- કેન્દ્રીય રેલ્વેમંત્રી અને જીલ્લા કલેક્ટરને વૈકલ્પિક વ્યવસ્થા કરવા રજુઆત કરાઇ
- જમવા-રહેવાની સહીતની સગવડો પુરી પાડવા મામલતદાર-ટીડીઓને સુચના આપી
નેત્રંગમાં મકાનો-ઘરોના ડીમોલેશન બાદ સાંસદે અસરગ્રસ્ત રહીશોની મુલાકાત કરી અધિકારીઓ-પદાધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી.
નેત્રંગ તાલુકા મથકે આવેલ જવાહર બજાર,ગાંધી બહાર સહિતના વિસ્તારોમાં રેલવેની હદમાં ગેરકાયદેસર રીતે દુકાનો-મકાનો બાંધી વર્ષોથી દબાણ કરી ઘર કરી ગયેલા દબાણકર્તાઓ સામે રેલ્વેતંત્રએ લાલઆંખ કરી તમામ દબાણો દુર કરવાની કામગીરી શરૂ કરતાં સ્થાનિક રહીશોમાં ફફડાટ અને ભયનો માહોલ છવાયો હતો.રેલ્વે વિભાગના અધિકારીઓએ આરપીએફ અને સ્થાનિક પોલીસના કાફલાને સાથે રાખી રેલ્વેની હદમાં આવતા તમામ દબાણોને જેસીબી વડે તોડી પાડવાની કામગીરી શરૂ કરતાં અફરાતફરીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.
ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવા રેલ્વેતંત્રએ મકાનો-ઘરોના ડીમોલેશન બાદ બેઘર બનેલા રહીશોની મુલાકાત કરી હતી.કેન્દ્રીય રેલ્વેમંત્રી અશ્વિણી વૈષ્ણવ અને જીલ્લા કલેક્ટરને તાત્કાલિક ધોરણે બેઘર બનેલા સ્થાનિક રહીશોને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની લેખિત રજુઆત કરી હતી નેત્રંગ ગ્રા.પંચાયત સરપંચ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને જમવા-રહેવાની સહીતની સગવડો પુરી પાડવાની સુચના આપી હતી.સ્થાનિક રહીશોએ પોતાની વેદના અને વ્યથા સાંસદ મનસુખભાઇ વસાવા સમક્ષ વ્યક્ત કરતાં કરૂણમય દ્રશ્યો સજૉયા હતા.
- ઇકરામ શેખ,ન્યુઝલાઇન, નેત્રંગ