જુના ભરૂચમાં હનુમાનશેરી યુવક મંડળ દ્વારા સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મ જયંતિની ભવ્ય અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસર નિમિત્તે હનુમાન શેરી ચોક ખાતે ભજન, પાદુકા પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

હનુમાનશેરી યુવક મંડળ છેલ્લા ૪૮ વર્ષથી અવિરતપણે હનુમાન જયંતિ અને જલારામ જયંતિ જેવા ધાર્મિક ઉત્સવોનું હનુમાન શેરી ચોક ખાતે સફળ આયોજન કરતું આવ્યું છે. આ વર્ષે પણ પરંપરા મુજબ યોજાયેલા આ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તોએ બાપાની આરતી ઉતારી તેમજ મહાપ્રસાદીનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.

આ ઉજવણીમાં વિશેષ આકર્ષણ રૂપે જલારામ ભક્ત નિખિલ શાહે પોતાના ઘરની પાસે જલારામ બાપાની સુંદર કુટિરનું આબેહૂબ ડેકોરેશન તૈયાર કર્યું હતું. આ કલાત્મક અને ભક્તિસભર ઝાંખીના દર્શન કરીને ઉપસ્થિત સૌ ભક્તો ભાવવિભોર બન્યા હતા. સમગ્ર વિસ્તાર ‘જય જલારામ’ના નાદથી ગુંજી ઉઠ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here