હિન્દુ ધર્મમાં બે નવરાત્રિ ચૈત્રી અને આસો નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિમાં પુંજન અર્ચન ભક્તિનો અનેરો મહિમા છે. આ નવલા નવ દિવસો દરમિયાન મા આદ્યશક્તિને રિઝવવા મંત્ર જાપ અનુષ્ઠાન આનંદનો ગરબો ભજન ભક્તિ કરવામાં આવે છે અને ધામધૂમથી ચૈત્રી નવરાત્રીની ઊજવણી કરી માઇ ભક્તો ધન્યતા અનુભવે છે.

માઇ મંદિરો રોશનીથી ઝળહળી ઉઠ્યા કે માતાજીને અવનવા શણગાર સજાવવામાં આવે છે  માઇ ભક્તો માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યાં છે.ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ નોમ સુધી ચૈત્રી નવરાત્રિનો ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે  તે અંતર્ગત જંબુસર તાલુકાના ગજેરા ગામે મહાકાલી મંદિર પાસે મહાકાળી મહિલા મંડળ દ્વારા આનંદનો ગરબો વિપુલભાઈના નિવાસ સ્થાને યોજાયો હતો.

જેમાં અનિતા કુંવર ગજેરા નાઓએ આનંદના ગરબામાં માતાજીની ગરબી લઈ ગરબે ઘૂમ્યાં હતાં  આ સહિત મહિલા મંડળની બહેનોએ પણ આસ્થા પૂર્વક માતાજીની ગરબી લઈ ગરબામાં હીલોળે ચડયાં હતાં. આનંદના ગરબા બાદ ચૈત્રી નવરાત્રી ની સાતમ હોઇ બહેનો ગરબાના તાલે ગરબે ઘૂમ્યા હતા અને વિવિધ ભજનો પૈકી  તુને મુઝે બુલાયા શેરા વાલીએ….ના ભજન પર સો બહેનો ઝૂમી ઊઠી માતાજીની ભક્તિ ભાવપૂર્વક ભક્તિરસમાં તરબોળ થયા હતા.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here