ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી આગામી તા. ૧૮, ૧૯ અને ૨૦ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન નર્મદા જિલ્લાની સંભવિત ૭૨ કલાકની મુલાકાતે પધારનાર છે. આ મુલાકાતના આયોજન અને પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજરોજ જિલ્લા કલેકટર ગંગા સિંઘના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન અધિક નિવાસી કલેકટર સી.કે. ઉંધાડે પીપીટીના માધ્યમથી નાયબ મુખ્યમંત્રીના ત્રણ દિવસીય સંભવિત પ્રવાસ કાર્યક્રમની વિસ્તૃત વિગતો રજૂ કરી હતી. આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકાની મુલાકાત લેશે.

આ ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ કરી તેમના પ્રશ્નો અને રજૂઆતો સાંભળશે. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી વીજળી, રસ્તા, પાણી, પુરવઠો, સિંચાઈ, આરોગ્ય કેન્દ્રો, શાળાઓ સહિતના વિવિધ જનસુવિધાલક્ષી અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે.

જિલ્લા કલેકટર ગંગા સિંઘે સંભવિત પ્રવાસ કાર્યક્રમને ધ્યાને રાખીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મુલાકાત દરમિયાન તમામ વ્યવસ્થાઓ સુચારુ અને સુવ્યવસ્થિત રીતે થાય તેમજ સંબંધિત વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.

આ બેઠકમાં પુર્વ મંત્રી શ્બ્દશરણ તડવી, પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ, જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળા, પ્રાયોજના વહીવટદાર આમોલ આવટે, નાંદોદ પ્રાંત અધિકારી પરસનજીત કૌર, ડેડિયાપાડા પ્રાંત અધિકારી જૂહી પાંડે સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here