• દરોડા અને તપાસ અટકાવવા માતા-પુત્રીએ બુમરાણ મચાવી, એક કોંગી કાર્યકરને પણ ઘરે બોલાવી લીધો

નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં મહિલા બુટલેગર અને તેની દીકરીએ પોલીસની તપાસ અટકાવવા ફીનાઇલ પી જઈ હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો હતો.

કેલ્વીકુવાની નવી વસાહતમાં રહેતી મહિલા બુટલેગર રમીલાબેન વસાવા દારૂનો વેપલો કરતી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડ્યો હતો. મહિલાના ઘર અને બાજુમાં આવેલા જુના ઘરમાંથી વિવિધ સ્થળે સંતાડેલ દારૂ અને બિયરની 74 બોટલ મળી આવી હતી. જુના મકાનમાં રસોડામાં ખાડો ખોડી મહિલાએ માટલામાં બોટલો સંતાડી રાખી હતી.

દરોડા દરમિયાન મહિલા અને તેની દિકરીઓએ બુમરાણ મચાવી દીધી હતી. એક પુત્રી પ્રિયા ફીનાઇલ પી જતા સ્ટેટ મોનીટરીંગ સેલે અડધેથી દરોડાની કામગીરી અટકાવી ફીનાઇલ પી જનારી યુવતીને 108 માં સારવાર અર્થે ખસેડી વધુ તપાસ આટોપી લેવાનો વારો આવ્યો હતો. દરમિયાન મહિલાએ કોંગી કાર્યકર મોસીન પઠાણને પણ ઘરે બોલાવી લઈ દરોડા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

સ્ટેટ મોનીટરીંગ સેલે ₹12 હજારનો દારૂ, મોબાઈલ અને રોકડા મળી કુલ રૂપિયા 20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ મહિલા બુટલેગર રમીલાબેન અને તેના ભત્રીજા રિતેશ વસાવાની ધરપકડ કરી કબોડીયા ગામે થી બાઇક ઉપર એક વર્ષથી મહિલાને દારૂ આપી જનાર પ્રેમ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here