- નાંણાકીય છેતરપીંડીના ભોગ બનનારના રૂ.૯૯,૮૦૦/- પરત મેળવી આપતી ભરૂચ સી ડિવીઝન પોલીસ
ભરૂચ “સી” ડીવીઝન પોલીસ સ્ટેશનમા સાયબર ક્રાઇમને લગતા બનાવમાં એક અરજદારના રૂપીયા ઓનલાઇન ટ્રાન્ફરફર થઇ ગયેલ હતા જે બનાવમાં અરજદારે બી.એસ.એન.એલ નું સીમ કાર્ડ લીધેલ હતુ જેનુ કેવાયસી અપડેટ કરવા માટે અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલ અને અરજદારને એનીડેસ્ક નામની એપ્લીકેશન ઇન્સ્ટોલ કરાવી અરજદારના એકાઉન્ટમાથી કુલ રૂ, ૧, ૮૬, ૯૯૬૦/- ટ્રાન્સફર કરી લીધેલ જે બનાવમા અરજદાર દ્વારા ભરૂચ સી ડીવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરીયાદ નોંધાવી હતી.
જેમાં ફરીયાદને આધારે ભરૂચ સી ડીવીઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરી આ બનાવમાં ભોગબનનારને મદદરૂપ થઇ તાત્કાલીક એક્શન લઇ રીલાયન્સ ડિજીટલ થ્રુ તેનું પેમેન્ટ થયેલ હોય જેથી રીલાયન્સ ડિજીટલના નોડલ ઓફિસરને પોલીસ મથક દ્વ્રારા મેઇલ કરતા ટ્રાન્જેકશન સ્ટોપ કરાવતા રીલાયન્સ ડિજીટલ દ્વારા અરજદારના ખાતામાંથી ઉપડેલા કુલ રૂ.૯૯, ૮૦૦/- દિન-૦૨માં બેંક એકાઉન્ટમાં પરત કરવાની પ્રોસીજર કરવામાં આવેલ છે .
આ સાથે ભરૂચ સી ડીવીઝન પોલીસ દ્વારા જણાવવામાં આવે છે કે આપના મોબાઇલ ઉપર કોઇ પણ પ્રકારના બેન્કમાંથી માહીતી માટે ફોન આવેતો આવા ફોન નો જવાબ આપવો નહી જરૂર જણાય તો રૂબરૂ બેન્કમાં જઇ માહીતી મેળવવા અપીલ કરાઇ છે.