ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ મળેલ બાતમી આધારે ભરૂચ તાડીયા બાવા જમ્મન દરગાહ પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે પત્તાપાનાનો રૂપિયાની હાર જીતનો જુગાર રમતા છ આરોપીઓ મોઇન ગુલામનબી ખલીફા રહે,સોનેરી મહેલ,રસુલભાઇ બગીવાલાની સામે ભરૂચ,મોહંમદ આકીબ ફરીદભાઇ શેખ રહે,મ.નં ઇ-૨૧૩૫,સિપાઇવાડ,મદીના હોટલ પાસે ભરૂચ, મોહંમદ સાજીદ ફારુક કુરેશી રહે, કતોપોર બજાર,કસાઈવાડ,ભરૂચ, અજીમુદ્દીન કુતુબુદ્દીન શેખ રહે,કાનુગાવાડ,બાવડી ભરૂચ, સાહીલ નજીર મન્સુરી રહે,સોનેરી મહેલ,એદ્રુશબાવાની દરગાહ પાસે,ભરૂચ,અખ્તરહુશેન ઉર્ફ બબલુ અબ્દુલ અજીજ ખલીફા રહે,મ.નં સી-૪૬,મુસ્લીમ સોસાયટી,સબજેલ પાછળ ભરૂચ.ને ઝડપી પાડ્યા હતા જયારે કૈફ શેખ, જસ્ટન ફેર બાપુ બન્નેવ રહે,બાવા જમ્મન દરગાહ પાસે ભરૂચ તથા શબ્બીર રહે.સક્કર તળાવ,ભરૂચ.ને વોંન્ટેડ જાહેર કર્યા હતા.
બી ડિવિઝન પોલીસે ઝડપાયેલ જુગારીઓ પાસે રોકડા રૂપિયા તથા મોબાઇલ નંગ-૦૫ તથા મોપેડ ગાડી નંગ-૦૨ મળી કુલ કિ.રૂ।. ૧,૩૦,૨૯૦/- ના મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.