ભરૂચ શહેર ના પશ્ચિમ વિસ્તારમાં આવેલ હુસેનિયા સોસાયટી વિસ્તારમાં ગત રાત્રીના સમયે નજીવી બાબતે થયેલ બોલાચાલીમાં બે જૂથ સામ-સામે આવી જતા મારક હથિયારો વડે થયેલ હુમલો થયો હતો.જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર અથે ખસેડાયો છે.

આ ઘટનામાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલ ઇજાગ્રસ્ત રફીક ઇસ્માઈલ ભાઈ ગોઠણે જણાવ્યું કે રાત્રીના સમયે તેઓ હુસેનિયા મસ્જીદ નજીક બેઠા હતા તે દરમિયાન નાના બાળકો વચ્ચે કોઇ ક વાત ને લઇ ઝઘડો થયો હતો. જેમાં તેમણે આ બાળકોને છોડાવ્યા હતા.ત્યારબાદ આચનક  8 થી 10 વ્યક્તિઓના ટોળાએ આવી જઈને તેમના ઉપર મારક હથીયાર વડે હુમલો કર્યો હતો.

આ હુમલામાં રફીક ભાઈ ગોઠણના હાથના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થતા તેમને ઇજાઓ પહોંચી હતી.જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ તો રાત્રીના સમયે થયેલ બે જૂથ વચ્ચે ના ઝઘડાના મામલે ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસે પણ મામલે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here