેક પરિવારોને તૂટતાં બચાવ્યાં હતાં અને શતાબ્દી મહોત્સવ ઉપક્રમે તેમના કાર્યથી પ્રેરણા લઈ મહંતસ્વામી મહારાજના રૂડા આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ પારિવારિક શાંતિ અભિયાન ચલાવાયું હતું.

જેમાં ૭૨ હજારથી વધુ સ્વયંસેવકો ૧૭ રાજ્યોમાં ૨૪ લાખથી વધુ ઘરોમાં ફરી શાંતિ અભિયાન ચલાવ્યું જે અંતર્ગત  જંબુસર તાલુકાના છેવાડાના ગામોમાં ફરી ઘરે ઘરે જઈ જંબુસર પંથકના શતાબ્દી સેવક ભાઈ બહેનોએ  લોકોને પારિવારિક શાંતિની પ્રેરણા આપી ઘરસભા  ઘરમાં સમૂહ પ્રાર્થના સમુહ ભોજનનો સંકલ્પ લેવડાવ્યો હતો  અને તેમાં નિવૃત્ત થયેલા શતાબ્દી કેવાં  અભિવાદન સમારોહો બીએપીએસ મંદિર જંબુસર ખાતે રાખવામાં આવ્યો હતો.

પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશિર્વાદ દ્રશ્ય શ્રાવ્ય દ્વારા જંબુસર પંથકના શતાબ્દી સેવકોને મળ્યા અને ઉપસ્થિત સંતોએ સેવકોનું કુમકુમ તિલક કરી પુષ્પ વર્ષા થી અભિવાદન કર્યું હતું. તથા યુવકો દ્વારા બીએપીએસ ધજાઓ લહેરાવતા નજરે પડ્યાં હતાં  તે સમયે અક્ષરધામની સભા હોય તેવુ ભાસતુ હતું.શતાબ્દી સેવક અભિવાદન સમારોહમાં જંબુસર નોંધણા કરમાડ ના શતાબ્દી સેવક ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

જંબુસરના મગણાદી ભાગોળના એક મકાન માંથી વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો ઝડપાયો

ભરૂચ જીલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન હેઠળ કાર્યરત લોકલ ક્રાઈમ બ્રાંચ ની ટીમે જંબુસર નગર ના મગણાદી ભાગોળ વિસ્તાર ના એક મકાન મા છાપો મારી વિદેશી દારૂ તથા બિયર નો રૂપિયા ૮૬૨૦૦ નો જથ્થો ઝડપી પાડયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

ભરૂચ જીલ્લા પોલીસ વડા તરીકે ડો.લીના પાટીલ ની નિમણૂક થયા બાદ જીલ્લા ભર મા પોલીસ ધ્વારા ગેરકાયદેસર રીતે ધમધમતા બેનંબરી ધંધા ઓ તવાઈ બોલાવવા મા આવી રહી છે. અને તેને અનુલક્ષી ને પોલીસ વડા ના માર્ગદર્શન હેઠળ કાર્યરત લોકલ ક્રાઈમ બ્રાંચ ની ટીમે મળેલ બાતમી ના આધારે જંબુસર નગર ના મગણાદી ભાગોળ વિસ્તાર મા આવેલ જગદીશ રવિદાસ વાધેલા ના મકાન મા છાપો મારતા ધર માથી ભારતીય બનાવટ નો વિવિધ બ્રાન્ડ નો વિદેશી દારૂ  તથા બિયર  મળી કુલ ૪૬૭ નંગ નો જથ્થો કિંમત રૂપિયા ૮૬૨૦૦ મળી આવતા તેને કબજે કરી એલસીબી ટીમે દારૂ નો જથ્થો વેચાણ કરવાના ઈરાદે મંગાવનાર હનીફ ઉર્ફ મુન્નો મલેક તથા જગદીશ રવિદાસ વાધેલા વિરૂધ્ધ ગુનો કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને બી.ટી.પીનું ગઠબંધન એ પુષ્પા રાજ છે..! ઝૂકેગા નહીં.:ગોપાલ ઈટાલીયા

ગુજરાત સ્થાપના દિન ૧ મેં ના રોજ કેજરીવાલે ગુજરાત સરકારને અનેક પડકાર ફેંકયા. ભરૂચ જીલ્લાના ચંદેરીયા ખાતે આદિવાસી સંકલ્પ મહા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.  જેમાં આપ અને બી.ટી.પીના ગઠબંધનથી આપનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બંને સાથે મળીને ગુજરાતની રાજનીતિમાં ઉતરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આદિવાસી સંકલ્પ મહા સંમેલનમાં ઉપસ્થિત બી.ટી.પીના પ્રમુખ મહેશભાઇ વસાવા તેમજ આદિવાસીના મસીહા તરીકે ઓળખાતા છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે જળ,જમીન અને જંગલના મુળ માલિકો આદિવાસીઓ છે. એમને વારંવાર સરકારના પ્રોજેક્ટથી હેરાન કરવામાં આવે છે. અને પાણી,સિચાઈની સુવિધા આપવામાં નથી આવતી. આદિવાસીનું બજેટ પાર્ટીનાં તાયફાઓમાં વાપરી નાંખે છે. જે હવે કેજરીવાલની સરકાર બનતાની સાથે જ લોકોના હિત માટે વપરાશે આવનારા સમયમાં ચોક્કસ આપની સરકાર બનશે. જેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કેજરીવાલ સભાને સંબોધતા જણાવ્યું હતું કે ભાજપની સરકાર છેલ્લા ૨૭ વર્ષથી સરકારમાં છે શું ગુજરાતની જનતાને સારું શિક્ષણ મળ્યું કે..? કેમ ગુજરાત માં ૬.(છ) હજાર સરકારી શાળાઓ બંધ કરવામાં આવી છે. શાળાનાં ઓરડામાં ગંદકીનું સામ્રાજ્ય કેમ જોવા મળે છે.? ગુજરાતની સરકારી હોસ્પિટલમાં કેમ સુવિધા ન અભાવ છે.? શિક્ષણની બાબતે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને પડકાર ફેંકીયો હતો કે દિલ્હીની સરકારી શાળાની મુલાકાત લો. વધુમા સવાલો કર્યા કે ગુજરાતમાં કેમ પેપર લીંકની ધટનાઓ સામે આવે છે.  દરેક પરીક્ષાના પેપર લીંકના કારણે ગુજરાત ગિનિસ બુકમાં રેકોર્ડ નોંધાવશે. શું તમને આવું ગુજરાત જોઈએ છે.? ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલને પણ આડે હાથે લેતા જણાવ્યું હતું કે છ કરોડ ગુજરાતની જનતામાંથી એક વ્યક્તિ પણ ભાજપને ગુજરાતી નથી મળ્યો કે પરપ્રાંતી પાટીલને પ્રમુખ બનાવવા પડ્યા.? જેવા અનેક સવાલોથી ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી.

ભાજપ તેમજ કોંગ્રેસના નિરાશ નેતાઓને આમ આદમી પાર્ટીમાં જોડાવાનું આહવાન કર્યું હતું.  ભાજપ સરકાર એક તરફી શાસન કરી રહ્યું છે. જેથી સત્તાના નશામાં અહંકારની ભાષા બોલે છે. એ લોકો માટે સારું નથી, ફકત આપની સરકારને એક મોકો આપો. નહીં કામ કરીયે તો પાંચ વર્ષમાં લાત મારી ફેંકી દેજો. એવું જણાવ્યું હતું, કેજરીવાલએ ગુજરાતમાં વહેલી ચુંટણીના પણ સંકેત આપ્યા હતા.હવે જોવું રહ્યું દેડિયાપાડા ૧૪૯-વિધાનસભાની આપ અને બી.ટી.પીના સંયુક્ત ઉમેદવારમાં કોના ફાળે જાય છે. મહેશભાઈ વસાવા હાલ એજ સીટ પરથી ધારાસભ્ય છે. પરંતુ આ વખતે આપ અને બી.ટી.પીના ગઠબંધનથી ચૈતરભાઈ વસાવા, ડો.કિરણ વસાવા, બાહદુરભાઈ વસાવા. અશ્વિનભાઈ વસાવા જેવા અનેક દિગ્ગજોના નામ ચર્ચાઈ રહ્યા છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

IIID ભરૂચ સેન્ટર દ્વારા કલાકૃતિ,આર્ટ એન્ડ સ્પેશના સમન્વય સાથે યોજાઇ વિચાર ગોષ્ઠી

આઇ.આઇ.આઇ.ડી ભરૂચ સેન્ટર દ્વારા ૩૦મી એપ્રીલના રોજ કલાકૃતિ અને આર્ટ એન્ડ સ્પેશના સમન્વય વિષય સાથે એક વિચાર ગોષ્ઠીનું આયોજન નર્મદા કોલેજના પ્રાંગણમાં વટવૃક્ષ નીચે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. જેમાં કાર્યક્રમના મુખ્ય સ્પીકર આર્કિટેક પરસી પીઠાવાલા અને આર્કિટેક અબિન ચૌધરી,આર્કિટેક અશ્વિનભાઇ મોદી,આઇ.આઇ.આઇ.ડીના ચેરપર્સન આર્કિટેક મૈત્રી બુચ અને કાર્યક્રમના સ્પોન્સર્સ હેવલ્સ ઇન્ડસ્ટ્રીઝના દિપાલીબેન અને શ્રીમતી પીલ્લુબેનના હસ્તે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ભરૂચના ફૂરજા વિસ્તારમાં રંગરોગાન થકી મેઘઘનુષ પ્રોજેકટને સફળ બનાવનાર સર્જનાર સ્ટુડન્ટસના સમુહ,સ્ટુડન્ટસ ઓફ સ્ફૂર્ણા ડીઝાઇન સંકુલના આર્કિટેક વિદિતા ચોક્સી અને અન્ય સહયોગીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

આર્કિટેક પરસી પીઠાવાલા અને આર્કિટેક અબીન ચૌધરીએ વિચાર ગોષ્ઠીમાં પોતાના કલા જગતને અપાયેલા સુંદર આર્ટપીસ અને આર્ટ પ્રોજેકટસનું હાજર મહેમાનોની હાજરીમાં સ્લાઇડ શો થકી પ્રેઝન્ટેશન સાથે વર્ણન કર્યું હતું.

અંતમાં ભરૂચમાં કલાને જીવંત રાખવા હરહંમેશ પ્રયત્નશીલ એવા સ્ફૂર્ણા ડીઝાઇન સંકુલના વિદ્યાર્થીઓ અને ચેરપર્સન આર્કિટેક મૈત્રી બુચ અને કલાપી બુચે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

દેડીયાપાડા:આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા બોર્ડ દ્વારા બેઠક યોજાઇ

દેડીયાપાડા નાં સર્કિટ હાઉસ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા નાં તમામ હોદેદારો ની બેઠક યોજાઇ હતી. જેમાં અવાર નવાર આ વિસ્તારમાં માનવ અધિકાર નું હનન થતું હોય, તો દરેક માનવી સુધી માનવ અધિકાર વિશે જાગૃતિ લાવવા માટે તેમજ આવનાર સમયમાં માનવ અધિકારો સમજાય એ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી.  તેમજ મિટિંગ બાદ તમામ સરકારી કચેરીઓની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં ડેડિયાપાડા પીએસઆઈ, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રમુખ સુનિલ પ્રસાદ,નર્મદા જિલ્લા ચેરમેન સર્જન વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ યોગેશ ભાલાણી, કોર્પોરેટ ડિપાર્ટમેન્ટ ચેરમેન.ઇશ્વરભાઇ વસાવા, પ્રાયોરિટી ડિપાર્ટમેન્ટ ચેરમેન જયદીપભાઈ પટેલ, એક્ઝિક્યુટીવ પ્રેસિડેન્ટ મનોજભાઈ તંબોલી, વાઇસ ચેરમેન જયદીપ વસાવા, દેડીયાપાડા લેબર ઓફિસર રાજેશ વસાવા સહિત અનેક હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

* સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

હવે ભરૂચમાં શરૂ થનાર ભૂગર્ભ ગટરની સફાઈ કરશે સોલાર રોબોટ

  • એક વખતમાં 20 ફૂટ અંદર જઇ 500 કિલો જેટલો કચરો કાઢવા સક્ષમ.

ભરૂચ નગરમાં વર્ષોના વહાણા બાદ ભૂગર્ભ ગટર યોજના આગામી સમયમાં સાકાર થવા જઈ રહી છે. અંડર ગ્રાઉન્ડ ડ્રેનજની સફાઇ માટે પાલિકાને લાખોની કિંમતનો સોલાર રોબોટની ભેટ મળી છે.

ભરૂચ નગર પાલિકાના સભાખંડમાં પ્રમુખ અમિત ચાવડા, મુખ્ય અધુકારીના અધ્યક્ષ સ્થાની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ભરૂચને ભૂગર્ભ ગટર યોજનાની સફાઈ માટે જી.યુ.વી.એન.એલ. ના CSR માંથી સફાઈ કામદાર સોલાર રોબોટની અપાયેલી ભેટનું લોકાર્પણ કરાયું હતું. આ સોલાર રોબોટ સફાઈ કામદાર મેનહોલમાંથી 20 ફૂટ અંદર જઈ તેમાં લાગેલા કેમેરાથી ભૂગર્ભ ગટરમાં જમા થયેલો કચરો સાફ કરશે.

આ રોબોટની એક સમયે કચરાને બહાર કાઢવાની તેની ક્ષમતા 500 કિલો છે.સભામાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ માટે વેરાના દર પણ નક્કી કરાયા હતા. જેમાં રહેણાંક માટે મિલકત વેરાના 25 % અથવા ₹500 થી ઓછા નહિ. કોમર્શિયલ માટે મિલકત વેરાના 50 ટકા, શેક્ષણિક સંસ્થાઓ માટે 15 ટકા અને ધાર્મિક સ્થળો માટે અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ ચાર્જ રૂપિયા 250 નિયત કરાયો છે. જેને મંજૂરી માટે કમિશનરમાં મોકલી અપાશે.

પાલીકાની આ સભામાં વિપક્ષી નેતા સમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહિમ કલકરે ગત બજેટ સભાની મિનિટ્સ નામંજુર કરી હતી. શહેરમાં ડોર ટુ ડોરનો કોન્ટ્રકટર સેવા આપવામાં 100 ટકા ફેઈલ રહ્યો હોવાનો સુર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેને અપાયેલા વાર્ષિક હિસાબોમાં સુધારાની માંગ કરતા પાલિકા પ્રમુખ અમિત ચાવડા એ આ માટે તપાસ કમિટીની નિમણુંક કરી હતી.સભામાં ઉપપ્રમુખ, વોટર વર્ક્સના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાલા, અન્ય ચેરમેનો અને સભ્યો હાજર રહ્યાં હતાં.

અંકલેશ્વરના યુવાન અને આધેડે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી લગાવી મોતની આખરી છલાંગ

  • આધેડ ઘરેથી ચાલ્યા ગયા બાદ બ્રિજ પર બાઇક અને ચપલ મળવા સાથે CCTV માં ચાલતા દેખાયા

અંકલેશ્વરના અંદાડા ગામના યુવાન અને ત્યાગી નગરના આધેડે અગમ્ય કારણોસર નર્મદા મૈયા બ્રિજ પરથી ઝપલાવી આત્મહત્યા કરી લીધી હતી. ફાયરબ્રિગેડની ભારે શોધખોળ વચ્ચે ઘટનાના 24 થી 48 કલાક બાદ બન્નેના મૃતદેહ શનિવારે મળી આવ્યા હતા.

શુક્રવારે સવારે અંકલેશ્વરના ત્યાગી નગરના 50 વર્ષીય રાજેન્દ્ર પરમાર કોઈ કારણોસર ઘર છોડી ચાલ્યા ગયા હતા. પરીવારજનો દ્વારા શોધખોળ કરતા જાણવા મળેલ કે નર્મદા મૈયા બ્રિજ પર કોઈક અજાણ્યા પુરુષે નર્મદા નદીમાં છલાંગ લગાવી છે. અને તેની બાઇક અને ચંપલ બ્રિજ પર મુકેલ છે.

જે આધારે અને સીસીટીવી પરથી રાજેન્દ્રભાઇ બ્રિજ પર ચાલતા જતા નજરે પડ્યા હતા. પરિવારજનો દ્વારા ફાયર વિભાગને જાણ કરતા ભરૂચ અને અંકલેશ્વરના ફાયર ફાઈટરો નર્મદા નદીના દક્ષિણ છેડે પોહચી નર્મદા નદીમાં શોધખોળ આરંભી હતી.

જ્યારે ગુરૂવારે અંકલેશ્વરના અંદાડા ગામમાં રહેતા 28 વર્ષીય સંતોષ મીઠા મકવાણા કોઈ કારણોસર રાત્રીના સમયે ઘરેથી નીકળી નર્મદા મૈયા બ્રિજ પર પોહચ્યા હતા. પરિવારજનોને હું આત્મહત્યા કરું છું એમ ફોન કર્યો હતો. પોતાનો છેલ્લો ફોટો વોટ્સઅપ કરી મોત ની છલાંગ લગાવેલ હતી.

ફાયર ફાઈટરોની બે દિવસથી શોધખોળ બાદ શનિવારે અંકલેશ્વર નગરપાલિકા તેમજ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેની ટીમ દ્વારા શોધખોળ કરતા બન્ને મૃતદેહો મળી આવ્યા હતા. અંકલેશ્વર પોલીસે બન્ને મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આત્મહત્યાના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પરિવારજનોએ ફાયર ફાઈટરની ટીમના મેહુલ પટેલ, અનિલ વસાવા સહિતનો ભીની આંખે આભાર વ્યક્ત રહ્યો હતો.

અંકલેશ્વરની એક ખાનગી કંપનીમાં થયેલ ચોરીમાં બે ઝડપાયા

અંકલેશ્વરની જી.આઈ.ડી.સી.માં આવેલી વૈષ્ણવ ડીસીન્ગ એન્જીનીયરીંગ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે.જેમાં લોકલ ક્રાઇમબ્રાન્ચે ગણતરીના કલાકોમાં બે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વરની જી.આઈ.ડી.સી.માં આવેલી વૈષ્ણવ ડીસીન્ગ એન્જીનીયરીંગ કંપનીને ગત તારીખ-28મી એપ્રિલના રોજ તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરો કંપનીની દીવાલ કૂદી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલા એસ.એસના રોડ અને રિંગો મળી કુલ 1.84 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે જી.આઈ. ડી. સી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દરમિયાન ભરૂચ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, વૈષ્ણવ ડીસીન્ગ એન્જીનીયરીંગ કંપનીમાં થયેલી ચોરીનો સામાન રાજપીપલા રોડ ઉપર આવેલા મીરા નગરમાં છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાથી પોલીસને એસ.એસ.નો તમામ ચોરી થયેલો સામાન મળી આવ્યો હતો. પોલીસે મૂળ યુપીના અને હાલ મીરા નગરમાં રહેતો વિકાસ ઉર્ફે ટેણી ચુનીલાલ કુશવાહા અને વિક્રમસીંગ રામાઅશરે પ્રજાપતિને રીક્ષા સાથે ઝડપી પાડી કુલ 2.34 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડુતોના ખેતરોમાં સ્કાય સોલાર પ્રોજેકટના કનેકશન કેબલ વાયરોની ચોરીમાં ૧ ઝડપાયો

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો લીના પાટીલ નાઓએ જીલ્લા મિલકત સબંધી ગુનાઓ અટકાવવા સારૂ તથા મિલકત સબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ અસરકારક અને પરિણામ લક્ષી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય

જે અનુસંધાને પોલીસ ઇન્સપેકટર પી.એચ.વસાવા દ્વારા સ્થાનિક પોલીસ ની અલગ અલગ ટીમ બનાવી મિકલત સબંધી ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામા આવેલ દરમ્યાન બાતમીદાર મારફતે માહિતી મળેલ હતી કે ભમાડીયા તેમજ વિઠ્ઠ્લગામના સીમમાં ખેડુતો સોલાર પેનલના કેબલ વાયર ચોરી થયેલ જે વાયર ઝાડી ઝાખરામાં સંતાડી રાખી એક ઈસમ તે જ્ગ્યાએ આટાફેરા મારે છે. જે વાયરો વેચાણ કરવાના ફીરાકમાં છે.

જે માહીતી આધારે પોલીસ માણસોની અલગ અલગ ટીમ બનાવેલ તે ટીમ મારફતે સદર જગ્યાએ કોમ્બીંગ કરી બન્નેવ ટીમ વર્કથી એક ઈસમ ત્યાં આટા ફેરા મારતો હતો તે ઈસમ રણજીતભાઈ અમરસીંગભાઈ વસાવા ઉ.વ.૨૧ ધંધો મજુરી રહે, નાની નરોલી તા.માગરોલ જી.સુરતને ઝડપી પાડયો હતો.

પોલીસ ટીમે  ઝડપાયેલ રણજીતને યુક્તિ-પ્રતિયુક્તિ થી પુછતા તેણે રોડના સાઈડમાંથી ઝાડી ઝાકરા અને ખાડામાંથી એક થેલો બતાવેલ જે થોલો રોડ ઉપર લાવી તેમા જોતા કેબલ વાયરના ટુકડા હતા જે અલગ અલગ ટુકડા મળી જેની કિમત રૂપિયા ૫૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે.

ગુજરાતમાં પ્રથમ સુરતમાં રજૂ થઈ પાયરોગ્રાફી કહેવાતી કળા

  • કાષ્ઠ પર અગ્નિથી અદ્દભુત ચિત્રકારી કરતા રવિ રાદડિયા

નાનપણથી જ જીવનમાં કંઈક વિશેષ કરવાની તમન્ના ધરાવતા શિક્ષક એવા રવિ રાદડિયાએ વેસ્ટ લાકડાની પ્લાયને બાળી પાયરોગ્રાફી આર્ટ કળા શીખીને અનેક ચિત્રો બનાવીને આત્મનિર્ભર બન્યા છે. સરસાણા ખાતે આયોજીત ત્રિ-દિવસીય પાટીદાર ગ્લોબલ સમીટમાં પાયરોગ્રાફી આર્ટ કલાથી બનેલા ચિત્રોનું પ્રદર્શન સહ વેચાણ માટે આવેલા શહેરના રવિ રાદડિયાએ કલા વિશે વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, મને નાનપણથી જ આર્ટ કલામાં રૂચિ હતી. એક વાર પાયરોગ્રાફી આર્ટની બનાવતાનો વિડિયો યુટ્યુબ પર જોયા અને તે બનાવવાની શરૂઆત કરી. જેમાં સફળતા મળતા શિક્ષકની નોકરી છોડી આર્ટ-કલાને જ પોતાનો બિઝનેશ બનાવી આત્મનિર્ભર બન્યો છું. આજે મને દિલ્હી મુંબઈ તેમજ વિદેશોમાંથી પણ ઓર્ડર મળી રહ્યા છે. કલાના માધ્યમથી દર મહિને રૂ.૩૫ હજારની કમાણી કરી રહ્યો છું.

રવિ રાદડિયાએ વધુ માં કહ્યું કે, “હું નાનપણથી જ આર્ટના વિષયમાં રસ ધરાવતો હતો. પરંતુ સમયની સાથે બી.એસ.સી સુધીનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ શાળા શિક્ષક તરીકે નોકરીની સાથે પેઈન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું હતું. એક દિવસ મને પાયરોગ્રાફી આર્ટથી ચિત્ર બનાવવાનો વિચાર આવ્યો જેથી મેં યુટ્યબના પર વિડિયો જોયો જેમાં લાકડાને બર્નિંગ કરીને આર્ટ બનાવવામાં આવતા હતા. આ આર્ટકલા ભારત માટે એકદમ નવી હતી. એટલે વિડિઓ જોઈને અલગ અલગ પ્રયોગ કરીને આ પ્રકારનુ આર્ટ શીખવાનું શરૂ કર્યું. ત્યારબાદ પાયરોગ્રાફી આર્ટના અભ્યાસની તપાસ કરી તો ભારતમાં કોઈ પણ કેન્દ્ર ન હતું. જેથી જાત મહેનત અને પ્રયોગો કરી પાયરોગ્રાફી શીખ્યો છું. જેથી શિક્ષકની નોકરી છોડી હવે આ ક્ષેત્રે આર્ટ બિઝનેશને આગળ વધારી રહ્યો છું. પાયરોગ્રાફી આર્ટ પર કામ કરતા મને બે વર્ષ જેવો સમય વિતિ ગયો છે. આખરે મહેનત રંગ લાવી પાયરોગ્રાફી આર્ટની કલાથી હું પોતે આત્મનિર્ભર બન્યો છું.

વધુમાં તેમણે કહ્યું કે, પાયરોગ્રાફી આર્ટ એટલે કે લાકડાની નેચરલ પ્લાય ઉપર રેણીયા અને લાઈટર વડે લાકડાને બાળીને કરવામાં આવતુ આર્ટ. આ કલામાં કોઈ પણ પ્રકારના કલરનો ઉપયોગ કરવામાં આવતો નથી માત્રને માત્ર લાકડાની પ્લાયને બાળીને ડિઝાઈન તૈયાર કરવામાં આવે છે.

  • પાયરોગ્રાફી શું છે?

અગાઉ પ્રાચીન ઈજિપ્તવાસીઓ અને આફ્રિકન આદિજાતિ સમુદાયોમાં આ કલા લોકપ્રિય હતી. જેમાં લાકડાને સળગાવીને ફ્રીહેન્ડથી સુશોભન કલાના રૂપમાં ઉપયોગ થાય છે. હોટ ટાઈપિંગ (પાયરોટાઈપ), ઘર્ષણ, એસિડ અને સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને પાયરોગ્રાફી કરવામાં આવે છે.

error: Content is protected !!