અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી ગામના માતંગી પેટ્રોલ પંપ પાસે ઇકો કાર ચાલકે બાઈક સવાર યુવાનને ટક્કર મારી હતી. જેમાં યુવકનું ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું.

મૂળ મહારાષ્ટ્રના અને હાલ અંકલેશ્વરના કોસમડી ગામ નજીક આવેલી વ્રજવીલા સોસાયટીમાં રહેતા 28 વર્ષિય સમાધાન અજાબરાવ પાટીલ ગઈકાલે રવિવારે સવારના અરસામાં પોતાની મોટરસાઇકલ નંબર-જી.જે.16.એ.બી.9684 લઈ અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી ગામના માતંગી પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલી ઇકો કાર નંબર-જી.જે.16.સી.એન.7697ના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં સમાધાન પાટીલને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક 108 સેવાની મદદથી અંકલેશ્વર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરૂણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here