ભરૂચ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સબઝોન અને જ્ઞાન સરોવરના ડિરેકટર બી.કે. પ્રભા દીદી તથા લખનૌ હજરતગંજ સેવા કેન્દ્રના ઇન્ચાર્જ બી.કે. મંજુ દીદીના લૌકિક માતાજી તથા નિષ્ઠાવાન સેવાધારી બી.કે. કમલેશ દીદી 98 વર્ષની ઉંમરે રવિવારે સવારે 9:15 કલાકે પોતાના જૂના દેહનો ત્યાગ કરી બ્રહ્માબાબાની ગોદમાં સમાયા છે.
તેઓ સાકાર બ્રહ્માબાબાની પવિત્ર પાલનામાં ઉછરેલા, સર્વ દાદીઓના અત્યંત પ્રિય, યજ્ઞ સ્નેહી, મુરલી પ્રેમી અને યોગમાં સતત રહેવાની તીવ્ર લગન ધરાવનાર દ્રઢ નિશ્ચયી તથા અથક સેવાધારી આત્મા હતા. તેઓ છેલ્લા 66 વર્ષથી આ ઈશ્વરીય જ્ઞાનમાં સેવા આપી રહ્યા હતા અને છેલ્લા 13 વર્ષથી ભરૂચ સેવાકેન્દ્ર પર રહીને પોતાની નિસ્વાર્થ સેવાઓ પ્રદાન કરી રહ્યા હતા.
તેમની અંતિમ વિદાય વેળાએ તેમના લૌકિક પુત્રી અને ભરૂચ સબઝોનના ઇંચાર્જ બી.કે. પ્રભા દીદી દ્વારા તેમને મુખાગ્નિ આપવામાં આવી હતી, જેણે ઉપસ્થિત સૌ કોઈને ભાવુક કરી દીધા હતા. સર્વ આધ્યાત્મિક પરિવારે દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.





