ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ . લીના પાટીલ નાઓની સુચના અનુસંધાને જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા – ફરતા તથા વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા માટે પો.સ.ઇ. ડી.આર.વસાવા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના માણસો પાલેજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.

દરમ્યાન બાતમી આધારે પાલેજ પોલીસ મથકના પ્રોહીબીશનના ગુન્હામાં પોલીસ ધરપકડથી દુર મહિલા આરોપી બહેન (૧) મીનાબેન ઉર્ફે મીકા મહેશભાઇ બેચરભાઇ માછી તથા (૨) શાંતાબેન અશોકભાઇ બેચરભાઇ માછી બન્ને રહે . પાલેજ, ડુંગરીપાળ, તા.જી.ભરૂચને આજરોજ તા .૦૨ / ૦૫ / ૨૦૨૨ નારોજ પાલેજ ખાતે તેઓના ઘરેથી હસ્તગત કરવામાં આવેલ છે તેમજ આગળની કાર્યવાહી કરવા પાલેજ પોલીસ મથકે સુપ્રત કરવામાં આવેલ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here