ભરૂચ શહેરની નર્મદા ચોકડી પાસે રોડની કામગીરી ચાલતી હોવાથી કરવામાં આવેલા વન-વે માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારાતા હાઈવા ડમ્પરની અડફેટે બાઈકસવાર યુવકનું કરુણ મોત નીપજ્યું છે.
ભરૂચના હલદરવા ઓસારા રોડ પર આવેલા મહર્ષિ વિલામાં રહેતા 35 વર્ષીય ગિરીશ સુકા આહીર 15 નવેમ્બરના રોજ બપોરે આશરે 12 વાગ્યાના અરસામાં પોતાની બાઇક લઈને નર્મદા ચોકડીથી એબીસી ચોકડી તરફ જઈ રહ્યા હતા.
આ દરમિયાન સામેથી એબીસી ચોકડી તરફથી નર્મદા ચોકડી તરફ આવી રહેલા હાઈવા ડમ્પર ના ચાલકે બેફામ ગતિએ આવી બાઈકને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે ડમ્પરનું તોતિંગ ટાયર ગિરીશ આહીરના પેટના નીચેના ભાગેથી ફરી વળતા તેમને અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટનાની જાણ થતા જ નાના ભાઈ કલ્પેશ આહીર અને મિત્ર ભુપેન્દ્ર ભરવાડ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તને ભરૂચની બરોડા હાર્ટ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે બપોરે 12:45 કલાકે તેમને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
બનાવ અંગે કલ્પેશ આહીરે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. ભરૂચના હલદરવા ઓસારા રોડ પર આવેલા મહર્ષિ વિલામાં રહેતા 35 વર્ષીય ગિરીશ સુકા આહીર 15 નવેમ્બરના રોજ બપોરે આશરે 12 વાગ્યાના અરસામાં પોતાની બાઇક લઈને નર્મદા ચોકડીથી એબીસી ચોકડી તરફ જઈ રહ્યા હતા.
આ દરમિયાન સામેથી એબીસી ચોકડી તરફથી નર્મદા ચોકડી તરફ આવી રહેલા હાઈવા ડમ્પર ના ચાલકે બેફામ ગતિએ આવી બાઈકને જોરદાર ટક્કર મારી હતી.





