- પ્રભુપ્રિય સ્વામી નામના સંત દ્વારા ત્રાસ અપાતો હોવાના થઇ રહ્યા છે આક્ષેપ
છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદોમાં આવી રહેલા હરિધામ સોખડા ખાતેના સ્વામીનારાયણ સંપ્રદાયમાં વધુ એક નવો વિવાદ ઉભો થયો છે. હરિધામ સોખડા મંદિર પરિસરમાં યોગી આશ્રમની અગાસીમાંથી ગુણાતીત ચરણ સ્વામીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક સ્વામીએ આપઘાત કર્યો છે? કે આકસ્મિક મૃત્યુ થયુ છે? તે અંગેની તપાસની હરિભક્તો દ્વારા માંગણી કરવામાં આવી છે. હરિધામ સોખડા સ્થિત પ્રેમસ્વરૂપ સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી તથા સેક્રેટરી જે.એમ.દવેની ત્રિપુટીના ત્રાસથી સંતે આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવતાં ધસી ગયેલી પોલીસે અંતિમસંસ્કારની વિધી અટકાવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પ્રબોધમ જૂથના હરિભક્તોએ એટલે સુધી આક્ષેપ કર્યો હતો કે, મૃતક સંતે પ્રબોધ સ્વામી પાસે બાકરોલ જવાની ઇચ્છા બે દિવસ અગાઉ વ્યક્ત કરી હતી. તેમને હરિધામમાં પ્રભુપ્રિય સ્વામી નામના સંત દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ગુરુવારે સવારે છ થી ૭ વાગ્યાના અરસામાં સોખડા મંદિર પરિસરમાં ગુણાતીત ચરણ સ્વામીનું નિધન થતાં ત્વરીત તેમના અંતિમસંસ્કારની કાર્યવાહી મંદિરમાં જ આરંભવામાં આવી હતી. પ્રબોધસ્વામી જૂથના હરિભક્તોએ ગુણાતીત ચરણ સ્વામીનું મૃત્યુ શંકાસ્પદ હોવાનું જણાવી કલેકટરને આવેદન આપ્યું હતું. તેની સાથે જ એસપીને પણ રજૂઆત કરીને અંતિમ સંસ્કાર અટકાવી દઇને ગુણાતીતસ્વામીના મૃતદેહના પોસ્ટમોર્ટમની માંગણી કરી હતી. જેના પગલે ધસી ગયેલી પોલીસે વિધી અટકાવી દઇને મૃતદેહ સયાજી હોસ્પિટલમાં મોકલયો હતો. જ્યાં તબીબો દ્વારા ગુણાતીત સ્વામીના મૃતદેહના સેમ્પલ લઇને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
બીજી તરફ પ્રબોધસ્વામી જૂથના હરિભક્તોએ આશંકા વ્યક્ત કરી હતી કે, ગુણાતીતસ્વામીનું નિધન શંકાસ્પદ પરિસ્થિતિમાં થયું હોવાની જણાવ્યું હતું. તેમનું અચાનક નિધન થયું છે, જે શંકા ઊપજાવે છે. ગુણાતીતસ્વામીના પાર્થિવદેહ પહેલાં પેનલ પીએમ કરવામાં આવે. તેમનું નિધન થતાંની સાથે અંતિમસંસ્કારની વિધી શરૂ કરી દેવામાં આવી
ગુણાતીતસ્વામીના આકસ્મિક અવસાન અંગે જિલ્લા એસપીએ સોખડા મંદિર ખાતે પોલીસને મોકલી અને અંતિમસંસ્કાર અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.