ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો લીના પાટીલ નાઓએ જીલ્લા મિલકત સબંધી ગુનાઓ અટકાવવા સારૂ તથા મિલકત સબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ અસરકારક અને પરિણામ લક્ષી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સપેકટર પી.એચ.વસાવા દ્વારા સ્થાનિક પોલીસ ની અલગ અલગ ટીમ બનાવી મિકલત સબંધી ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામા આવેલ દરમ્યાન બાતમીદાર મારફતે માહિતી મળેલ હતી કે ભમાડીયા તેમજ વિઠ્ઠ્લગામના સીમમાં ખેડુતો સોલાર પેનલના કેબલ વાયર ચોરી થયેલ જે વાયર ઝાડી ઝાખરામાં સંતાડી રાખી એક ઈસમ તે જ્ગ્યાએ આટાફેરા મારે છે. જે વાયરો વેચાણ કરવાના ફીરાકમાં છે.
જે માહીતી આધારે પોલીસ માણસોની અલગ અલગ ટીમ બનાવેલ તે ટીમ મારફતે સદર જગ્યાએ કોમ્બીંગ કરી બન્નેવ ટીમ વર્કથી એક ઈસમ ત્યાં આટા ફેરા મારતો હતો તે ઈસમ રણજીતભાઈ અમરસીંગભાઈ વસાવા ઉ.વ.૨૧ ધંધો મજુરી રહે, નાની નરોલી તા.માગરોલ જી.સુરતને ઝડપી પાડયો હતો.
પોલીસ ટીમે ઝડપાયેલ રણજીતને યુક્તિ-પ્રતિયુક્તિ થી પુછતા તેણે રોડના સાઈડમાંથી ઝાડી ઝાકરા અને ખાડામાંથી એક થેલો બતાવેલ જે થોલો રોડ ઉપર લાવી તેમા જોતા કેબલ વાયરના ટુકડા હતા જે અલગ અલગ ટુકડા મળી જેની કિમત રૂપિયા ૫૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે.