તહેવાર ટાણે તસ્કરોએ પણ દિવાળી કરી હોવાની ધટના સામે આવી છે.અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની આધ્યા હોમ્સ સોસાયટીમાં બંધ મકાનમાંથી ₹5,13,500ના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી થઈ છે. તસ્કરોએ સોસાયટીનાં અન્ય બંધ મકાનોના તાળાં તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો.

મકાનમાલિક ભૌમિક પટેલ અંગત કારણોસર પોતાના વતન ગયા હતા. આ દરમિયાન પાડોશીએ ફોન કરીને ઘરના દરવાજા ખુલ્લા હોવાની અને સામાન વેરવિખેર પડ્યો હોવાની જાણ કરી હતી. ભૌમિક પટેલ ઘરે પરત આવ્યા ત્યારે દાગીના અને રોકડ ચોરાયાં હોવાનું જાણવા મળ્યું.

આ ઘટનાની જાણ થતાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સોસાયટીના CCTV ફૂટેજ તપાસ્યા છે અને FSLની મદદથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી કરી છે. તસ્કરોને પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here